કેનેડાથી કરતાપુર આવવા માટે નિકળેલી શીખ શ્રદ્ધાળુઓની બસ પહોંચી પેરિસ

સમાચાર એજન્સી PTI અનુસાર, સોશિયલ મીડિયામાં આ બસનો એક વીડિયો વાયરલ થયો છે. જેના અનુસાર શીખ શ્રદ્ધાળુઓની આ બસ પેરીસ પહોંચી છે. વીડિયોમાં બસમાં રસોડું, ડાઈનિંગ ટેબલ, વોશરૂમ અને બેડરૂમ સહિતની તમામ સુવિધાઓ છે. આ બસમાં આગળના ભાગે લખ્યું છે, 'કરતારપુરની યાત્રા'(Journey to Kartarpur).

ઝી ડિજિટલ ડેસ્ક/અમદાવાદઃ  કેનેડામાં શીખોની સૌથી વધુ સંખ્યા છે. કેનેડાથી કરતારપુર આવવા માટે નિકળેલી શીખ શ્રદ્ધાળુઓની એક બસ પેરિસ પહોંચી છે. શીખ શ્રદ્ધાળુઓ શીખ પંથના પ્રથમ ગુરૂ બાબા ગુરૂનાનક દેવના 550મા જયંતી સમારોહમાં ભાગ લેવા માટે પાકિસ્તાન આવી રહ્યા છે. આ લોકો કેનેડાથી ભારતના સુલ્તાનપુર લોધી થઈને કરતારપુર પહોંચવાના છે. (તમામ ફોટો સાભાર ફેસબૂક પેજ 'Journey to Kartarpur') 

Journey to Kartarpur ફેસબૂક પેજ બનાવ્યું

1/7
image

શીખ શ્રદ્ધાળુઓ દ્વારા આ યાત્રા માટેનું એક ફેસબૂક પેજ 'ધ જર્ની ટૂ કરતારપુર એન્ડ સુલ્તાનપુર લોધી' બનાવાયું છે. જેમાં તેમની મુસાફરી શરૂ કરવાથી માંડીને આગળની મુસાફરી સુધીના ફોટો અને વીડિયો સમયાંતરે મુકવામાં આવી રહ્યા છે. આ પેજ પર લખવામાં આવ્યું છે કે, "ઈન્ટરનેશનલ પંજાબી ફાઉન્ડેશન, કેનેડાની આગેવાનીમાં આ બિનનફાકારક પહેલ છે. તેની શરૂઆત આ વર્ષે એપ્રિલ મહિનામાં કરાઈ હતી.

બસ અને તેની સાથે એક કાર પણ છે

2/7
image

આ બસમાં એક પરિવારના 10 લોકો મુસાફરી કરી રહ્યા છે, જેની આગેવાની ગુરૂચરણ સિંહ બનવાઈટ કરી રહ્યા છે. કેનેડાનો આ શીખ પરિવાર 'કરતારપુર કોરિડોર'ના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે આવી રહ્યો છે.   

બસ પર દોર્યો છે સંપૂર્ણ નકશો

3/7
image

કેનેડામાં રહેતા એક શીખ પરિવારે આ બસની વ્યવસ્થા કરી છે. બસની ઉપર કેનેડાથી ભારતના સુલ્તાનપુર લોધી થઈને કરતારપુર પહોંચવાનો સંપૂર્ણ નકશો પણ દોરવામાં આવ્યો છે.   

કરતારપુરની યાત્રા

4/7
image

સમાચાર એજન્સી PTI અનુસાર, સોશિયલ મીડિયામાં આ બસનો એક વીડિયો વાયરલ થયો છે. જેના અનુસાર શીખ શ્રદ્ધાળુઓની આ બસ પેરીસ પહોંચી છે. વીડિયોમાં બસમાં રસોડું, ડાઈનિંગ ટેબલ, વોશરૂમ અને બેડરૂમ સહિતની તમામ સુવિધાઓ છે. આ બસમાં આગળના ભાગે લખ્યું છે, 'કરતારપુરની યાત્રા'(Journey to Kartarpur).  

જહાજમાં પાર કરશે એટલાન્ટિક સમુદ્ર

5/7
image

આ પરિવાર જ્યારે બ્રહ્મટનથી રવાના થયો ત્યારે ત્યાં એક વિશેષ કાર્યક્રમમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.  નકશા મુજબ આ બસ એક જહાજ દ્વારા એટલાન્ટિંક સમુદ્ર પાર કરશે. કરતારપુર પહોંચતા પહેલાં બસ લંડન, ફ્રાન્સ, જર્મની, સ્વિટ્ઝરલેન્ડ, ઓસ્ટ્રિયા, તુર્કી અને ઈરાનમાંથી પસાર થશે.   

નવેમ્બરમાં પહોંચશે ભારત

6/7
image

આ બસ નવેમ્બર મહિનામાં ભારતના સુલ્તાનપુર લોધી પહોંચશે. બસ કેનેડાના ટોરોન્ટોના બ્રામ્પ્ટન વિસ્તારમાંથી 3 સપ્ટેમ્બરના રોજ રવાના થઈ છે. 

વિશ્વશાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન

7/7
image

આ યાત્રાનો મુખ્ય ધ્યેય પ્રવાસના માધ્યમથી વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. આ પ્રયાસનો મુખ્ય હેતુ જરૂરિયાત ધરાવતા લોકો માટે કરતારપુરમાં ગુરૂનાનક મિશન કેન્દ્રનું નિર્માણ કરવાનો છે." (તમામ ફોટો સાભાર ફેસબૂક પેજ 'Journey to Kartarpur')