'કબીર સિંહ'ને ભૂલી જાઓ, ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે આ 'કવિતા સિંહ'નો VIDEO 

બોક્સ ઓફિસ પર 218 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકેલી ફિલ્મ કબીર સિંહનો હીરો શાહિદ કપૂર હાલ તો પબ્લિકના દિલ પર રાજ કરી રહ્યો છે.

'કબીર સિંહ'ને ભૂલી જાઓ, ઈન્ટરનેટ પર ધમાલ મચાવે છે આ 'કવિતા સિંહ'નો VIDEO 

નવી દિલ્હી: બોક્સ ઓફિસ પર 218 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી ચૂકેલી ફિલ્મ કબીર સિંહનો હીરો શાહિદ કપૂર હાલ તો પબ્લિકના દિલ પર રાજ કરી રહ્યો છે. ખાસ કરીને યુવા વર્ગના લોકોને આ ફિલ્મ ખુબ ગમી છે. આ જ કારણે સોશિયલ મીડિયા પર આ ફિલ્મના ગીતો અને અનેક વીડિયો ખુબ વાઈરલ થયા છે. પરંતુ હાલ એક વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સોશિયલ મીડિયામાં વાઈરલ પણ ખુબ થયો છે. આ વીડિયો કબીર સિંહનો નહીં પરંતુ કવિતા સિંહનો છે. આ કવિતા સિંહ એ કબીર સિંહનું ફીમેલ વર્ઝન છે. 

કબીર સિંહ નહીં કવિતા સિંહ
જો કબીર સિંહ કોઈ છોકરી હોત તો શું થાત? આ જ આધારે આ વીડિયો તૈયાર થયો છે. Old Delhi Films નામની એક યુટ્યુબ ચેનલ દ્વારા બનાવવામાં આવેલા આ વીડિયોને બે જ દિવસની અંદર 4 લાખથી વધુ જોવાયો છે. અનેક કોમેન્ટ્સ અને લાઈક્સ પણ મળ્યાં છે. આ વીડિયોમાં કવિતા સિંહની ભૂમિકા ભજવી રહેલી છોકરીનું નામ યુક્તિ અરોરા છે. જેણે 4.48 મિનિટના વીડિયોમાં જબરદસ્ત એક્ટિંગ કરી છે. વીડિયોમાં યુક્તિ અરોરાની સાથે ઈશા સિંહ ચૌહાણ, અભીજિત ચતુર્વેદી, શશાંક શર્મા, શ્વેતા ગુપ્તા, અને અનિકેત જયસ્વાલ પણ છે. 

અત્રે જણાવવાનું કે શાહિદ કપૂરની આ ફિલ્મ કબીર સિંહ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હીટ ફિલ્મ અર્જૂન રેડ્ડીની હિન્દી રીમેક છે. તેલુગુમાં આ ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડાઈરેક્ટ કરી હતી. ત્યારબાદ હિન્દીમાં પણ તેમણે જ ડાઈરેક્ટ કરી. ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાંત સોહમ મજુમદાર, અર્જૂન બાજવા, સુરેશ ઓબોરોય અને કામિની કૌશલ તથા નિકિતા દત્તા મહત્વની ભૂમિકામાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news