રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં નવો ઈતિહાસ રચવાની નજીક, સૌથી નાની ઉંમરમાં કરશે આ કમાલ
બાંગ્લાદેશ વિરુદ્ધ મેદાન પર પગ મુકતા જ રાશિદ ખાન ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમની આગેવાની કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની જશે. રાશિદ ખાનને વિશ્વ કપ 2019 બાદ ગુલબદ્દીન નાઇબના સ્થાને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ Rashid Khan to be youngest test captain: બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે ગુરૂવારથી એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. આ મેચમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમની આગેવાની યુવા સ્પિનર રાશિદ ખાનના હાથમાં હશે. આ બંન્ને દેશ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પોતાની પ્રથમ મેચ રમશે તો અફઘાનિસ્તાનની આ ત્રીજી ટેસ્ટ મેચ હશે. બાંગ્લાદેશ વિરુદ્ધ આ ટેસ્ટ મેચના માધ્યમથી રાશિદ ખાન ટેસ્ટ કેપ્ટન તરીકે પ્રથમવાર મેદાનમાં ઉતરશે. આ ટેસ્ટ મેચ માટે મેદાન પર ઉતરતા જ રાશિદ ખાન ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઈતિહાસ રચી દેશે.
બાંગ્લાદેશ વિરુદ્ધ મેદાન પર પગ મુકતા જ રાશિદ ખાન ટેસ્ટ ઈતિહાસમાં કોઈપણ ટીમની આગેવાની કરનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બની જશે. રાશિદ ખાનને વિશ્વ કપ 2019 બાદ ગુલબદ્દીન નાઇબના સ્થાને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે તે ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમવાર કેપ્ટન તરીકે જવાબદારી નિભાવવા જઈ રહ્યો છે અને આ સાથે ટેસ્ટ ઈતિહાસમાં સૌથી નાની ઉંમરનો કેપ્ટન બની જશે. રાશિદ ખાન 20 વર્ષ 250 દિવસની ઉંમરમાં ટેસ્ટ મેચમાં આગેવાની કરવા ઉતરશે.
રાશિદ ખાન પહેલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં કેપ્ટન રહેવાના મામલામાં પ્રથમ સ્થાન પર ઝિમ્બાબ્વેનો તતેંદા તાઇબૂ છે. તાઇબૂએ 20 વર્ષ 258 દિવસની ઉંમરમાં ટેસ્ટ ટીમની આગેવાની કરી હતી. તાયબૂ પ્રથમવાર વર્ષ 2004મા શ્રીલંકા વિરુદ્ધ ટેસ્ટ મેચમાં આગેવાની કરવા ઉતર્યો હતો. પરંતુ હવે રાશિદ ખાન હવે તેને પાછળ છોડીને આ વિશ્વ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની ઉંમરમાં આગેવાની કરનાર ટોપ પાંચ ખેલાડી છે. (આ લિસ્ટમાં રાશિદ ખાનનું નામ નથી કારણ કે તે આ રેકોર્ડ બાંગ્લાદેશની વિરુદ્ધ મેદાન પર ઉતરતા પોતાનું નામ કરી લેશે.). રાશિદ ખાન જે દિવસે બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ મેચ રમશે તે દિવસે 20 વર્ષ 250 દિવસ થઈ જશે.
ટેસ્ટ મેચમાં સૌથી નાની ઉંમરમાં કેપ્ટનશિપ કરનાર ખેલાડી
તદેંદા તાયબૂ- 20 વર્ષ 358 દિવસ
નવાબ અલી પટૌડી- 21 વર્ષ 77 દિવસ
વકાર યૂનિસ- 22 વર્ષ 15 દિવસ
ગ્રિમ સ્મિથ- 22 વર્ષ 15 દિવસ
શાકિબ અલ હસન- 22 વર્ષ 115 દિવસ
બાંગ્લાદેશ વિરુદ્ધ એકમાત્ર ટેસ્ટ મેચ માટે અફઘાનિસ્તાનની ટીમ ત્યાં પહોંચી ચુકી છે. રાશિદ ખાનનું કહેવું છે કે, તે ટીમની નવી જવાબદારીને લઈને ખુબ ઉત્સાહિત છે. ટેસ્ટ ટીમની આગેવાની કરવી મારા માટે નવુ છે અને આ એક નવી ભૂમિકા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે