સાવ બદલાઈ ગઈ બજરંગી ભાઈજાનની મુન્ની, ભાઈબીજની તસવીરો થઈ વાયરલ

હર્ષાલી પોતાની લેટેસ્ટ તસવીરોમાં બહુ જ મોટી દેખાઈ રહી છે. જે દિવાળી અને ભાઈબીજના દિવસે ક્લિક કરાઈ છે

ઝી મીડિયા/બ્યૂરો :બજરંગી ભાઈજાન (Bajrangi Bhaijaan) માં સલમાન ખાન (Salman Khan) ની સાથે બાળ કલાકાર તરીકે એન્ટ્રી કરનાર હર્ષાલી મલ્હોત્રા (Harshaali Malhotra) એ દિવાળીની તસવીરો શેર કરી છે. ભાઈબીજના દિવસે તેણે પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરીને પોતાના આશ્ચર્યચકિત કરી દીધા છે. 

ચોંકી ઉઠ્યા હર્ષાલીના ફેન

1/4
image

સલમાન ખાનની સાથે સહઅભિનય કરનાર હર્ષાલી મલ્હોત્રા હવે બહુ જ મોટી થઈ ગઈ છે. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો તસવીર. સલમાન ખાને દિવાળીના સમારોહ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેના હર્ષાલીના ફેન્સ શોક્ડ થઈ ગયા. વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો. બજરંગી ભાઈજાનમાં બાળકીનો રોલ કરનાર મુન્ની કેટલી મોટી થઈ ગઈ. 

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે હર્ષાલીના દિવાળી પિક્સ

2/4
image

હર્ષાલી પોતાની લેટેસ્ટ તસવીરોમાં બહુ જ મોટી દેખાઈ રહી છે. જે દિવાળી અને ભાઈબીજના દિવસે ક્લિક કરાઈ છે. દિવાળીની તસવીરોમાં 12 વર્ષની હર્ષાલી લાલ ચુડીદાર કુર્તો પહેરેલી અને ગોલ્ડન દુપટ્ટામાં સજ્જા દેખાઈ રહી છે. સાથે જ તેણે સોનાની જ્વેલરી પણ પહેરી છે. 

સલમાન ખાન સાથે કર્યું હતું ડેબ્યૂ

3/4
image

જૂન 2008માં જન્મેલી હર્શાલીએ કબીર ખાન નિર્દેશિત ફિલ્મ બજરંગી ભાઈજાનમાં સલમાન ખાનની સાથે બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું. બ્લોક બ્લસ્ટર બનેલી આ ફિલ્મમાં નવાજુદ્દીન સિદ્દીકી અને કરીના કપૂર મુખ્ય ભૂમિકામાં હતા. હર્ષાલીએ કેટલીક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. તેમજ કુબૂલ હૈ અને લૌટ આઓ તૃષા જેવી ટિલિવિઝન સીરિયલમાં પણ કામ કર્યું છે. 

હર્ષાલી ઈન્સ્ટાગ્રામ સેન્સેશન

4/4
image

હર્ષાલીએ એ તસવીરો પણ શેર કરી છે, જેમાં તે ભાઈ હાર્દિક સાથે ભાઈબીજ મનાવી રહી છે. હર્ષાલીએ આ તસવીરને ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું કે, એક બહુ જ ખુશ ભાઈદૂજ, જે મને બહુ પસંદ છે. મને સૌથી વધુ પ્રેમ કરે છે. હૈપ્પી ભાઈદૂજ. હાર્દિક’