આ ગુજરાતીઓએ મળીને પીએમ મોદીનો જન્મદિવસ યાદગાર બનાવ્યો, જુઓ શું શું કર્યું....

આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. આખો દેશ વિવિધ રીતે તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. ગુજરાતના આ પનોતા પુત્રને લોકો વિવિધ ભેટ આપી રહ્યાં છે. આવામાં ગુજરાતના તેમના ચાહકોએ તેમના માટે ખાસ ભેટ તૈયાર કરી છે. 

ઝી મીડિયા/બ્યૂરો :આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. આખો દેશ વિવિધ રીતે તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. ગુજરાતના આ પનોતા પુત્રને લોકો વિવિધ ભેટ આપી રહ્યાં છે. આવામાં ગુજરાતના તેમના ચાહકોએ તેમના માટે ખાસ ભેટ તૈયાર કરી છે. 

1/4
image

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદની કેતા દુધિયાએ મોદીના 71 સ્ટેમ્પ સાઈઝના પેઈન્ટિંગ તૈયાર કર્યાં છે. મોદીજીના નાનપણથી લઈને અત્યાર સુધીના વિવિધ એક્સપ્રેશનના ચહેરાઓને એક જ ફ્રેમમાં ટાંકવામાં આવ્યા છે. આ પેઈન્ટિંગને તેઓ દિલ્હી જઈને રૂબરુ આપવા માંગે છે.  

2/4
image

સુરતના બ્રેડલાઈનર પરિવાર દ્વારા સામાજિક જાગૃતિના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71માં જન્મદિવસ નિમિત્તે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશને કોરોનાથી બચાવવા માટે પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની સેવા કરનાર કોરોના વોરિયર્સને સન્માનિત કરવા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આરોગ્ય સેવા, ટ્રાફિક અને ભોજન સેવા આપનાર 711 કોરોના વોરિયરને કેક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની ડીજિટલ ઉજવણી કરવામાં આવી હતી. 711 કોરોના વોરિયર્સે ડિજીટલ કટીંગ કર્યું હતું, 

3/4
image

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 71મા જન્મદિવસે સુરતીઓએ અનોખી ભેટ આપી છે. સુરતના 25 જેટલા કલાકારોએ સાથે મળીને નરેન્દ્ર મોદી અને તેમની માતા હીરાબાનું ચિત્ર બનાવ્યું છે. 5 બાય 7નું ખાસ ચિત્ર તૈયાર કરવામાં આવ્યું છે, જેને લાકડાના 80,000 ટુકડાને ભેગા મળીને તૈયાર કરાયું છે. 25 કલાકારો સાથે મળીને 12 મહિનાથી આ ચિત્ર બનાવી રહ્યા હતા. 

4/4
image

સુરત શહેરમાં 70 હજાર વૃક્ષો વાવીને તેમને ઉછેરવાનો કાર્યક્રમ આજે કરવામાં આવ્યો. જે નરેન્દ્ર્ મોદીના જન્મદિવસના ભાગરૂપે આયોજિત કરવામાં આવ્યું હતું. 6 સપ્ટેમ્બરથી શરૂ આ કાર્યક્રમમાં 70 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. માત્ર 10 દિવસમાં 70 હજાર પ્લાન્ટ રોપવામાં આવ્યા હતા. સુરતના ડેપ્યુટી મેયર નીરવ શાહ દ્વારા આ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અનેક સંસ્થાઓ જોડાઈ હતી.