ગુજરાતમાં ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે રાજ્યમાં વરસાદના આગમનને લઈને હવામાન નિષ્ણાતોએ મહત્વના સંકેતો આપ્યા છે. હાલ મહારાષ્ટ્રમાં થઈ રહેલા ભારે વરસાદની પ્રી-મોન્સૂન અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ કેવો રહેશે તે અંગે જાણીતા વેધર એક્સપર્ટ ચિરાગ શાહ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહી રજૂ કરી છે.
Gujarat Monsoon 2026: અંબાલાલ પટેલની આગાહી મુજબ જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીથી લઈને ભારે વરસાદી આફત આવી શકે છે.અલ નિનોની આ ઘાતક સ્થિતિને કારણે મધ્ય ભારત, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગો વધુ પ્રભાવિત થશે, જેના લીધે ચોમાસાના અંતમાં વરસાદની ખેંચ અથવા અનિયમિતતા જોવા મળી શકે છેય ગુજરાતના ખેડૂતો અને નાગરિકો માટે આગામી 20 થી 30 જૂનનો સમયગાળો હવામાનની દૃષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થશે.
Gujarat Rain Agahi: ગુજરાતમાં એક તરફ કાળઝાળ ગરમીનો તાપ છે, તો બીજી તરફ વાતાવરણ અચાનક પલટી મારતું જોવા મળી રહ્યું છે. ઉનાળાની વચ્ચે જ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો શું છે હવામાનનો તાજો અંદાજ? ખેડૂતો માટે આ બદલાતું વાતાવરણ કેટલું જોખમી બની શકે? હવામાન વિભાગે શું કરી છે નવી આગાહી.
Gujarat Rain Forecast: ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની સંયુક્ત અસરને કારણે અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની ગતિમાં વધારા સાથે તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન વિભાગના મતે 30 તારીખે રાજ્યના આઇસોલેટેડ (છૂટાછવાયા) વિસ્તારોમાં થન્ડરસ્ટ્રોમ (ગાજવીજ) સાથે વરસાદની આગાહી છે. આટલું જ નહીં, 2 અને 3 તારીખે ફરી એકવાર રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે.
Ambalal Patel Agahi: ગુજરાતનું વાતાવરણ ફરી બદલાવાનું છે અને લોકોએ ભર ઉનાળે કડાકા-ભડાકા સાથે વરસાદ આવશે તેવી તૈયારી રાખવાની છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બન્નેએ ઉનાળામાં આફતની આગાહી કરી છે. ક્યા ક્યા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ અને શું થઈ શકે છે તેની આડઅસર. ચાલો જાણીએ.
Ambalal Patel Agahi: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ભારે પલટો જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતના હવામાનની સ્થિતિ ઉનાળો છે કે ચોમાસું તે સમજવું મુશ્કેલ બની ગયું છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. હજી થોડા દિવસો પહેલા જ કમોસમી વરસાદ અને ભારે પવને વિનાશ વેર્યો હતો. ત્યાં ફરી માવઠાની આગાહી સામે આવી છે. ફરી ક્યાં વરસાદ બોલાવશે તબાહી? શું કરી અંબાલાલ અને હવામાન વિભાગે આગાહી? ચાલો જાણીએ.
Gujarat Rain Forecast: ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક માવઠાનો માર. એક તરફ લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, તો બીજી તરફ ખેડૂતની આંખોમાંથી આંસુઓની નદીઓ વહી રહી છે. ગુજરાતનું હવામાન જાણે શું કરવા બેઠુ છે તે જ સમજાતું નથી. ઉનાળો છે કે ચોમાસું? સમજાતું નથી. હજુ બે-ત્રણ દિવસ પહેલા જ માવઠાનો મારથી ખેડૂત બેઠો થઈ શક્યો નથી ત્યાં ફરી ડરામણી આગાહી આવી છે. ફરી ક્યાં પડવાનો છે વરસાદ? શું કરી અંબાલાલ અને હવામાન વિભાગે આગાહી? ચાલો જાણીએ.
Ambalal Patel Forecast: ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. જ્યારે બીજીતરફ દેશભરના વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચાલો જાણીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે શું કરી છે આગાહી.
Gujarat Weather Forecast: ગરમીના પ્રકોપ વચ્ચે ગુજરાત પર ફરી એકવાર આકાશી આફતની ઘાત તોળાઈ રહી છે! એકબાજુ આકરો ઉનાળો અને બીજીબાજુ માવઠાનો માર. જગતનો તાત હવે કુદરતના બેવડા પ્રહાર વચ્ચે ફસાયો છે. ત્યારે શું આ વખતે ઉનાળો શરૂ થતા જ પૂરો થઈ જશે? ચાલો જાણીએ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે શું કરી છે નવી આગાહી.
Gujarat Rain Forecast: રાજ્યમાં હાલમાં કાળજાળ ગરમી પડી રહી છે. રાજ્યમાં હાલ લોકો અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભરઉનાળે માવઠું થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આગામી 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓનાં કમોસમી વરસાદ પડી શકે છે. તો ચાલો જાણીએ ક્યા-ક્યા જિલ્લામાં વરસાદની આગાહી છે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી પાંચ દિવસમાં રાજ્યના તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે. આ આકરી ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ માવઠાની આગાહી કરી છે. તો એકતરફ લોકોને ગરમીથી થોડી રાહત મળશે, પરંતુ બીજીતરફ ભરઉનાળે માવઠાની આગાહી કરતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે.
Gujarat Weather: વસંત ઋતુના આગમન સાથે ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે હવામાન વિભાગે એક મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22 થી 24 ફેબ્રુઆરી દરમિયાન 12 રાજ્યોમાં હવામાન બગડવાની સંભાવના છે. પર્વતોમાં હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદની આગાહી છે. જ્યારે આગામી 48 થી 72 કલાકમાં ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે. તેવી રીતે ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને સાંજે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યારે બપોરે કાળઝાળ ગરમી પડી રહી છે.
Gujarat Weather Forecast: દેશમાં વરસાદ ફરી એકવાર મુશ્કેલી વધારશે. IMDએ 7 રાજ્યો માટે ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન વાવાઝોડા જોવો ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. આ વરસાદના કારણે ફરી એકવાર કેટલાક રાજ્યોમાં ઠંડીનું મોજું ફરી શકે છે અને તાપમાનમાં પણ ઘટાડો થવાની સંભાવના છે.
Gujarat Weather Forecast: હોળીના દિવસો નજીક આવી રહ્યા છે. સૂર્યદેવ અત્યારથી જ લોકોને આકરી ગરમીનો પરચો દેખાડી રહ્યા છે. તેવા સમયે વગર સિઝને આવેલા વરસાદે ચિંતા વધારી દીધી છે. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોના માથે સંકટના વાદળ છવાયા છે. બીજી તરફ હવામાન વિભાગે તો હવે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોનું ટેન્શન વધી ગયું છે.
Gujarat Rain Forecast: માવઠાએ ગુજરાતની માઠી દશા બેસાડી છે, માવઠાનું સંકટ હજુ પણ ટળ્યું નથી. માવઠાનો માર ઝીલવા માટે હજુ પણ ગુજરાતીઓએ તૈયાર રહેવું પડશે. કમોસમી વરસાદ હજુ પણ પાંચ દિવસ હાહાકાર મચાવવાનો છે. અંબાલાલ પટેલે તો આગામી 48 કલાકમાં ભારે વરસાદનું અનુમાન કર્યું છે. ત્યારે ક્યાં ક્યાં પડવાનો છે ભારે વરસાદ?
Ambalal Patel forecast: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી. આગામી 12 કલાકમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો અને અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ હવામાન પલટાયા ક મોસમી વરસાદની આગાહી. 31 તારીખ માં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા. જેમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા, બંગાળ સાગર વાવાઝોડાની અસર અને અરબી સમુદ્રનું હળવું દબાણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રભાવિત કરશે.
Gujarat Weather Forecast: ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી આંધી-તોફાન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપી છે. IMD અનુસાર, દરિયાની નજીકના વિસ્તારોમાં સાવધાની રાખવાની જરૂર છે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં ફરી એકવાર કુદરતનો કોપ વરસવાનો છે. અરબ સાગરની ડીપ ડિપ્રેશન સિસ્ટમ હવે ગુજરાત પર ફરી એકવાર આફતના વાદળો મંડરાઈ રહ્યા છે. અરબસાગરમાં ડિપ્રેશન બનતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના અન્ય ભાગોમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, જ્યારે અન્ય ભાગોમાં ચાર દિવસ વરસાદની આગાહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે.
Shakti Cyclone: અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું હવે તીવ્ર બની ગયું છે, પરંતુ ગુજરાત માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગ અને નિષ્ણાતોની આગાહી મુજબ આ વાવાઝોડું 6 ઓક્ટોબરના રોજ ગુજરાત તરફ આવતા પહેલા યુ-ટર્ન લેશે અને ગુજરાતની નજીક પહોંચતા જ તે નબળું પડી જવાની સંભાવના છે. જોકે, આ દરમિયાન 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.
Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં સર્જાયેલી મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ ગુજરાત પરથી પસાર થઇ રહી હોવાથી ભારે વરસાદની સ્થિતિ સર્જાઇ છે. આ સિસ્ટમ ડિપ્રેશન બાદ વેલ માર્ક લો પ્રેસર એરિયા બની. આ સિસ્ટમના કારણે 2 ઓક્ટોબર સુધી વરસાદ વરસશે. આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી થઇને સૌરાષ્ટ્ર તરફથી પસાર થઇ રહી છે. જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમ આગળ વધીને અરબી સમુદ્રમાં જતી રહેશે.
Gujarat Rain Forecast: ગુજરાતમાં નવરાત્રિના તહેવારમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે. રવિવારે દક્ષિણ ગુજરાતમાં 7 થી 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના કારણે સૌરાષ્ટ્ર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાથી ખેલૈયાઓની મજા બગાડી હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગામી 72 કલાક માટે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ અને કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Gujarat Rain Forecast: દેશભરમાં નૈઋત્ય ચોમાસાની વિદાયનો પ્રારંભ થઈ ગયો છે. જોકે, આ વચ્ચે હજી પણ ગુજરાતમાં મેઘરાજા વિદાય લેતાં પહેલા હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં આગામી 15 સપ્ટેમ્બર સુધી 21 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ દરમિયાન રાજ્યમાં 30-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.