હરતુ-ફરતું 'વ્હાઇટ હાઉસ' છે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, જાણો શું છે ખાસિયત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. એવામાં તેમની સુરક્ષા પણ ચાંપતી છે, પછી તે હવામાં હોય કે જમીન પર. જમીન પર તે બીસ્ટમાં સવાર થાય છે, તો બીજી તરફ હવાઇ યાત્રા માટે એરફોર્સ વનનો ઉપયોગ કરે છે. તેને હરતુ ફરતું વ્હાઇટ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. 

હરતુ-ફરતું 'વ્હાઇટ હાઉસ' છે ડોનાલ્ડ ટ્રમ્પનું વિમાન, જાણો શું છે ખાસિયત

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ છે. એવામાં તેમની સુરક્ષા પણ ચાંપતી છે, પછી તે હવામાં હોય કે જમીન પર. જમીન પર તે બીસ્ટમાં સવાર થાય છે, તો બીજી તરફ હવાઇ યાત્રા માટે એરફોર્સ વનનો ઉપયોગ કરે છે. તેને હરતુ ફરતું વ્હાઇટ હાઉસના નામે પણ ઓળખવામાં આવે છે. જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. 

રાષ્ટ્રપતિ સ્ટાફ
આ સહયોગીઓ માટે કાર્યસ્થળ છે, જ્યાં વરિષ્ઠ કર્મચારીઓ માટે રૂમ અને અન્ય મીટિંગ રૂમ છે, જેને હોસ્પિટલમાં બદલી શકાય છે. આ રૂમ ખેંચીને બદલ શકાય એવા ટેબલોથી ભરેલો હોય છે, જેમાં દવાઓ ભરેલી તિજોરીઓની સાથે ડોક્ટર-નર્સ હોય છે. 

પત્રકાર
પત્રકાર વિમાનના પાછળના ભાગમાં બેસે છે. આ ભાગને વાદળી કાર્પેટ અને બિઝનેસ ક્લાસ સીટો વડે શણગારવામાં આવ્યું છે. દરેક બેઠકના ક્ષેત્રમાં હેડફોનની સાથે ફ્લેટ ટીવી છે, જેમાં ફિલ્મો અને ગીતોનો આનંદ માણી શકાય છે. 

પ્રેસિડેન્શિયલ એરલિફ્ટ ગ્રુપની જવાબદારી
એરફોર્સ વનની દેખરેખ અને સંચાલનની જવાબદારી પ્રેસિડેન્શિયલ એરલિફ્ટ ગ્રુપની હોય છે. આ ગ્રુપ વ્હાઇટ મિલિટ્રી ઓફિસનો ભાગ હોય છે. એરલિફ્ટ ગ્રુપને 1944માં પ્રેસિડેંશિયલ પાયલોટ ઓફિસના રૂપમાં અમેરિકી રાષ્ટ્રપતિ ફ્રેંકલિન ડી રૂજવેલ્ટના નિર્દેશ પર સ્થાપિત કરવામાં આવી.

કોંફ્રસ અને ડાઇનિંગ રૂમ
આ ધ્વનિરહિત રૂમ છે, જેમાં 50 ઇંચનું પ્લાઝા ટીવી અને વીડિયો કોંફ્રરન્સ માટે ટેક્નોલોજી ઉપલબ્ધ છે. રાષ્ટ્રપતિ દ્વારા દેશને સંબોધિત કરવાની પણ સુવિધા છે. 

મહેમાન
વ્હાઇટ હાઉસના મહેમાન જેમાં ખાસકરીને સંસદ સભ્ય, રાજ્યપાલ અને જાણિતી હસ્તિઓ હોય છે. 

ધ એટિક 
આ વિમાનની લગભગ લંબાઇ સાથે ચાલે છે. તેમાં રક્ષા ઉપકરણ, રડા જામર, રેડિયો એન્ટીના અને સાઇબર હુમલા અથવા મિસાઇલ હુમલાને ઓળખવાના સેન્સર હોય છે. 

સંચાર સુઇટ
તેમાં ચાર સ્ટાફ મોનિટર હવાથી હવા, હવાથી જમીન સાથે સેટેલાઇટ સંચાર એક ઉચ્ચ ટેક્નોલોજી રૂમમાં છે. તેમાં 19 ટીવી સ્ક્રીન છે. 

ઇંધણ ભરવાની જગ્યા
વિમાનમાં હવામાં ઇંધણ ભરવાની સુવિધા છે. ભોજન અને પાણી હોવાથી લાંબા સમય સુધી હવામાં રહી શકાય છે. 

રાષ્ટ્રપતિ સૂઇટ
અહીં સોફાનું બટન દબાવતાં પથારીમાં બદલાઇ જાય છે. ઓબામાના બાળકો માટે વિશેષ ટીવી અને વિડીયો ગેમની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

રસોઇ 
રેસ્ટોરેન્ટની માફક રસોઇ છે. તેમાં બે ગેલેરીમાં પાંચ શેફ 100 લોકોનું ભોજન તૈયાર કરી શકે છે. 

એરફોર્સ વન વીસી-25એ 
ચાલક દળ: 26, 2 પાયલોટ, ફ્લાઇટ એંજીનિયર, નેવિગેટર અને અન્ય ચાલક દળ
ક્ષમતા: 76 યાત્રી
લંબાઇ 231 ફૂટ 5 ઇંચ
ડૈનોનો ફેલાવો: 195 ફૂટ 8 ઇંચ
ઉંચાઇ: 63 ફૂટ 5 ઇંચ
વિદ્યુત સંયંત્ર: ચાર જનરલ ઇલેક્ટ્રિક સીએફ-6-80સી2બી1 ટર્બોફેન્સ

આવું હોય છે પ્રદર્શન
સર્વાધિક ગતિ:
630 માઇલ પ્રતિ કલાક 35000 ફૂટની ઉંચાઇ પર
ક્રૂઝ સ્પીડ: 575 માઇલ પ્રતિ કલાક 35000 ફૂટ ઉંચાઇ પર
અંતર કાપવાની ક્ષમતા: 6800 માઇલ
અધિકત્તમ ઉંચાઇ: 45100 ફૂટ 
વિમાનની પ્રતિ કલાક યાત્રાનો ખર્ચ: 181000 ડોલર (લગભગ 1 કરોડ 30 લાખ રૂપિયા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી https://play.google.com/store/apps/details?id=com.zeenews.hindinews">Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : www.facebook.com/zee24kalak.in/">https://www.facebook.com/zee24kalak.in/">facebook | https://twitter.com/Zee24Kalak">twitter | www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">https://www.youtube.com/channel/UCkNL_TQio--h85-14lUVY3A/featured">youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news