હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને લઈને કાનપુર પહોંચી યુપી STF, પત્નીની પણ થઈ રહી છે પૂછપરછ 

કાનપુર અથડામણ (Kanpur Encounter)  કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey) ને લઈને એસટીએફની ટીમ ઝાંસીના રસ્તે કાનપુર (Kanpur) પહોંચી છે. વિકાસ દુબેને આજે કોર્ટમાં રજુ કરીવામાં આવશે. રિમાન્ડ મળ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. વિકાસ દુબેની પત્ની રિચા દુબેની પણ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેને લઈને પણ કાનપુર પહોંચી છે. જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. 
હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને લઈને કાનપુર પહોંચી યુપી STF, પત્નીની પણ થઈ રહી છે પૂછપરછ 

કાનપુર: કાનપુર અથડામણ (Kanpur Encounter)  કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર વિકાસ દુબે (Vikas Dubey) ને લઈને એસટીએફની ટીમ ઝાંસીના રસ્તે કાનપુર (Kanpur) પહોંચી છે. વિકાસ દુબેને આજે કોર્ટમાં રજુ કરીવામાં આવશે. રિમાન્ડ મળ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવશે. વિકાસ દુબેની પત્ની રિચા દુબેની પણ લખનઉના કૃષ્ણાનગર વિસ્તારથી પોલીસે ધરપકડ કરી છે. પોલીસ તેને લઈને પણ કાનપુર પહોંચી છે. જ્યાં તેની પૂછપરછ ચાલુ છે. 

વિકાસ દુબેની પત્ની રિચાની પણ પોલીસે કરી ધરપકડ
વિકાસ દુબેની ધરપકડ બાદ ગુરુવારે સાંજે તેની પત્ની અને પુત્રને પણ પોલીસે પકડી લીધા છે. બંનેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમની પૂછપરછ ચાલુ છે. 

विकास दुबे की पत्नी ऋचा से भी कानपुर पुलिस कर रही है पूछताछ

પોલીસને મળેલી માહિતી મુજબ વિકાસની પત્ની રિચા અને તેના પુત્રને પોલીસે લખનઉના કૃષ્ણાનગર વિસ્તારમાંથી ધરપકડ કરી. તેમની સાથે તેમનો નોકર પણ પકડાયો છે. રિચા દુબે કૃષ્ણા નગરમાં પોતાના એક ઓળખીતાના ઘરે રહેતી હતી. વિકાસ દુબેએ જઘન્ય હત્યાકાંડને અંજામ આપ્યો ત્યારબાદ તેની પત્ની પણ કૃષ્ણાનગર સ્થિત ઘરેથી ફરાર થઈ ગઈ હતી. 

— ANI_HindiNews (@AHindinews) July 9, 2020

વિકાસની માતાએ કહ્યું સરકાર જે ઠીક સમજે તે કરે
વિકાસની માતા સરલા દુબેએ કહ્યું કે સરકારેને જે ઠીક લાગે તે કરી. અમારે કશું કહેવું નથી. વિકાસ હાલ ભાજપમાં તો છે નહીં, સપામાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news