શિક્ષક દિવસ 2019 : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અમૂલ્ય વિચાર

ભારતના પૂર્રા રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ સમગ્ર વિશ્વને એક યુનિવર્સિટી માનતા હતા. 
 

શિક્ષક દિવસ 2019 : ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 અમૂલ્ય વિચાર

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા. તેઓ સમગ્ર વિશ્વને એક યુનિવર્સિટી માનતા હતા. તેમનું માનવું હતું કે, જે જગ્યાએથી પણ જે કંઈ શિખવા મળે તેને જીવનમાં ઉતારી લેવું જોઈએ. આવો, આજે આપણા પૂર્વ રાષ્ટ્રપતિના જીવન માટે પ્રેરણા આપતા આવા જ 10 અમૂલ્ય વિચાર જાણીએ.

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 10 વિચાર... 

1. ભગવાનની પૂજા થતી નથી, પરંતુ એ લોકોની પૂજા થાયછે જે તેમના નામ પર બોલાવાનો દાવો કરે છે. 
 
2. શિક્ષક એ નથી જે વિદ્યાર્થીના મગજમાં હકીકતોને પરાણે ભરી દે, પરંતુ વાસ્તવિક શિક્ષક તો તે છે જે તેને આવતીકાલના પડકારો માટે તૈયાર કરે છે. 

3. શિક્ષણ દ્વારા જ માનવીના મગજનો સદુપયોગ કરી શકાય છે. આથી, વિસ્વને એક એકમ માનીને શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ. 

4. પુસ્તકો વાંચવાથી આપણને એકાંતમાં વિચાર કરવાની ટેવ અને સાચો આનંદ પ્રાપ્ત થાય છે. 

5. કોઈ પણ આઝાદી ત્યાં સુધી સાચી ન કહી શકાય, જ્યાં સુધી તેને મેળવનારા લોકોને પોતાનાં વિચારોને વ્યક્ત કરવાની આઝાદી ન મળે. 

6. પુસ્તક એ માધ્યમ છે, જેના દ્વારા વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સેતુનું નિર્માણ કરી શકાય છે. 

7. શિક્ષણનું પરિણામ એક મુક્ત રચનાત્મક વ્યક્તિ હોવું જોઈએ, જે ઐતિહાસિક પરિસ્થિતિઓ અને કુદરતી આપત્તિઓ સામે લડી શકે. 

8. જ્ઞાનના માધ્યમથી આપણને શક્તિ મળે છે, પ્રેમ દ્વારા આપણને પરિપૂર્ણતા મળે છે. 

9. આપણે ટેક્નીકલ જ્ઞાન ઉપરાંત આત્માની મહાનતાને પ્રાપ્ત કરવી પણ જરૂરી છે. 

10. શાંતિ રાજકીય કે આર્થિક પરિવર્તનથી આવી શક્તી નથી, પરંતુ માનવીય સ્વભાવમાં પરિવર્તન લાવવાથી આવી શકે છે. 

જુઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news