આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે.

આતંકીઓ પર ફાયરિંગ કરતા પહેલા આપણા જવાન ચૂંટણી પંચની મંજૂરી માગે? PM મોદી

કુશીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવાર (12 મે)ના દાવો કર્યો કે લોકસભા ચૂંટણીમાં વિપક્ષ હારવાનું છે. કેમકે, જનતા કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવા માગે છે. પીએમ મોદીએ ત્યાં એક ચૂંટણી રેલીમાં કહ્યું કે, વિપક્ષી દળ લોકસભા ચૂંટણીમાં બધી બાજુએથી હારવાની છે. કેમ કે, લોકોને એક મજબૂત અને ઇમાનદાર સરકાર બનાવવાનું નક્કી કર્યું છે. શોપિયામાં થયેલી અથડામણ મુદ્દે વિપક્ષને આડે હાથ લેતા પીએમ મોદીએ કહ્યું કે, આપણા જવાન આતંકવાદીઓ પર ફાયરિંગ કરતા પહેલા ચૂંટણી પંચની મંજૂરી માગે. વિપક્ષ કેવી રમત રમી રહ્યું છે. મને આશ્ચર્યજનક થાય છે.

ગઠબંધન પર કર્યો પ્રહાર
સપા-બસપા ગઠબંધન પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, માયાવતી અને અખિલેશ યાદવ કરતા વધારે સમય ગુજરાતનો મુખ્યમંત્રી રહ્યો છું પરંતુ ક્યારે દામન પર કોઇ ડાધ લાગવા નથી દીધો.

અલવર કેસ પર કોંગ્રેસ સરકારને ઘેરી
રાજસ્થાનના અલવરમાં ગત મહિને થયેલા સામૂહિક બળાત્કાર કાંડ મામલે બસપા પ્રમુખ માયાવતીના નિન્દાત્મક નિવેદન વિશે વડાપ્રધાને કહ્યું કે, માયાવતી મગરમચ્છના આંસુ બંધ કરો. તેમણે કોંગ્રેસ નેતા સમા પિત્રોડાની એક વિવાદીત ટિપ્પણીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકાર એક દલિત મહિલા પર થેયલા અત્યાચારની ઘટનાને દબાવવા માગે છે. આ કિસ્સામાં કોંગ્રેસનું વલણ ‘થયું તો થયું’ જેવું છે.

શોપિયામાં થયેલી અથડામણનો કર્યો ઉલ્લેખ
જમ્મૂ કાશ્મીરના શોપિયામાં રવિવાર સવારે થયેલી અથડાણમનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું કે, આપણા જવાન આતંકવાદીઓ પર ફાયરિંગ કરતા પહેલા ચૂંટણી પંચથી મંજૂર માગે. વિપક્ષ કેવી રમત રમી રહ્યું છે. તેમણે કહ્યું કે, મને આશ્ચર્યજનક થાય છે કે વિપક્ષી પાર્ટીઓ કહી રહી છે કે ચૂંટણી થઇ રહી છે અને સુરક્ષા દળ આતંકવાદીઓ પર ફાયરિંગ કરી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news