કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોનાથી સંક્રમિત, ટ્વીટ કરી આપી જાણકારી
વધુ એક કેન્દ્રીય મંત્રી કોરોનાથી સંક્રમિત થયા છે. હવે સ્મૃતિ ઈરાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે બુધવારે સાંજે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. કેન્દ્રીય મંત્રીએ પોતાના સંપર્કમાં આવનારા લોકોને કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
Union Minister Smriti Irani has tested positive for #COVID19 pic.twitter.com/6aXnqogZ1t
— ANI (@ANI) October 28, 2020
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ટ્વીટ કરીને કહ્યું- આવું ક્યારેક-ક્યારેક થાય છે જ્યારે મારે કંઈ જાહેરાત કરવા માટે શબ્દો શોધવા પડે. તેથી હું તેને સાધારણ રાખુ છું. હું કોરોનાથી સંક્રમિત થઈ છું અને જે પણ લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેને વિનંતી છે કે પોતાનો ટેસ્ટ જરૂર કરાવો.
બિહાર ચૂંટણી પ્રચાર વચ્ચે ભાજપના ઘણા નેતા કોરોના પોઝિટિવ આવ્યા છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શાહનવાઝ હુસૈન, રાજીવ પ્રતાપ રૂડી જેના નેતા કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.
મોદી સરકારના ઘણા મંત્રી પણ અત્યાર સુધી કોરોનાથી સંક્રમિત થયા છે. હાલમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તો મોદી સરકારમાં રેલ રાજ્ય મંત્રી સુરેશ અંગાડીનું તો કોરોનાથી નિધન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે