રેમલ રફેદફે થશે અને હવાઈ જશે હીટવેવ! ગરમી જશે અને આ તારીખથી ચાલુ થઈ જશે ચોમાસું

Weather Update: કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ પોકારી રહેલાં લોકોને મળશે મોટી રાહત. જેની આતુરતાથી રાહ જોવાતી હતી આખરે આગાહી આવી ગઈ...હવે આકાશથી આગન જ્વાળાઓ નહીં, અમી છાંટણા થશે...ખેડૂતોથી લઈને સામાન્ય લોકો દરેકને થશે મોટી રાહત...જાણો ક્યારથી બેસશે ચોમાસું...

રેમલ રફેદફે થશે અને હવાઈ જશે હીટવેવ! ગરમી જશે અને આ તારીખથી ચાલુ થઈ જશે ચોમાસું

Monsoon Update: દેશવાસીઓને અગનગોળા વરસાવતી ભીષણ ગરમીથી રાહત મળશે. દેશમાં દક્ષિણ-પશ્મિ મોન્સૂનના જલદી આગમનની IMDની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન 31 મે સુધીમાં કેરળ, ૧૧ જૂન સુધીમાં મુંબઇમાં પહોંચવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રેમલ 135 કલોમીટરની ઝડપે લેન્ડફોલ થયું છે. જેને ગઈકાલે રાતે બંગાળમાં ભારે તબાહી મચાવી છે. 

રાજસ્થાનમાં પારો ૫૦ ડિગ્રી પાર

છેલ્લા કેટલાક દિવસથી ભીષણ ગરમી અને લૂની થપાટોએ દેશના ઘણાખરા ભાગો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. કાળઝાળ ગરમીએ અત્યાર સુધીના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજસ્થાનમાં પારો ૫૦ ડિગ્રી પાર જઈ ચૂક્યો છે. જોકે આકાશમાંથી વરસી રહેલા અગનગોળા વચ્ચે હવામાન વિભાગે મોટી રાહતના સમાચાર આપતા જણાવ્યું છે કે દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના જલદી આગમનની શક્યતા છે. 

૩૧ મે સુધીમાં કેરળ પહોંચી જશે

મુંબઈમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન આંદામાન-નિકોબાર પહોંચી ચૂક્યું છે અને ૩૧ મે સુધીમાં કેરળ પહોંચી જશે. મુંબઈમાં ૧૦-૧૧ જૂન સુધીમાં મોનસૂનનું આગમન થવાની શક્યતા છે. મુંબઇમાં મોન્સૂનના આગમનની ચોક્કસ તારીખની જાહેરાત કેરળમાં મોન્સૂનની પ્રગતિના અવલોકન પછી જ થઈ શકશે. 

મોન્સૂન નિર્ધારિત સમયે જ આવશે

હવામાન વિભાગે જણાવ્યું કે, અમારા અનુમાન મુજબ ૩-૪ દિવસનો તફાવત રહી શકે છે પણ હાલ અમે એવી આશા રાખી રહ્યા છીએ કે મોન્સૂન નિર્ધારિત સમયે જ આવશે. મે મહિનાના અંતથી મુંબઈમાં પ્રી-મોન્સૂન વરસાદ શરૂ થવાની શક્યતા છે. જૂનના પહેલા અઠવાડિયામાં મુંબઇના જુદાજુદા ભાગોમાં હળવો વરસાદ થઇ શકે છે, જે બાદમાં દક્ષિણ-પશ્ચિમ મોન્સૂનના આગમન સાથે તેજ થશે. મુંબઈમાં મોન્સૂનના આગમનની સત્તાવાર તારીખ ૧૧ જૂન છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news