શાંત અને શાનદાર દેશમાં ફરવા માગતા હોય તો યુરોપનો આ દેશ છે પરફેક્ટ ચોઈસ

માલટામાં ઉગમતા અને આથમતા સૂર્યને નિહાળવા મોટી સંખ્યામા લોકો આવતા હોય છે. જેને જોવા વર્ષભરમાં પ્રવાસીઓ આવતા રહે છે. અહી યુરોપીય દેશોના મુસાફરો સૌથી વધુ આવે છે. આધુનિકતાની વચ્ચે આ દેશે જૂના કિલ્લાને સાચવીને રાખ્યા છે

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દુનિયા એચબીઓ (HBO)ની સુપરહીટ સીરીઝિ ગેમ ઓફ થ્રોન્સ (Game of Thrones) ની દિવાની છે. આ સીરિઝનું મોટાભાગનું શુટિંગ માલટા (Malta) નામના દેશમાં થયું છે. આ દેશ શાનદાર ભૂતકાળ અને વર્તમાનને આવરીને પોતાની અલગ ઓળખ બનાવવા માટે પ્રખ્યાત છે. આ દેશની સુંદરતા સમગ્ર દુનિયાભરમાં ફરવાના શોખીનોને પોતાની તરફ આકર્ષિત કરે છે. 

યુરોપીય કલ્ચર આ દેશની શાન

1/5
image

પૂર્વીય યુરોપમાં વસેલો માલટા દેશ બહુ જ સુંદર છે. ઈસાના 5900 વર્ષ પહેલાની માનવીય વસવાટ આ દેશમાં જોવા મળે છે. યુરોપીય કલ્ચર આ દેશની શાન છે. રોમન કેથલિક વિસ્તારો ધરાવતા આ દેશ પર અરેબિયન કલ્ચરનો પણ ખાસ્સો પ્રભાવ છે. જોકે, આ દેશને 1960 ના દાયકામાં બ્રિટનમાંથી આઝાદી મળી હતી. આ દેશમાં માલટન બાદ અંગ્રેજી આજે પણ અધિકારીક ભાષા છે અને દેશની 60 ટકા આબાદી શાનદાર ઈટાલિયન બોલે છે. 

ભૂમધ્ય સાગરના ખોળામાં બેસેલો દેશ

2/5
image

ભૂમધ્ય સાગરમાં વસેલ માલટાની સુંદરનો ક્યાસ એ બાબત પરથી લગાવી શકાય છે કે, આ દ્વીપીય દેશ ભૂમધ્ય સાગરના વચ્ચોવચ છે. તે યુરોપ અને આફ્રિકાની વચ્ચે બ્રિજનું કામ કરે છે. માલટાની સૌથી નજીકનો દેશ ઈટલી છે. તે ઈટલીના સિસલી ટાપુથી 60 કિલોમીટર દૂર છે. અહીંના લોકો તહેવારો ઉજવવા માટે પ્રખ્યાત છે. 

સૂર્યની સુંદરતા જોવા આવે છે લોકો

3/5
image

માલટામાં ઉગમતા અને આથમતા સૂર્યને નિહાળવા મોટી સંખ્યામા લોકો આવતા હોય છે. જેને જોવા વર્ષભરમાં પ્રવાસીઓ આવતા રહે છે. અહી યુરોપીય દેશોના મુસાફરો સૌથી વધુ આવે છે. પોતાના આધુનિકતાની વચ્ચે આ દેશે જૂના કિલ્લાને સાચવીને રાખ્યા છે. જાણો કે, ભૂતકાળમાઁથી હમણા જ પસાર થઈને નીકળ્યો હોય. આ તમામ કિલ્લા તમે ગેમ ઓફ થ્રોન્સમાં જોઈ ચૂક્યા હશો. 

સમુદ્રની ઊંડાઈ વધતી જાય છે

4/5
image

માલટાના બીચ બહુ જ સુંદર છે. જેના માટે તે ફેમસ છે. કુદરતે આ દેશ પર બહુ જ પ્રેમ વરસાવ્યો છે. સમુદ્રના ખોળામાં વસેલ આ દેશના બીચ સમુદ્રની અંદર જતા જ ઊંડાઈમાં બદલાઈ જાય છે. પરંતુ આ ઊંડાઈ લોકોને ડરાવે તેમ નથી હોતી.

અંડરવોટર સ્પોર્ટસ માટે ફેમસ

5/5
image

આ દેશમાં રણનો પણ નાનકડો હિસ્સો છે. સાથે જ ઘનઘોર જંગલ પણ જોવા મળશે. તમે અંડરવોટર સ્પોર્ટસના દિવાના છો તો માલટા તમને બહુ જ ગમશે.