અમે મહાત્મા ગાંધીના દેશને જિયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી: મહેબુબા મુફ્તી
પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે.
Trending Photos
શ્રીનગર: પીડીપી નેતા મહેબુબા મુફ્તીએ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કર્યો છે. મહેબુબા મુફ્તીએ કહ્યું કે ટ્રિપલ તલાક બિલ લાવીને તેઓ અમારા ઘરોમાં ઘૂસી રહ્યાં છે. તે અમારા કૌટુંબિક જીવનને પ્રભાવિત કરશે. એટલું જ નહીં આર્થિક રીતે પણ તેનાથી મહિલાઓ અને પુરુષો પ્રભાવિત થશે. પોતાના અંગત જીવનના અનુભવો જણાવતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે મારા લગ્ન પણ વધુ ન ટક્યા અને મને મહેસૂસ થાય છે કે જો કોઈ મહિલાના લગ્ન તૂટે તો તેણે આર્થિક રીતે વધુ પડકારોનો સામનો કરવો પડે છે.
તેમણે કહ્યું કે જ્યારે અમે મુસ્લિમ અનામતની વાત કરીએ છીએ તો ધાર્મિક આધાર પર ભાજપ તેને ફગાવી દે છે. પરંતુ જ્યારે આ પ્રકારના કાયદા (ટ્રિપલ તલાક બિલ)ની વાત સામે આવે છે તો તેઓ સંસદમાં બિલ રજુ કરે છે. તેમણે કહ્યું કે એક પણ મુસલમાન સાંસદ તેનું સમર્થન કરશે નહીં.
અયોધ્યા મામલો
આ મુદ્દે બોલતા મહેબુબા મુફ્તીએ કહ્યું કે બાબરી મસ્જિદ પર હજુ નિર્ણય આવ્યો નથી પરંતુ આમ છતાં તેઓ કહે છે કે મંદિર ત્યાં જ બનશે. તેમની પાસે જનમત નથી. સરકાર ટ્રિપલ તલાક બિલ લાવીને ખોટુ કરી રહીછે. શહેરો અને દ્વિપોના નામ બદલાઈ રહ્યાં છે. આ કોઈ સેવા નથી. આ ન તો દેશ સેવા છે અને ન તો હિંદુઓની સેવા છે. અમે ગાંધીના દેશ ભારતને જીયા ઉલ હકનું પાકિસ્તાન બનવા દેવા માંગતા નથી.
રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત થઈ
નોંધનીય છે કે મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાક પ્રથાને ખતમ કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવી રહેલા ટ્રિપલ તલાક બિલને આજે રાજ્યસભામાં રજુ કરવાનું છે. આ માટે ભાજપ અને કોંગ્રેસના સાંસદોને વ્હિપ જારી કરવામાં આવ્યું છે. જેથી કરીને તેઓ સદનમાં હાજર રહે. આજે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ વિવિધ મુદ્દાઓ પર હોબાળો મચ્યો અને કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે