ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, શરદ પવારના ચરણસ્પર્શ કરી લીધા આશિર્વાદ

આ બેઠકમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને 'મહા વિકાસ અઘાડી' (Maha Vikas Aghadi) નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે.

Updated By: Nov 26, 2019, 09:02 PM IST
ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, શરદ પવારના ચરણસ્પર્શ કરી લીધા આશિર્વાદ

મુંબઈઃ શહેરની ટ્રાઈડન્ટ હોટલમાં મંગળવારે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળી હતી. આ બેઠકમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું છે કે ઉદ્ધવ ઠાકરે હવે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી હશે. શરદ પવારે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે 1 ડિસેમ્બરના રોજ શિવાજી પાર્કમાં મુખ્યમંત્રી પદની શપથ લેશે. 

આ બેઠકમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને 'મહા વિકાસ અઘાડી' (Maha Vikas Aghadi) નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. આ બેઠક દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ એનસીપી પ્રમુખ શરદ પવારના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા પછી રાત્રે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ભેગા મળીને રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો રજુ કરશે. 

ફડણવીસની સરપ્રાઈઝથી સરેન્ડર સુધીઃ મહારાષ્ટ્રમાં 80 કલાકના 8 મોટા ઘટનાક્રમ

ઉલ્લેખનીય છે કે, સોમવારે સાંજે મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષો અને અપક્ષ ધારાસભ્યોએ સાથે ભેગા મળીને 162ના આંકડા સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, ભાજપને હવે સત્તા છોડવી પડશે. 

મહારાષ્ટ્રના પ્રોટેમ સ્પીકર કાલીદાસ કોલાંબકરે બુધવારે સવારે 8 કલાકે વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. અહીં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન 'મહા વિકાસ અઘાડી'એ બહુમત સાબિત કરવાનો રહેશે. 

મહારાષ્ટ્રઃ ભાજપના કાલીદાસ કોલામ્બકરે પ્રોટેમ સ્પીકર તરીકે લીધા શપથ

ઉલ્લેખનીય છે કે, મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટ દ્વારા 30 કલાકમાં ભાજપને વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો આદેશ અપાયો હતો. આ સાથે જ વિધાનસભામાં મતદાનની પ્રક્રિયાનું લાઈવ પ્રસારણ કરવાનો અને મતદાનને ગુપ્ત ન રાખવાનો પણ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. તેની સાથે જ 80 કલાક પહેલા બનેલી દેવેન્દ્ર ફડણવીસ સરકારનું પતન નક્કી થઈ ગયું હતું. બપોરે નાયબ મુખ્યમંત્રી અજીત પવાર દ્વારા રાજીનામું આપ્યા પછી દેવેન્દ્ર ફડણવીસે પણ એક પત્રકાર પરિષદ યોજીને રાજીનામાની જાહેરાત કરી હતી. 

જુઓ LIVE TV....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....