નાગપુર: બ્રહ્મોસ યૂનિટમાં પાક.- અમેરિકાની ઘૂસણખોરી, ISI એજન્ટની ધરપકડ

રશિયા અને અમેરિકા દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવેલ બ્રહ્મોસ મિસાઇલ રડારની પકડથી બહાર રહીને પોતાનાં ટાર્ગેટને સટીક રીતે નાશ કરવા સક્ષમ

નાગપુર: બ્રહ્મોસ યૂનિટમાં પાક.- અમેરિકાની ઘૂસણખોરી, ISI એજન્ટની ધરપકડ

નવી દિલ્હી : સુરક્ષા મુદ્દે સોમવારે ભારતીય એજન્સીઓને ઘણી મોટી સફળતા મળી છે. ઉત્તરપ્રદેશ એટીએસ (ATS)એ સોમવારે મહારાષ્ટ્રનાં નાગપુરથી એક DRDO કર્મચારી નિશાંત અગ્રવાલની ધરપકડ કરી છે. આ કર્મચારી પર સુરક્ષા સાથે જોડાયેલી માહિતીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને આપવાનો આરોપ છે. આ કર્મચારી ભારતના અતિમહત્વપુર્ણ મિસાઇલ બ્રહ્મોસ સાથે જોડાયેલી માહિતી પાકિસ્તાન અને અમેરિકાને આપી રહ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, નાગપુરમાં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની બ્રહ્મોસ યુનિટમાં નિશાંત અગ્રવાલ કાર્યરત્ત હતો. સોમવારે સવારે જ ત્યાં યૂપી એટીએસ અને ઇન્ટેલિજન્સ મિલિટ્રી દિલ્હી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અને નિશાંતની તેના ઘરેથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી.

નિશાંત અગ્રવાલ પર આરોપ છે કે તેણે બ્રહ્મોસ મિસાઇલની ટેક્નોલોજી અમેરિકા અને પાકિસ્તાની એજન્સીઓને સોંપી છે. નિશાંત અગ્રવાલ ઉતરાખંડનો રહેવાસી છે અને છેલ્લા 4 વર્ષથી DRDOના નાગપુર યુનિટમાં કામ કરી રહ્યો છે. આ અગાઉ રવિવારે રાત્રે આ જ ટીમે કાનપુરથી એક મહિલાની ધરપકડ કરી હતી. જો કે તેની પાસેથી કંઇ પણ માહિતી મળી શકી નહોતી. 

શું છે બ્રહ્મોસ મિસાઇલની ખાસિયત...
1. બ્રહ્મોસ ઓછી ઉંચાઇ પર ઉડ્યન કરે છે અને એટલા માટે જ રડાર દ્વારા તે પકડાતી નથી. 
2. ભારતની બ્રહ્મપુત્ર અને રશિયાની મસ્કવા નદી પર બ્રહ્મોસનું નામ રાખવામાં આવ્યું છે. આ એટલા માટે DRDOએ ભારત-રશિયા જોઇન્ટ વેંચર તરીકે ડેવલપ કરી છે. 
3. બ્રહ્મોસ 3700 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી 290 કિલોમીટર સુધીના સ્થળો પર એટેક કરી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news