ડમી મેયર, ડમી કમિશનર સાથે સામાન્ય સભા યોજાઈ, ને કોઈને જાણ સુદ્ધા ન થઈ....

કોંગ્રેસ દ્વારા એએમસી કેમ્પસમાં સમાંતર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ડમી સામાન્ય સભા ઉભી કરાઈ હતી

અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદ મહાનગરપાલિકાની ઓફિસ બહાર આજે અનોખો નજારો જોવા મળ્યો હતો. કોરોનાના પગલે થતી ઓનલાઈન સામાન્ય સભાની પદ્ધતિથી પ્રજાનો પ્રશ્નોને વાચા મળતી નથી તેવા કારણ સાથે કોંગ્રેસે અનોખો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસ દ્વારા એએમસી કેમ્પસમાં સમાંતર સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા ડમી સામાન્ય સભા ઉભી કરાઈ હતી. જેમાં ડમી મેયર, ડમી કમશિનર અને ડમી રીતે સામાન્ય સભામાં થતી કામગીરી કરવામાં આવી હતી. Amc માં યોજાતી સામાન્ય સભામાં જે દ્રશ્યો સર્જાય છે, તે આબેહૂબ રીતે તાદ્દશ કરવામાં આવી હતી અને કોર્પોરેટર વચ્ચે ચર્ચા ઉભી કરવામાં આવી  હતી. 

ડમી મેયર અને કમિશનર ઉભા કરાયા

1/3
image

આજે amc ની માસિક સામાન્ય સભા મેયરની અધ્યક્ષતામાં ઓનલાઈન મળી હતી. ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે સભામાં હાજરી અપાઈ હતી. કોંગ્રેસનું amc પ્રાંગણમાં સમાંતર સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. જેમાં બહેરામપુર મહિલા કોર્પોરેટરને ડમી મેયર બનાવાયા હતા. તો દરિયાપુર કોર્પોરેટરને ડેપ્યુટી મેયર બનાવાયા હતા. કમિશનર તરીકે જમાલપુર કોર્પોરેટર હતા. ઓનલાઈન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ થતી ન હોવાની રજૂઆત સભામાં કરાઈ હતી. તો સભામાં ઓરિજિનલ સભાની જેમ ફાઈલો પણ ઉછાળવામાં આવી. જેના બાદ બોર્ડ બરખાસ્તની જાહેરાત પણ કરાઈ હતી. 

પોલીસ ઉંઘતી ઝડપાઈ

2/3
image

કોંગ્રેસ દ્વારા સમગ્ર આયોજનમાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોટો પોલીસ કાફલો પહોંચ્યો હતો. કોંગ્રેસ દ્વારા ઓનલાઈન પદ્ધતિથી પ્રજાના પ્રશ્નોની ચર્ચા જ થતી ન હોવાની રજૂઆત આ કાર્યક્રમ થકી કરવામાં આવી હતી. મેયરને મર્યાદિત સંખ્યામાં સભ્યો બોલાવવા રજૂઆત બાદ પણ મેયરની મંજૂરી મળતી નથી.  

એએમસી શાસકો હજી પણ ઓફિસ આવતા નથી

3/3
image

Amc શાસકો દ્વારા હજીપણ દાણાપીઠ ખાતે આવતા નથી. આજની સામાન્ય સભા પણ ઉષ્માનપુરા ખાતેથી સંચાલિત થઈ હતી. મેયરના સહિતના શાસકો અને કમિશનર હજીપણ મુખ્ય ઓફિસ નથી આવી રહ્યા. નિમણૂંક બાદથી કમિશનર મુકેશ કુમાર દાણાપીઠ નથી આવ્યા. Amc મુખ્યમથકનું સરનામું ઉસમાનપુરા અને રિવરફ્રન્ટ હાઉસ કરાયાની amc વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.