HDFC બેંકમાં નોકરી કરવાની ઉત્તમ તક, વાર્ષિક પગાર 4 લાખ અને બીજું ઘણું બધુ
એચડીએફસી બેંકે બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીના સહયોગથી ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ(#future bankers)નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ યુવાન સ્નાતકોને તાલીમબદ્ધ, સુસજ્જ અને ગ્રાહકોને સારો પ્રતિભાવ આપી શકે તેવા વ્યાવસાયિકોમાં તબદીલ કરવાનો છે. સંકુલમાં અભ્યાસ, ઈન્ટર્નશિપ અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા પર પૂર્ણ સમયની નોકરીની તક પ્રાપ્ત થશે.
Trending Photos
મુંબઈ: એચડીએફસી બેંકે બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીના સહયોગથી ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ(#future bankers)નો પ્રારંભ કર્યો છે, જેનો ઉદ્દેશ યુવાન સ્નાતકોને તાલીમબદ્ધ, સુસજ્જ અને ગ્રાહકોને સારો પ્રતિભાવ આપી શકે તેવા વ્યાવસાયિકોમાં તબદીલ કરવાનો છે. સંકુલમાં અભ્યાસ, ઈન્ટર્નશિપ અને કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરવા પર પૂર્ણ સમયની નોકરીની તક પ્રાપ્ત થશે.
એચડીએફસી બેંકને નીચેની બાબતોમાં સહાય થશે
- લાયકાત ધરાવતા યુવાન સ્નાતકોની એક સર્જનાત્મક હરોળ તૈયાર થશે.
- વૈવિધ્યસભર વિસ્તારો, ભાષાઓ અને પ્રદેશો અનુસાર સતત ઉચ્ચ સ્તરીય ગ્રાહક અનુભવ સુનિશ્ચિત કરી શકાશે.
- પૂર્ણ સમયનો નિવાસી અભ્યાસક્રમ છે. જેમાં ભાગ લેનારે પ્રથમ 6 મહિના મણિપાલ ગ્લોબલ એકેડમીના બીએફએસઆઈ કેમ્પસમાં અને છેલ્લા 6 મહિના બેંકમાં ઈન્ટર્ન તરીકે ગાળવાના રહેશે.
- તમામ સફળ ઉમેદવારોને સેલ્સ અને રિલેશનસિપ બેંકીંગનુ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે અને તેમને પર્સનલ બેંકર્સ તરીકે બેન્કની દેશભરની વિવિધ શાખાઓમાં નિમણૂંક આપવામાં આવશે.
પગાર ધોરણ
- આ નિમણૂંકમાં જે કોઈ નગર કે શહેરમાં નિમણૂંક થઇ હશે તેના આધારે વાર્ષિક રૂ. 4 લાખ પગાર તથા મળવાપાત્ર ભથ્થા આપવામાં આવશે. બેંક આગામી 2-3 વર્ષમાં 5,000 આ પ્રકારના વ્યાવસાયિકોની નિમણૂંક કરવાનો ઈરાદો ધરાવે છે.
ઉમેદવારોએ આકરી પ્રોસેસમાંથી થવું પડશે પસાર
શરૂઆતથી જ ગુણવત્તા ધરાવતા યુવાનોને પ્રવેશ આપી શકાય તે હેતુથી અરજદારોએ આકરી સ્ક્રીનીંગ પ્રોસેસમાંથી પસાર થવાનુ રહેશે. એમાં ઓનલાઈન એસેસમેન્ટ અને ઈન્ટર્વ્યુ પણ સામેલ છે. સ્ક્રીનિંગ પ્રોસેસમાં પસંદગી પામેલા લોકો જ કેમ્પસ પ્રોગ્રામમાં જોડાઈ શકશે. આખા વર્ષ માટેની કોર્સ ફી રૂ. 3.3 લાખ વત્તા કરવેરા બીએફએસઆઈની મણીપુર ગ્લોબલ એકેડેમીને ચૂકવવાની રહેશે. ઇચ્છુક ઉમેદવારો એચડીએફસી બેંક તરફથી બજારની તુલનામાં ઓછા દરે એજ્યુકેશન લોન પણ મેળવી શકશે.
કોણ અરજી કરી શકે?
1)ભારતના નાગરિકો
2)માન્ય યુનિવર્સીટીઓમાંથી ઓછામાં ઓછા 55 ટકા ગુણ સાથે ઉતીર્ણ થયેલા પૂર્ણ સમયના સ્નાતકો
3)21 થી 26 વર્ષની વ્યક્તિઓ
કઈ રીતે અરજી કરવી:
1)ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવા માટે અહીંયા ક્લિક કરો
2)એસેસમેન્ટ ટેસ્ટ માટે એચડીએફસીબેંકના ઓફિશિયલ ઓનલાઈન પાર્ટનર એસ્પાયરિંગ માઈન્ડસને રૂ. 550/-નુ નોન-રિફંડેબલ પેમેન્ટ કરો. એચ.ડી.એફ.સી. બેન્કના ઓફિશિયલ એસેસમેન્ટ પાર્ટનર, એસ્પાયરિંગ માઈન્ડસ તમને ખાત્રી કરતો મેઈલ કરશે.
3)એસ્પાયરિંગ માઈન્ડસ તરફથી ઓનલાઈન લીંક મેળવ્યા પછી 7 દિવસમાં ઓનલાઈન એસેસમેન્ટ ટેસ્ટ કમ્પ્લીટ કરો.
4)એચ.ડી.એફ.સી. બેન્ક તરફથી રૂબરૂ ઈન્ટરવ્યુની સૂચનાની રાહ જુઓ
મુંબઈ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામનો પ્રારંભ એચડીએફસી બેંકના ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર વિજય રાઝદાન, સુબ્રત મોંહંતી, ગ્રુપ પ્રેસીડેન્ટ, મણીપાલ એજ્યુકેશન અને મણીપાલ ગ્રુપ તથા બીએફએસઆઈની મણીપાલ ગ્લોબલ એકેડમીના ચિફ બિઝનેસ ઓફિસર રોબીન ભૌમિક દ્વારા કરાવવામાં આવ્યો હતો.
રાઝદાને જણાવ્યું હતું કે, “અમે માનીએ છીએ કે ગ્રાહક અનુભવના આધારે ભવિષ્યનુ બેંકીગ નક્કી થશે. ગ્રાહકોને વિવિધ સંપર્ક બિંદુઓ પર એકસમાન છતાં હાઈ-ક્વોલિટી અનુભવ પૂરો પાડવાથી જ વિજેતા નક્કી થઇ શકશે. ફ્યુચર બેંકર પ્રોગ્રામ દ્વારા બેન્કને ઉચ્ચ તાલીમબદ્ધ વ્યાવસાયિકોની એક હરોળ મળશે જે ફક્ત આ જ કામ કરશે." અમે દેશના પ્રતિભાશાળી યુવાન સ્નાતકોને બેંકીંગ ક્ષેત્રમાં જોડાવા અને ભારતના સર્વશ્રેષ્ઠ વર્કપ્લેસીસમાંથી એક ખાતે કારકીર્દીના ઝડપી પ્રારંભ માટે અદભૂત તક પૂરી પાડી છે.“
ગ્રુપ પ્રેસીડેન્ટ, મણીપાલ એજ્યુકેશન અને મણીપાલ ગ્રુપ, સુબ્રત મોહંતીએ જણાવ્યું કે, “વિશ્વ સ્તરની બેંકો ઝડપથી ઈનોવેટીવ ટુલ્સ તેમજ ચપળ અને હોંશિયાર, ડિજિટલ સ્માર્ટ વર્કફોર્સ અપનાવીને કાર્યદક્ષ બેંકીંગ પ્રણાલીનુ નિર્માણ કરી રહી છે. બીએફએસઆઈની મણીપાલ ગ્લોબલ એકેડમી તેનાં અદ્યતન એડટેક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને અગ્રણી બેંક્સને તેમના વર્કફોર્સને ભવિષ્ય માટે સજજ બનાવવામાં મદદ કરે છે. એચડીએફસી બેંક અને મણીપાલ ગ્રુપે સાથે મળીને નવા યુગના ઉચ્ચ સ્તરીય બેંકર્સ તૈયાર કરવા માટે ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામનુ સહસર્જન કર્યું છે. અમને આત્મવિશ્વાસ છે કે આ પ્રોગ્રામથી એચડીએફસી બેંકનુ સ્થાન ખાનગી ક્ષેત્રની સૌથી ભરોસાપાત્ર બેંક તરીકે મજબૂત થશે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે