'અમદાવાદ જોબ મેળા' માં 33 કંપનીઓ દ્વારા 175 થી વધુ ઉમેદવારોને કરાયા શોર્ટલીસ્ટ

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019'નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. 'અમદાવાદ જોબ મેળા' એ ફ્રેશર્સ અને ગ્રેજ્યુએટ્સ માટેનો મેગા જોબ ફેર હતો, જેમાં ગુજરાતભરમાંથી 175 થી વધુ ઉમેદવારોને અંદાજે 33 કંપનીઓ દ્વારા તેમના માપદંડ મુજબ જોબ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા. કોલેજ દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019' ની આ ચોથી આવૃત્તિ હતી.
'અમદાવાદ જોબ મેળા' માં 33 કંપનીઓ દ્વારા 175 થી વધુ ઉમેદવારોને કરાયા શોર્ટલીસ્ટ

અમદાવાદ: અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજી અને freshersjobfair.in દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019'નું આજે આયોજન કરવામાં આવ્યું હતું. 'અમદાવાદ જોબ મેળા' એ ફ્રેશર્સ અને ગ્રેજ્યુએટ્સ માટેનો મેગા જોબ ફેર હતો, જેમાં ગુજરાતભરમાંથી 175 થી વધુ ઉમેદવારોને અંદાજે 33 કંપનીઓ દ્વારા તેમના માપદંડ મુજબ જોબ માટે શોર્ટલીસ્ટ કરવામાં આવ્યા હતા. કોલેજ દ્વારા 'અમદાવાદ જોબ મેળા 2019' ની આ ચોથી આવૃત્તિ હતી.

અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિયંક પટેલે જણાવ્યું હતું કે "અમદાવાદ જોબ મેળાનું આયોજન આઈટી, ફાર્માસ્યુટિકલ્સ, મેનેજમેન્ટ અને એન્જીનિયરીંગ સેક્ટર્સની તથા અન્ય ક્ષેત્રોની માનવબળ અને પ્રતિભાશાળી તેમજ ક્વોલિફાઈડ યુવાનોની જરૂરિયાત ધરાવતી અગ્રણી કંપનીઓ સાથે સંપર્ક કરાવવાના વિચાર સાથે કરવામાં આવ્યો હતો."

તેમણે વધુમાં જણાવ્યું કે "અમદાવાદ જોબ મેળા એ પ્રતિભા, સખત પરિશ્રમ અને ફ્લેક્સીબિલીટી ધરાવતા ફ્રેશ ગ્રેજ્યુએટસ અને કંપનીઓ વચ્ચેનો સેતુ છે. પોતાના આકરા માપદંડો અને જરૂરિયાતો હોવા છતાં ઘણી કંપનીઓ ફ્રેશ ગ્રેજ્યુએટ્સની માંગ ધરાવે છે. જોબ ફેરમાં સામેલ થયેલી કંપનીઓએ પ્રતિભાશાળી અને ક્વોલિફાઈડ યુવાનોમાંથી પસંદગી કરી હતી. ફ્રેશ ગ્રેજ્યુએટસને પણ કેટલીક કંપનીઓ દ્વારા તેમની વિવિધ જરૂરિયાતો અનુસાર પસંદ કરવામાં આવ્યા છે."

વર્તમાન સ્થિતિ અંગે વાત કરતાં અમીરાજ કોલેજ ઓફ એન્જીનિયરીંગ એન્ડ ટેકનોલોજીના મેનેજીંગ ટ્રસ્ટી કીનીશ પટેલે જણાવ્યું હતું કે "સામાન્ય રીતે ફ્રેશ ગ્રેજ્યુએટ્સની કોર્પોરેટ જગતમાં માંગ રહે છે, કારણ કે તે વિવિધ કાર્યશૈલીઓ અને કલ્ચર્સમાં બંધ બેસી શકે છે. કંપનીઓ સામાન્ય રીતે તાલિમ આપીને તેમના કૌશલ્યને સતેજ કરવાનું કામ કરતી હોય છે તથા તેમના કૌશલ્યમાં કંપનીની જરૂરિયાત મુજબ વધારો કરતી હોય છે."

તેમણે જણાવ્યું કે "અમીરાજના તાલિમ અને પ્લેસમેન્ટ ફેર અંતર્ગત ઉદ્યોગોની જરૂરિયાતો સમજવા તથા તે માટે વિદ્યાર્થીઓને જરૂરી તાલિમ અને અભ્યાસક્રમ પૂરો પાડવા માટે સતત પ્રયાસ કરવામાં આવે છે. આને કારણે વિદ્યાર્થીઓના સ્કીલ સેટને સુધારવામાં સહાય થાય છે અને તેમને કંપનીઓ માટે યોગ્ય ઉમેદવાર બનાવી શકાય છે."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news