Weather Update: હવામાનનો અજબ-ગજબ રંગ: સૌરાષ્ટ્રમાં લૂ, પંજાબમાં વરસાદ, હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી

Weather Forecast: ગત 24 કલાક દરમિયાન બિહાર, સિક્કિમ, અસમ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ અને નાગાલેંડમાં હળવાથી મધ્યમ વરસાદની અને એક બે સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થયો. પૂર્વોત્તર ભારત (North East) માં છુટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. 

Weather Update: હવામાનનો અજબ-ગજબ રંગ: સૌરાષ્ટ્રમાં લૂ, પંજાબમાં વરસાદ, હવામાન વિભાગે જાહેર કરી ચેતવણી

Weather Update today: દેશભરમાં હવામાનનો અજબ-ગજબનો રંગ જોવા મળી રહ્યો છે. ક્યાં લૂ ચાલી રહી છે તો ક્યાં વરસાદ ખાબકી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષામાં દૌર હજુ સુધી અટક્યો નથી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્વિમ સુધી કંઇક આવી જ સ્થિતિ છે. હવામન વૈજ્ઞાનિકોના અનુસાર વિદર્ભના પશ્વિમી ભાગો અને તેની સાથે જોડાયેલા ભાગો પર ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બનેલું છે. એક ટ્રફ રેખા ઉપરોક્ત ચક્રવાતી પરિભ્રમણ ઉત્તર ઝારખંડથી મણિપુર સુધી વિસ્તરે છે, પેટા-હિમાલય પશ્ચિમ બંગાળ અને મેઘાલયમાંથી પસાર થાય છે. તો બીજી તરફ ટ્રફ રેખા પૂર્વ અને દક્ષિણ પૂર્વ અરબ સાગરથી લઇને ઉત્તરી કેરલ અને કર્ણાતક તટ પરથી પસાર થઇને નિચલા સ્તર પર ઉત્તરી મહારાષ્ટ્ર સુધી ફેલાયેલ છે. 

દિલ્હી-NCRમાં કેવું રહેશે હવામાન?
હવામાન વિભાગ (IMD) અનુસાર, દિલ્હીમાં આજે આકાશ સ્વચ્છ રહેશે. લઘુત્તમ તાપમાન 18 અને મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ રહેશે. સવારની સાથે બપોર પછી ગરમી વધવા લાગી છે. આ ટ્રેન્ડ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ સિઝનની સૌથી ગરમ સવાર ગુરુવારે નોંધાઈ હતી. શુક્રવારે પણ તાપમાન ઉંચુ રહ્યું હતું.

23 માર્ચના રોજ ભારે પવન ફૂંકાશે. આજે બપોરે તાપમાન અને ગરમી બંને પર કંટ્રોલ રહેશે. હવાની ગતિ 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાક રહેશે. આજે મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી રહી શકે છે. 24 માર્ચે પવનની ઝડપ વધીને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક થશે. તો બીજી તરફ મહત્તમ તાપમાન 35 અને ન્યૂનતમ તાપમાન 17 ડિગ્રી સુધી પહોંચી શકે છે. 

છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં હવામાનમાં હલચલ
તો બીજી તરફ યુપીના હવામાનમાં ઝડપથી બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન, બિહાર, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડમાં એક કે બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થયો હતો. ઉત્તર પૂર્વ ભારત (North East) માં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ થયો. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, બિહારના ભાગો, પૂર્વી યુપી, કેરળ, દક્ષિણ તમિલનાડુ, તટીય કર્ણાટક અને ઉત્તરાખંડમાં હળવો વરસાદ થયો હતો. જમ્મુ અને કાશ્મીર (J&K), ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થઈ. ઉત્તર પંજાબમાં હળવો વરસાદ થયો હતો. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ જોવા મળી હતી.

આગામી 24 કલાક દરમિયાન હવામાનની સંભવિત ગતિવિધિ
સ્કાઇમેટ વેધરના રિપોર્ટ અંસુઆર આગામી 24 કલાક દરમિયાન, પશ્વિમી હિમાલય ક્ષેત્ર, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. પૂર્વોત્તર ભારતમાં હળવા વરસાદ સાથે એક અથવા બે સ્થળો પર વરસાદ પડી શકે છે. તો બીજી તરફ પંજાબ, ગંગીય પશ્વિમ બંગાળ, ઓડિશા, દક્ષિણી તમિલનાડુ, કેરલ, તટીય કર્ણાટક અને લક્ષદ્રીપમાં હળવા વરસાદની સંભાવના છે. 

હવાની સ્થિતિ જાણો
aqi.in ના રિપોર્ટ અનુસાર જ્યારે ભારે પવન ફૂંકાય છે. પ્રદૂષણ ઓછું થતાં હવાની સ્થિતિ યોગ્ય થઇ જાય છે. આજે સવારે 6 વાગે દિલ્હીનો એક્યૂઆઇ 192 એકદમ ખરાબ શ્રેણીમાં રહ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news