તાજની સુંદરતા જોઈને દીવાના બની ગયા ટ્રમ્પ, જાણો વિઝિટર બુકમાં શું લખ્યું?
તાજમહેલની સુંદરતા જોઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચકિત થઈ ગયા છે.
Trending Photos
આગરાઃ તાજમહેલની સુંદરતાથી અભિભૂત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભ્રમણ કરવાની સાથે વિઝિટર બુકમાં લખ્યું કે, આ ભારતની શાનદાર અને વિવિધતાપૂર્ણ સંસ્કૃતિનો અમિટ દસ્તાવેજ છે. તાજમહેલ પ્રેરણા આપે છે. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિએ પત્ની મેલાનિયા સહિત પુત્રી ઇવાન્કા અને જમાઈ જેરેડ કુશનરની સાથે આગરા એરપોર્ટ પર કલાકારોના પ્રદર્શનને નિહાળ્યો હતો. ત્યારબાદ ટ્રમ્પ અને મેલાનિયાએ તાજમહેલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ગાઇડ નિતિન સિંહે ટ્રમ્પ દંપતિને પ્રેમના પ્રતિક સમા તાજમહેલનું ભ્રમણ કરાવ્યું હતું.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ આગરા પહોંચ્યા તો 13 કિલોમીટર લાંબા રસ્તા પર લગભગ 25 હજાર શાળાના વિદ્યાર્થીઓએ જગ્યા-જગ્યા પર તેમનું સ્વાગત કર્યું હતું.
US President Donald Trump's message in the visitor's book at the Taj Mahal- "Taj Mahal inspires awe, a timeless testament to the rich and diverse beauty of Indian culture! Thank you, India". pic.twitter.com/QtD87OeiYk
— ANI (@ANI) February 24, 2020
વિઝિટર બુકમાં શું લખ્યું ટ્રમ્પે
ડોનાલ્ડ ટ્રમ્પે વિઝિટર બુકમાં સંદેશ લખ્યો કે તાજ મહેલ ભારતીય સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો છે. તાજમહેલ ભારતીય સંસ્કૃતિની વિવિધતાપૂર્ણ સુંદરતા છે. ટ્રમ્પે કહ્યું કે, તાજે અમને પ્રેરિત અને ચકિત કરી દીધા.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે