વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 મોત, 2 ઘાયલ

અંધાધૂંધ ફાયરિંગમાં ચાર વ્યક્તિને ગોળી વાગી હતી, દેશમાં પ્રથમ વખત કોઈ મોલમાં આવી ગોળીબારની ઘટના બની છે 

વારાણસીના જેએચવી મોલમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 મોત, 2 ઘાયલ

વારાણસીઃ વારાણસીના કેન્ટ પોલીસ સ્ટેશનના અતિ સુરક્ષિત કહેવાતા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા જેએચવી મોલમાં પિસ્તોલ લઈને આવેલા બે અસમાજિક તત્વોએ બુધવારે બપોરે ત્રણ વાગે અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. જેમાં ચાર વ્યક્તિને ગોળી વાગી હતી. તેમાંથી બે વ્યક્તિનાં મોત થઈ ગયા હતા. અચાનક ગોળીબાર થતાં મોલમાં અફરાતફરી મચી ગઈ હતી. 

દેશમાં પ્રથમ વખત કોઈ મોલમાં આ પ્રકારની ગોળીબારની ઘટના ઘટીને કારણે પોલીસ તંત્ર અને સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. એડીજી પી.વી. રામાશાસ્ત્રી, રેન્જ આઈજી વિજય સિંહ મીણા, ડીએમ સુરેન્દ્ર સિંહ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ગોળીબાર કરનારા મહાત્મા ગાંધી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ હતા અને તેઓ નશામાં ધૂત હતા. તેઓ પૂમા શોરૂમમાં કામ કરતા એક કર્મચારીને મારવા આવ્યા હતા. 

પોલીસના જણાવ્યા અનુસાર ગોળી ચલાવનારો મુખ્ય આરોપી આલોક ઉપાધ્યાયા મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠમાં ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ એન્ડ પર્સનલ મેનેજમેન્ટનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. પૂમા શો રૂમમાં કામ કરતા પ્રશાંસ મિશ્રા સાથે તેને થોડા દિવસ પહેલા મારામારી થઈ હતી. જેનો બદલો લેવા આલોક તેના મિત્રો સાથે આવ્યો હતો. 

ત્રણેય મોલમાં એકસાથે પ્રવેશ્યા હતા. ત્યાર બાદ પૂમા શોરૂમમાં એક યુવક પ્રવેશ્યો હતો અને બાકીના બે બહાર દરવાજામાં ઊભા રહ્યા હતા. શૂ રૂમમાં ઘુસેલો યુવક દેશી પિસ્તોલ કાઢીને કર્મચારીઓને ધમકાવીને પ્રશાંસને સમજાવી દેવા માટે જણાવતો હતો. 

— ANI UP (@ANINewsUP) October 31, 2018

આ દરમિયાન શો રૂમના મેનેજરે યુવકને પકડી લીધો હતો અને પિસ્તોલ છીનવી લીધી હતી. આથી શોરૂમની આજુ-બાજુના શો રૂમમાં કામ કરતા અન્ય કર્મચારીઓ પણ દોડી આવી ગયા હતા. એ સમયે બહાર ઊભેલા આલોકના બે મિત્રો અંદર ઘુસી આવ્યા હતા અને પોતાના સાથીને છોડાવવા માટે તેમણે અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. જેના કારણે થયેલી અફરાતફરીમાં ત્રણેય ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. 

ગોળીબારમાં યુવીકેન શોરૂમના હેલ્પર ગોપીને છાતીમાં, લીવાઈસ શોરૂમના ટેલર સુનીલને માથામાં, ટાઈમેસ્ક શોરૂમમાં કામ કરતા ચંદન શર્માને કમરના નીચેના ભાગમાં અને બીઈંગ હ્યુમનમાં કામ કરતા વિશાલ સિંહને ડાબી જાંઘમાં ગોળી વાગી હતી. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંતી ગોપી અને સુનીલનું ઈલાજ દરમિયાન મોત થઈ ગયું હતું.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news