Shanidev: આજે સવારે 8.26 વાગે શનિદેવ થયા માર્ગી, આ રાશિઓનો સુવર્ણકાળ શરૂ, પદ-પ્રતિષ્ઠા વધશે અને ધનમાં થશે અકલ્પનીય વધારો

આજે 4 નવેમ્બર 2023ના રોજ શનિદેવ કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન કરી રહ્યા છે. આજે સવારે 8.26 વાગે શનિ કુંભ રાશિમાં માર્ગી થયા. શનિના માર્ગી થવાથી 12 રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. તેનાથી કેટલાક લોકોને ફાયદો થશે. 

Shanidev: આજે સવારે 8.26 વાગે શનિદેવ થયા માર્ગી, આ રાશિઓનો સુવર્ણકાળ શરૂ, પદ-પ્રતિષ્ઠા વધશે અને ધનમાં થશે અકલ્પનીય વધારો

આજે 4 નવેમ્બર 2023ના રોજ શનિદેવ કેટલાક મહત્વપૂર્ણ પરિવર્તન કરી રહ્યા છે. આજે સવારે 8.26 વાગે શનિ કુંભ રાશિમાં માર્ગી થયા. શનિના માર્ગી થવાથી 12 રાશિઓના જીવન પર પ્રભાવ પડશે. તેનાથી કેટલાક લોકોને ફાયદો થશે તો કેટલાક લોકોએ પરેશાનીનો પણ સામનો કરવો પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ ગ્રહને કર્મફળ દાતા કે ન્યાયના દેવતા કહે છે અને તેઓ વ્યક્તિને કર્મો મુજબ જ ફળ આપે છે. અનેક લોકો શનિ કે શનિનું નામ સાંભળીને જ ડરી જતા હોય છે. જાણકારીની કમીના કારણે ગ્રહ વિશે ખોટી ધારણાઓ બાંધી લે છે અને આ રીતે લોકોએ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. 

વૈદિક જ્યોતિષમાં શનિ ગ્રહ વિશે...
વૈદિક જ્યોતિષમાં શનિને ખુબ મહત્વપૂર્ણ ગ્રહોમાંથી એક ગણવામાં આવે છે. તેને આયુ, દુખ, પીડા, વિજ્ઞાન, ટેક્નોલોજી, લોઢું, નોકર, કર્મચારી વગેરેનો કારક ગણવામાં આવે છે. શનિ દ્વારા શાસિત રાશિઓ કુંભ અને મકર છે. શનિ ગોચરની વાત કરીએ તો તે લગભગ અઢી વર્ષ સુધી ચાલે છે. તેનો અર્થ એ છે કે શનિ  એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી રહે છે અને ત્યારબાદ બીજી રાશિમાં પ્રવેશે છે. જ્યોતિષની ભાષામાં તેને શનિની ઢૈય્યા પણ  કહે છે. તમામ 9 ગ્રહોમાં શનિને સૌથી ધીમો ગ્રહ માનવામાં આવે છે. 

તુલા રાશિ
- આજથી તુલા રાશિવાળાને મોટો લાભ મળવાનો શરૂ થઈ જશે. 
- તમારી આર્થિક સ્થિતિમાં મોટો ફેરફાર આવશે. 
- તમે ખુબ ધન કમાશો.
- આવકના નવા નવા સ્ત્રોત ઊભા થશે અને ઢગલો આવક થશે. 
- તમને કરજમાંથી છૂટકારો પણ મળશે. 
- જે પણ કામ કરશો દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. 
- કરિયરમાં કોઈ સોનેરી તક મળી શકે છે. 
- કોઈ મોટું પદ, પ્રતિષ્ઠા અને પૈસા મળશે. 
- તમારી બુદ્ધિમત્તાના દમ પર નામ કરશો. 

ધનુ રાશિ
- જૂની સમસ્યાઓ ખતમ થશે. 
- આર્થિક, કૌટુંબિક, માનસિક સમસ્યાઓમાંથી છૂટકારો મળશે. 
- નોકરીમાં સારી ઓફર મળી શકે છે. 
- વિદેશ જવાની તક મળશે. 
- ઓફિસમાં ઉચ્ચ અધિકારીઓ પ્રસન્ન થઈ શકે છે. 
- કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. 
- બિઝનેસ માટે સારો સમય છે. 
- નેટવર્ક વધશે, નફો થશે. 
- લાઈફ પાર્ટનર સાથે સંબંધ મજબૂત થશે. 

મકર રાશિ
- તમારા રાજ કરવાનો સમય આવી ગયો છે. 
- ભાગ્ય દરેક પગલે તમને સાથ આપશે. 
- અચાનક ખુબ ધન મળશે. 
- નોકરીની શોધ પૂરી થશે. 
- પ્રમોશન, ઈન્ક્રીમેન્ટ બધુ મળશે. 
- ઉત્તમ પ્રદર્શન કરીને પ્રભાવિત કરશો. 
-  બિઝનેસ મામલે શનિ મદદ કરશે. 
- આવકના નવા સ્ત્રોત સામે આવશે. 
- વારંવાર ધનલાભ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news