કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને હર્ડ ઇમ્યૂનિટીથી કર્યો ઇનકાર, બોલ્યા- 'ભારત હજુ ઘણું દૂર'
harsh vardhan denied herd immunity: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સીરો સર્વેના બીજા રિપોર્ટના હવાલાથી કહ્યું- ભારતની જનસંખ્યા હજુ હર્ડ ઇમ્યૂનિટીથી ખુબ દૂર છે. આપણે કોરોનાને લઈને ઢીલ મુકવી જોઈએ નહીં પરંતુ ગંભીરતાથી નિયમોનું પાલન કરવું જોઈએ.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના મહામારીથી દુનિયાભરના લોકો સંઘર્ષ કરી રહ્યાં છે. તેનાથી છૂટકારો મેળવવા ઘણા દેશ વેક્સિન બનાવવામાં લાગેલા છે. રશિયાની વેક્સિન આ રેસમાં સૌથી આગળ ગણાવવામાં આવી રહી છે. તો રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં કોરોના રિકવરી રેટ 80 ટકાને પાર પહોંચી ગયો છે, પરંતુ સમાચાર તે પણ છે કે આ સંક્રમણથી સાજા થનાર ફરી સંક્રમિત થઈ રહ્યાં છે. તેવામાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, ભારતના લોકો હજુ હર્ડ ઇમ્યૂનિટીથી ખુબ દૂર છે.
સીરો સર્વોનો આવ્યો બીજો રિપોર્ટ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને સીરો સર્વેના બીજા રિપોર્ટના હવાલાથી કહ્યું, ભારતની જનસંખ્યા હજુ હર્ટ ઇમ્યૂનિટીથી ખુબ દૂર છે. આપણે કોરોનાને હળવાશથી ન લેવો જોઈએ પરંતુ ગંભીરતાથી નિયમોનું પાલન કરવું જોઈએ. આ સાથે લોકોમાં ફરી થઈ રહેલા કોરોના સંક્રમણને લઈને હર્ષવર્ધને કહ્યુ, આઈસીએમઆર (ICMR) કોવિડ-19થી બીજીવાર ઇન્ફેક્શનની તપાસ કરી રહ્યું છે કે આખરે બીજીવાર લોકો કેમ તેનાથી ઇન્ફેક્ટેડ થઈ રહ્યાં છે. જ્યારે હજુ તેના મામલા ઓછા છે.
ICMR is actively investigating & researching reports of COVID-19 reinfection & although the number of reinfection cases is negligible at this moment, the government is fully seized of the importance of the matter: Union Health Minister Harsh Vardhan https://t.co/0mC5qmkIAX
— ANI (@ANI) September 27, 2020
રેમેડિસવિર અને પ્લાઝ્મા થેરેપી માટે જારી કરી એડવાઇઝરી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યુ કે, રેમેડિસવિર અને પ્લાઝમા થેરેપીને પ્રોત્સાહિત કરવી નથી. સરકારે તેના ઉપયોગના સંબંધમાં એડવાઇઝરી જારી કરી છે. આ સિવાય ખાનગી હોસ્પિટલોને પણ આ ઉપચારોના નિયમિત ઉપયોગની સલાહ આપવામાં આવી છે.
દુબઈ અને યૂકેના યાત્રિકોથી ભારતમાં ફેલાયો કોરોના, IITના અભ્યાસમાં કરવામાં આવ્યો દાવો
શું છે હર્ડ ઇમ્યૂનિટી?
હર્ડ ઇમ્યૂનિટી એક પ્રક્રિયા છે. તેમાં લોકોમાં રોગ પ્રતિકારક શક્તિ વિકસિત થઈ જાય છે. તે ભલે વાયરસના સંપર્કમાં આવવાથી હોય કે પછી વેક્સિનથી. જો કુલ જનસંખ્યાના 75 ટકા લોકોમાં આ રોગપ્રતિકારક શક્તિ વિકસિત થાય તો હર્ડ ઇમ્યૂનિટી માનવામાં આવે છે. પછી ચારમાંથી ત્રણ લોકો સંક્રમિત વ્યક્તિને મળશે તો તેને ન બીમારી લાગશે અને ન તેને ફેલાવશે. એક્સપર્ટ માને છે કે કોવિડ-19ના કેસમાં હર્ડ ઇમ્યૂનિટી વિકસિત થવા માટે 60 ટકામાં રોગ પ્રતિકારક શક્તિ હોવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે