બોલિવિયાના રાષ્ટ્રપતિને થયો કોરોના, આઈસોલેશનમાં રહેશે

દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અનેક જાણીતી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. હવે બોલિવિયાના વચગાળાના રાષ્ટ્રપતિ જીનિન અંઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે શુક્રવારે પોતે આ અંગે જાણકારી આપી. 

બોલિવિયાના રાષ્ટ્રપતિને થયો કોરોના, આઈસોલેશનમાં રહેશે

નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. અનેક જાણીતી હસ્તીઓ પણ તેની ઝપેટમાં આવી રહી છે. હવે બોલિવિયાના વચગાળાના રાષ્ટ્રપતિ જીનિન અંઝનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે શુક્રવારે પોતે આ અંગે જાણકારી આપી. 

— ANI (@ANI) July 9, 2020

રાષ્ટ્રપતિ જીનિને જણાવ્યું કે તેમણે કોરોના વાયરસનો ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે કહ્યું કે, 'મેં હાલમાં જ ટેસ્ટ કરાવ્યો હતો અને હવે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.' આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ આઈસોલેશનમાં રહેવા દરમિયાન પણ પોતાનું કામ ચાલુ રાખશે.  

— ANI (@ANI) July 9, 2020

આ અગાઉ બ્રાઝિલના રાષ્ટ્રપતિ જે.બોલસેનારો, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અને મોનાકોના પ્રિન્સ અલ્બર્ટ દ્વિતીય કોરોના વાયરસથી સંક્રમિત થયા હતાં. જો કે હાલ આ તમામ નેતાઓ સ્વસ્થ છે. જ્હોનસનને માર્ચમાં થોડા સમય માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 

બોલિવિયામાં અત્યાર સુધીમાં 43 હજારથી વધુ કોવિડ 19ના કેસ જોવા મળ્યા છે. આ દક્ષિણી અમેરિકી દેશમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોના જીવ ગયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news