Raksha Bandhan: રક્ષાબંધનમાં ભાઈની સાથે-સાથે બહેન કેમ પોતાની ભાભીને પણ બાંધે છે રાખડી? જાણો
Raksha Bandhan: રક્ષાબંધનમાં બદલાતા સમય સાથે ટ્રેન્ડ પણ બદલાઈ રહ્યો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ભાઈની સાથો-સાથ બહેન પોતાની ભાભીને પણ રાખડી બાંધતી થઈ છે. ભાભી માટેની સ્પેશિયલ રાખડીઓ પણ નણંદ પોતે જ ખરીદે છે. શું છે તેની પાછળની રોચક કહાની એ પણ જાણીએ...
Trending Photos
Raksha Bandhan: રક્ષાબંધન એક એવો તહેવાર છે જે પ્રેમ, ત્યાગ અને વિશ્વાસને દર્શાવે છે. આ બંધન શિખવાડે છે કે કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો છે. સામાન્ય રીતે બહેન પોતાના ભાઈને રાખડી બાંધે છે. પરંતુ તેની સાથે પોતાની ભાભીને પણ રાખડી બાંધે છે. આ વખતે રક્ષાબંધનના પર્વ પર માર્કેટમાં ભાઈની સાથે ભાભી રાખડીનું પણ અનેરુ આકર્ષણ જોવા મળ્યું હતું
રક્ષાબંધનનો તહેવાર એટલે ભાઇ અને બહેનના લાગણીસભર સંબંધોની ઉજવણીનો તહેવાર. રક્ષાબંધનની ઉજવણી ભારતભરમાં અલગ અલગ રીતે કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ભાઇની સાથે સાથે સાથે ભાભીને પણ રાખડી બાંધવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ભાભીને બાંધવામાં આવતી રાખડીને ચૂડા રાખડી કે લુંબા રાખડી કહેવાય છે. લગ્ન બાદ ભાઈનાં સુખ તેમજ દુ:ખની સાથી તેની પત્ની હોય છે તેથી ભાઈની સાથે બહેન એટલેકે, નણંદ પોતાની ભાભીને પણ રાખડી બાંધે છે.
મેચિંગ લુંબાની શોખીન માનુનીઓ તેમના ડ્રેસને મેચિંગ હોય પર્લ તેમજ લટકણનો ઉપયોગ કરીને બનાવેલી લુંબા રાખીની પસંદગી કરે છે. જડતર લુંબા જડતર લુંબા ગ્લેમર લુક આપે છે. આ સ્ટાઇલની લુંબા રાખડીમાં સ્ટોન, પર્લ અને અમેરિકન ડાયમંડનો ઉપયોગ થાય છે. રક્ષાબંધન પછી આ જડતર લુંબાને કુર્તી તેમજ ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકાય છે. ટ્રેડિશનલ લુંબા લુંબા રાખડી પહેલાં પરંપરાગત રીતે રેશમના દોરાથી બનાવવામાં આવતી હતી. જોકે હવે એનો ગ્લેમરસ લુક વધારે લોકપ્રિય છે. પરંપરાગત લુંબા બનાવવા માટે સોના અને ચાંદીનો ઉપયોગ પણ કરી શકાય છે.
કાન્હાજીને રાખડી-
પરંપરાઓના દેશમાં અનેક જગ્યાએ બ્રાહ્મણ કે પંડિત ભક્તોને પણ રક્ષાસૂત્ર બાંધે છે. કેટલાક લોકો કાન્હા કે રામજીને રાખડી પણ બાંધે છે. તેઓ પ્રાર્થના કરે છે કે તેનો પરીવાર સુખી અને સંપન્ન રહે.
જનોઈ બદલવાની પરંપરા-
મહારાષ્ટ્રમાં શ્રાવણી પૂનમના દિવસને નાળિયેર પૂનમ તરીકે ઉજવાય છે. આ દિવસે મરાઠી લોકો નદી કે સમુદ્રના કિનારે જઈ જનોઈ બદલે છે અને સમુદ્રની પૂજા કરે છે. આ દિવસે કેટલાક આદિવાસી ઝાડની પણ પૂજા કરે છે અને તેને રાખડી બાંધી અને તે લીલાછમ રહે તેવી પ્રાર્થના કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે