દેશ આશ્ચર્યમાં...શાહીન બાગના આ ગદ્દારોને કેમ સહન કરી રહ્યાં છે PM મોદી? આ રહ્યાં 6 મોટા કારણ
શાહીન બાગ એકવાર ફરીથી દેશવિરોધી અને એક ખાસ પ્રકારના ધર્માંધ ધાર્મિક નારાઓથી ગૂંજી રહ્યું છે. પરંતુ આ વખતે સરકારે જે કાર્યવાહી કરવી જોઈએ તે થઈ રહી નથી. આ જોઈને અનેક દેશપ્રેમીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: શાહીન બાગ એકવાર ફરીથી દેશવિરોધી અને એક ખાસ પ્રકારના ધર્માંધ ધાર્મિક નારાઓથી ગૂંજી રહ્યું છે. પરંતુ આ વખતે સરકારે જે કાર્યવાહી કરવી જોઈએ તે થઈ રહી નથી. આ જોઈને અનેક દેશપ્રેમીઓને આશ્ચર્ય થઈ રહ્યું છે. કારણ કે તેઓ જોઈ ચૂક્યા છે કે બાજુના ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે ગણતરીના કલાકોમાં લખનઉમાં શાહીન બાગ જેવું નાટક બંધ કરાવી દીધુ હતું. તેમને લાગે છે કે આખરે દિલ્હીમાં મોદી સરકાર હાથ પર હાથ રાખીને કેમ બેઠી રહી છે?
આ છે મૂળ કારણો...
1. દરમાંથી બહાર નીકળી રહ્યાં છે દેશ વિરોધી ઝેરીલા સાપો
કેન્દ્ર સરકારે શાહીન બાગમાં દેશ વિરોધીઓના જમાવડાને જે છૂટ આપી છે તેનું પરિણામ એ છે કે સમગ્ર દેશમાંતી દેશવિરોધી ઝેરીલા સાપો બહાર નીકળીને આવી રહ્યાં છે. તેમના દેશ તોડવાના ઘાતક ઈરાદાઓનો ખુલાસો થઈ રહ્યો છે.
There’s reason govt has allowed #ShaheenBagh circus to drag on. Sleeper cells like Sharjeel Imam are crawling out of the woodwork, videos, money trail, clues and evidence are being collected, and the real motive behind #CAAprotests is getting clear to all pic.twitter.com/pAXjHHguLO
— Abhijit Majumder (@abhijitmajumder) January 25, 2020
જામિયાના શરજીલ ઈમામે પોતાની મૂર્ખતામાં આસામને તોડવાની વાત કરીને આ ગદ્દારોના અસલ ઈરાદાઓને સામે લાવીને મૂકી દીધા છે.
2. ત્રિરંગ અને બંધારણની આડમાં છૂપાયેલા અરાજકતાવાદી ગુંડાઓના ચહેરાની ઓળખ
શાહીન બાગમાં જ્યારે પ્રદર્શનની શરૂઆત થઈ ત્યારે ત્રિરંગો લહેરાવવામાં આવી રહ્યો હતો. બંધારણની પ્રસ્તાવના વંચાતી હતી. એવું જતાવવામાં આવતું હતું કે જાણે આ બધા આંદોલનકારીઓ બંધારણ બચાવવા માટે ભેગા થયા છે. તેમના ઈરાદાઓ સ્પષ્ટ છે. આ લોકો કેન્દ્ર સરકારને જ કઠેડામાં લાવવાની કોશિશ કરી રહ્યાં હતાં.
सुन रहे हैं कि संविधान ख़तरे में है, सुन रहे हैं कि लड़ाई प्रजातंत्र को बचाने की है! जब मैं शाहीन बाग की उसी आवाज़ को देश को दिखाने पहुँचा तो वहाँ मॉब लिंचिंग से कम कुछ नहीं मिला! #CAAProtests #ShaheenBagh pic.twitter.com/EhJxfWviTp
— Deepak Chaurasia (@DChaurasia2312) January 24, 2020
પરંતુ જેમ જેમ આંદોલન આગળ વધતુ ગયું તેનો કદરૂપો ધર્માન્ધ કટ્ટરપંથી ચહેરો સામે આવી ગયો. આખરે મંચ પરથી જ ધાર્મિક કટ્ટરપંથી નારા લગાવવામાં આવ્યાં. આતંકવાદીઓના સમર્થન, જેહાદ અને ઈસ્લામની વાતો થવા લાગી.
The law-abiding patriots of #ShaheenBagh
In this video she is praising a great freedom fighter - Afzal Guru. pic.twitter.com/6AwV8ZbzOg
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 26, 2020
જો સરકારે શાહીનબાગમાં શરૂઆતમાં જ કાર્યવાહી કરી દીધી હોત તો કદાચ દેશને ખબર ન પડત કે બંધારણની આડમાં કેટલા દેશવિરોધી ગદ્દારો અંદર બેસીને ષડયંત્રો રચી રહ્યાં છે.
3. વિપક્ષી દળોનો આતંકી સમર્થક ચહેરો ખુલ્લો
શાહીન બાગના દેશ વિરોધીઓને ભાજપ સિવાય લગભગ દરે રાજકીય પક્ષે સમર્થન આપ્યું. કોંગ્રેસે શશિ થરૂર, દિગ્વિજય સિંહ જેવા પોતાના વરિષ્ઠ નેતાઓને ત્યાં વિરોધીઓનો જુસ્સો વધારવા માટે મોકલ્યાં.
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પોતાનું સમર્થન જતાવ્યું. તેમના સાથી મનિષ સિસોદીયા ખુલીને શાહીન બાગના પ્રદર્શનકારીઓને સાથ આપી રહ્યાં છે. આમ આદમી પાર્ટીના વિધાયક અમાનતુલ્લાહ એક વીડિયોમાં દેશને તોડવાની ધમકી આપનારા શરજીલ ઈમામ સાથે મંચ શેર કરતા જોવા મળી રહ્યાં છે.
इतने मासूम तो मत बनो, केजरीवाल... पूरी दिल्ली जानती है की शहीन बाग के पीछे कौन कौन लोग हैं।#AAPWithTukdeTukde https://t.co/u5ePProbSM pic.twitter.com/dzETL5NZ0i
— Amit Malviya (@amitmalviya) January 27, 2020
ડાબેરી પક્ષોનો ચહેરો ખુલીને સામે આવી ગયો છે. તેમના વિશે હવે તો દુનિયા પણ સમજી ગઈ છે. પરંતુ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ જેવા રાજકીય પક્ષો ખુલીને દેશના વિરોધમાં ઉતરી શાહીન બાગના ગદ્દારોના સમર્થનમાં છે.
4. મીડિયામાં છૂપાયેલા દેશ વિરોધી તત્વોની ઓળખ
CAAનો વિરોધ જ્યારથી શરૂ થયો છે ત્યારથી મીડિયા અને બુદ્ધિજીવી ચહેરા લગાવેલા કટ્ટરપંથીઓના ચહેરાથી નકાબ ઉતરવાના શરૂ થઈ ગયા છે. આ લોકો બતાવી રહ્યાં છે કે કઈ રીતે ધર્માંધ લોકો પોતાની ધાર્મિક રણનીતિને ઉદારવાદી નિવેદનોની આડમાં આગળ વધારી રહ્યાં હતાં. હવે આ ચહેરાઓનો ખુલાસો થઈ રહ્યો છે.
#ShaheenBagh में आज जब @DDNewsHindi की टीम पहुंची तो वहां गुंडों ने जबरन कैमरा बन्द करा दिया और हमारे रिपोर्टर @Nitendradd और वीडियो जर्नलिस्ट प्रमोद के साथ बदसलूकी की। ये "शांतिपूर्ण" प्रदर्शन है? आखिर ऐसा क्या गैरकानूनी काम हो रहा है #शाहीन_बाग में जो दिखाने से रोका जा रहा है? pic.twitter.com/SjSAwIbHCY
— Ashok Shrivastav (@ashokshrivasta6) January 24, 2020
આ એ જ શાહીન બાગ છે જ્યાં કટ્ટરપંથીઓનું સમર્થન કરનારા પત્રકારોનું સ્વાગત થાય છે. પરંતુ જો કોઈ સત્ય જાણવા માટે ઈચ્છુક થઈને ત્યાં જાય તો ગેરવર્તણૂંક થાય છે અને પીટાઈ થાય છે.
શાહીન બાગના પ્રદર્શનકારીઓને રાષ્ટ્રવાદી વિચારધારાવાળા પત્રકારોથી ખાસ ચીઢ છે. એટલે સુધી કે શાહીનબાગનું સત્ય જાણવા ઈચ્છુક એકલી મહિલાઓને પણ છોડવામાં આવતી નથી.
Hey Ms. #Shame
Here is some more free publicity for you. https://t.co/GtB6yGVKwr pic.twitter.com/CEpPnACjKO
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 26, 2020
એટલે સુધી કે શાહીનબાગના ગદ્દારોને દેશના રાષ્ટ્રીય મીડિયા દુરદર્શનથી પણ આપત્તિ છે. શાહીન બાગમાં દુરદર્શનની ટીમને પણ છોડવામાં ન આવી.
आज मैं और @DChaurasia2312 #ShaheenBagh गए।प्रदर्शनकारियों ने कहा कि हम शाहीन बाघ में ‘Allowed’नहीं हैं।रोकने के लिए पहली पंक्ति में महिलाओं को खड़ा कर दिया।पुरुष पीछे खड़े हो गए।नारेबाज़ी हुई।राजधानी में ये वो जगह है जहां पुलिस भी नहीं जा सकती।लोकतंत्र का मज़ाक़ है ये। pic.twitter.com/ZAbQg2EmXl
— Sudhir Chaudhary (@sudhirchaudhary) January 27, 2020
5. બિકાઉ પ્રદર્શનકારીઓનો ખુલાસો
શાહીનબાગની ઘટનાથી એક રસપ્રદ વાત એ ખબર પડી છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક એવો પણ વર્ગ હાજર છે જેને ન તો કોઈ વિચારધારાથી મતલબ છે કે ન કોઈ મુદ્દા સાથે. તેને પૈસાની લાલચ આપીને કે ફોસલાવીને ખુબ સરળતાથી કોઈ પણ પ્રકારના ધરણા પ્રદર્શનમાં લાવી શકાય છે.
Shaheen Bagh protest is sponsored... सारा कांग्रेस का खेल है... pic.twitter.com/JOKIO2qK7P
— Amit Malviya (@amitmalviya) January 15, 2020
શાહીનબાગમાં હાજર એ મહિલાઓને એ પણ ખબર હોતી નથી કે તેઓ શેના માટે પ્રદર્શન કરી રહ્યાં છે. તેમને બસ પોતાના પૈસાથી મતલબ છે. જે દિવસભર પ્રદર્શન કરીને તેમને મળે છે.
— Amit Malviya (@amitmalviya) January 18, 2020
6. દેશભરના ધાર્મિક કટ્ટરપંથીઓના ભેગા થવાના પુરાવા
શાહીન બાગના દેશદ્રોહી જમાવડાએ સાબિત કરી દીધુ છે કે કેન્દ્ર સરકારની એક ભારત શ્રેષ્ઠ ભારતની કોશિશ વિરુદ્ધ સમગ્ર દેશના ધાર્મિક કટ્ટરપંથીઓ ભેગા થઈ ગયા છે અને કોંગ્રેસ તેમને સપોર્ટ કરી રહી છે. ઝી મીડિયાને મળેલા દસ્તાવેજોમાં ખુલાસો થયો છે કે કેરળના અતિવાદી સંગઠન પીપલ્સ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા, જે પ્રતિબંધિત સંગઠન સિમીની જગ્યાએ બનાવવામાં આવ્યું છે તે શાહીન બાગના પ્રદર્શનકારીઓને ફંડિંગ કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર મામલે કોંગ્રેસનો હાથ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વકીલ કપિલ સિબ્બલનું નામ તેમા મુખ્યત્વે આવી રહ્યું છે.
આ બધા ચોંકાવનારા ખુલાસાઓ છેલાલા 40 દિવસ દરમિયાન થયા છે. શાહીન બાગના રાષ્ટ્રવિરોધીઓના જમાવડાને શરૂઆતમાં જ કચડી નાખવું સરળ હતું પરંતુ જો આમ કરાયું હોત તો દેશમાં ખૂણે ખૂણે ઉછરી રહેલા આ ભારત વિરોધીઓની ઓળખ શક્ય બનત નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે