જાણો એ 6 મહિલા ખિલાડીઓ વિશે, જેમણે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો

હાલ તો ભારતની મહિલા ક્રિકેટ ટીમ ખુબ સારૂ પ્રદર્શન કરી રહી છે.પરંતુ ભારતીય મહિલા ક્રિકેટને અહીં સુધી પહોંચાડવામાં અનેક ખેલાડીઓનું યોગદાન છે.જેમાં 7 એવી મહિલા ખેલાડીઓ છે જેમણે મહિલા ક્રિકેટનો મજબુત પાયો નાખ્યો.

જાણો એ 6 મહિલા ખિલાડીઓ વિશે, જેમણે ભારતીય ક્રિકેટનો ઈતિહાસ બદલી નાખ્યો

નરેશ ધારાણી, અમદાવાદઃ એક સમય હતો, જ્યારે મહિલાઓ માત્ર ઘરની ચાર દિવાલોમાં કેદ હતી.પરંતુ આજે વિશ્વભરમાં પુરુષો કરતા પણ મહિલાઓ આગળ નીકળી રહી છે. રીતિરીવાજોના બંધન તોડી મહિલાઓ ઈતિહાસ રચી પોતાની અલગ ઓળખ ઉભી કરી રહી છે. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય ક્રિકટની રમતમાં પણ પુરુષોનો દબદબો હતો. પરંતુ ત્યાં પણ હવે મહિલાઓએ પોતાની આગવી ઓળખ બનાવી છે. જેમાં કેટલી એવી ખેલાડી છે જેમણે મહિલા ક્રિકેટનો પાયો નાખી ઈતિહાસ બદલ્યો.

7 એવી ખેલાડીઓ છે, જેમને મહિલા ક્રિકેટ જગતમાં સૌથી પહેલા યાદ કરવામાં આવશે.
1) અંજુ જૈન

ટીમ ઈન્ડિયાની પૂર્વ કેપ્ટન રહી ચુકેલી અંજુ જૈન મહિલા ક્રિકેટ ઈતિહાસમાં અગ્ર સ્થાન પર આવે છે. અંજુ જૈનનો જન્મ 11 ઓગષ્ટ 1974માં થયો હતો.અંજુ જૈન વર્ષ 1995થી 2005 સુધી 8 ટેસ્ટ મેચ અને 65 વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી હતી.સતત 4 વર્લ્ડકપ રમાની અંજુ જૈન પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર છે.વન-ડે મેચમાં વિકેટ કિપરીંગ અને કેપ્ટનસીપ કરી ભારતીય ટીમને અગલ સ્થાન પર પહોંચાડી હતી.આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પહેલા અંજુ જૈન ઘરેલું લીગમાં એર ઈન્ડિયા મહિલા ક્રિકેટ ટીમ તરફથી રમતી હતી.તો મહિલા ક્રિકેટ ક્ષેત્રમા ઉતકૃષ્ટ યોગદાન બદલ વર્ષ 2005માં ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર એ.પી.જે અબ્દુલ કલામ તરફથી અર્જુન એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

2) અંજુમ ચોપડા
20 મે 1977ના દિવસે અંજુમ ચોપડાનો જન્મ થયો હતો.18 વર્ષની ઉંમરે 12 ફેબ્રુઆરી 1995માં ન્યુઝીલેન્ડ સામે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય મેચ રમી.અંજુમ ચોપડા બેસ્ટમેનની સાથે મીડિયમ ફાસ્ટ બોલર પણ હતી.જેથી વર્ષ 17 નવેમ્બર 1995માં કોલકતાના ઈડન ગાર્ડનમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ કરિયરની શરૂઆત કરી.અંજુમ ચોપડા 12 ટેસ્ટ અને 116 વન-ડે મેચ રમી.અંજુમે અંતિમ ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડની સામે 29 ઓગષ્ટથી 1 સપ્ટેબર 2006માં રમી હતી.તો અંતિમ વન-ડે મેચ 16 માર્ચ 2012માં ઓસ્ટ્રેલિયા સામે મુંબઈમાં રમી.લાંબા કરિયરમાં અંજુમ ચોપડાએ ટી-20 મેચ પણ રમી છે.જેમાં પ્રથમ ટી-20 મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી અને અંતિમ ટી-20 મેચ પણ 23 માર્ચ 2012માં ઓસ્ટ્રેલિયા સામે જ રમી હતી.અંજુમની આગેવાનીમાં 2005 અને 2009 મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતની જીત પણ મળી.જેથી વર્ષ 2006માં અર્જુન એવોર્ડ અને વર્ષ 2014માં પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

3) ડાયના એડુલજી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પ્રથમ વન-ડે મેચની કેપ્ટન ડાયના એડુલજીનો જન્મ વર્ષ 1956માં થયો હતો.ડાયના એડુલજી ભારત તરફથી વન-ડે અને ટેસ્ટ મેચ રમી હતી.ડાયના એડુલજી 100 વિકેટ લેનારી પ્રથમ મહિલા ક્રિકેટર છે.તો ભારત માટે ક્રિકેટ જગતમાં અદભૂત યોગદાન બદલ ડાયના એડુલજીને પદ્મશ્રી અને અર્જુન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

4) મિતાલી રાજ
મિતાલી રાજનું આખું નામ મિતાલી દોરાઈ રાજ છે.3 ડિસેમ્બર 1982માં જોધપુરમાં જન્મ થયો હતો.મહિલા ક્રેકટરની સાથે ભરતનાટ્યમમાં પર મિતાલી પારંગત છે.અભ્યાસકાળ દરમ્યાન શિક્ષકે મિતાલીને ક્રિકેટ અથવા નૃત્યમાંથી કોઈ એકને પસંદ કરવાનું કહ્યું તો પરિવારના સહયોગથી ક્રિકેટને પસંદ કર્યું.વર્ષ 1999માં પ્રથમ આતંરરાષ્ટ્રીય મેચમાં મિતાલીએ નોટ આઉટ રહી 114 રન બાવ્યા હતા.મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રિકોર્ડ પણ મિતાલીના નામે છે.ઈંગ્લેન્ડ સામે મિતાલીએ 214 રન બાવ્યા હતા.વર્ષ 2005માં મહિલા વિશ્વ કપમાં મિતાલી કેપ્ટન હતી.મહિલા ક્રિકેટ ક્ષેત્રમાં યોગદાન બદલ મિતાલીને રાજને અર્જુન એવોર્ડથી સન્માનિત પણ કરાઈ છે.

5) ઝુલન ગોસ્વામી
25 નવેમ્બર 1982માં પશ્ચિમ બંગાળના નાદિયામાં ઝુલન ગોસ્વામીનો જન્મ થયો હતો.ઝુલનને બાબુલના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે.ઓલ રાઉન્ડર ઝુલન ગોસ્વામીએ 14 જાન્યુઆરી 2002માં ઈંગ્લેન્ડ સામે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી.જ્યારે 16 નવેમ્બર 2015માં દક્ષિણ આફ્રિકા સામે અંતિમ મેચ રમી ક્રિકેટને અલવિદા કહ્યું.મિતાલી રાજ પહેલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન ઝુલન ગોસ્વામી હતી.ઝુલનને વર્ષ 2007માં આઈ.સી.સી એવોર્ડ અને ચિદંબરમ્ ટ્રાફિમાં સર્વશ્રેષ્ટ પ્રદર્શન મહિલા ક્રિકેટ ખિલાડીના એવોર્ડથી સન્માનિત કરાઈ હતી.

6) ગાર્ગી બનર્જી
20 જુલાઈ 1963માં કોલકતામાં ગાર્ગીનો જન્મ થયો.ગાર્દી બનર્જીએ 14 વર્ષની ઉંમરે ક્રિકેટ રમાવની શરૂઆત કરી હતી.ત્યારે ગાર્ગી પશ્ચિમ બંગાળની ટીમની ખીલાડી હતી.ગાર્ગીએ 12 ટેસ્ટ મેચમાં 614 રન અને 26 વન-ડે 409 રન બનાવ્યા હતા.ગાર્ગીએ પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ 9 ફેબ્રુઆરી 1991માં અને અંતિમ વન-ડે મેચ 27 જુલાઈ 1991માં રમી હતી.

6) નીલિમા જોગલેકર
પૂર્વ ભારતીય મહિલા ખિલાડી નીલિમા જોગલેકરનો જન્મ 1 જુલાઈ 1961માં થયો હતો.નીલિમાં મહારાષ્ટ્ર તરફથી રમતી હતી..નીલિમા જોગલેકર પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ 1978માં રમી હતી.નીલિમાએ ક્રિકેટ કરિયરમાં 6 ટેસ્ટ મેચ અને 20 વન-ડે મેચ રમી હતી.એટલું જ નહીં ન્યુઝીલેન્ડ સામેને એક ટેસ્ટ મેચમાં કેપ્ટનશીપ પણ કરી હતી.

થોડા દશકા પહેલા ક્રિકેટ માત્ર પુરુષો પુરતું સિમત હતું.વિદેશમાં તો 17મી શતાબ્દીથી જ મહિલાઓ ક્રિકેટ રમતી થઈ ગઈ હતી.પરંતુ ભારતમાં ક્રિકેટ ક્ષેત્રમાં મહિલાઓ ખુબ સંઘર્ષ કરવું પડ્યું..આ સાત મહિલા ક્રિકેટરના આંકડા જોતા વર્તમાન સમયની સરખામણીએ ઓછા લાગે.પરંતુ એ ખેલાડીઓ જે સમયે રમી ત્યારે આ આંકડા ઐતિહાસીક હતા.જો તેમણે આ સંઘર્ષ ન કર્યો હોત.તો કદાચ ભારતીય મહિલા ક્રિકેટ જે ઉંચાઈ આજે છે ત્યાં ન પહોંચી હોત.એટલે આ 7 મહિલા ક્રિકેટર છે જેમણે ક્રિકેટની પરીભાષા બદલનારી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news