અનુપમ ખેરે ભૂત જેવો ડરામણો' VIDEO શેર કર્યો, જેણે જોયો તેના હાજા ગગડી ગયા

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર જેટલું પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેટલું જ તેઓ પોતાની સોશિયલ મીડિયા પર એક્ટિવિટીઝને લઈને પણ ચર્ચાઓમાં રહેતા હોય છે. અનુપમ ખેર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા વોલ પર  કઈંક નવું કારનામું કરતા જોવા મળે છે. આવું જ આ વખતે તેમણે કર્યું છે. એક વીડિયો શેર કર્યો છે જે લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. 

Viral Raval Viral Raval | Updated: Nov 20, 2019, 06:07 PM IST
અનુપમ ખેરે ભૂત જેવો ડરામણો' VIDEO શેર કર્યો, જેણે જોયો તેના હાજા ગગડી ગયા

નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ એક્ટર અનુપમ ખેર જેટલું પોતાની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેટલું જ તેઓ પોતાની સોશિયલ મીડિયા પર એક્ટિવિટીઝને લઈને પણ ચર્ચાઓમાં રહેતા હોય છે. અનુપમ ખેર અવારનવાર પોતાની સોશિયલ મીડિયા વોલ પર  કઈંક નવું કારનામું કરતા જોવા મળે છે. આવું જ આ વખતે તેમણે કર્યું છે. એક વીડિયો શેર કર્યો છે જે લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. 

શરદ પવાર અને PM મોદીની મુલાકાત પર કોંગ્રેસને પડ્યો વાંધો: સૂત્ર

અનુપમ ખેર હાલ લાંબા સમયથી પોતાનો મોટાભાગનો સમય ન્યૂયોર્કમાં પસાર કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે તેઓ કોઈ હોલિવૂડ વેબ સિરીઝના પ્રોજેક્ટમાં બીઝી છે. આટલી વ્યસ્તતા બાદ પણ તેમણે એક વીડિયો શેર કર્યો કરીને હલચલ મચાવી દીધી. કારણ કે તેને જોઈને લોકો અનુપમ ખેરને ભૂત કહીને બોલાવી રહ્યાં છે. જુઓ વીડિયો....

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ વોલ પર શેર કરતા અનુપમ ખેરે કેપ્શનમાં લખ્યું છે કે, "ભ્રમ હવે સંભવ નથી કારણ કે વાસ્તવિકતા જ સંભવ નથી. આ એક ફ્રન્ટ શોટ છે? પ્રોફાઈલ છે? કે પછી બંને છે? એક સ્થિર તસવીરમાં મારી આંખ કેવી હરકત કરી રહી છે? હું પણ તેના સવાલ શોધી રહ્યો છું."

જુઓ LIVE TV

આ વીડિયોને જોઈને અને અનુપમ ખેરની કેપ્શન વાંચીને યૂઝર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યાં છે. એક યૂઝરે લખ્યું કે સર એક કમાલની આર્ટવર્ક છે. જેને ફોટોગ્રાફરે ખુબ સુંદર રીતે કેપ્ચર કરી છે., જ્યારે અનેક લોકોએ લખ્યું છે 'આ તો ભૂત છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube