અંજ્કિય રહાણેએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કમાલની સિદ્ધિ હાસિલ કરી, વિરાટ કોહલી ચુકી ગયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1947થી શરૂ થયેલી ક્રિકેટ યાત્રા આજે 100મી ટેસ્ટ મેચમાં પહોંચી છે. આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેલબોર્નમાં શરૂ થયેલી ટેસ્ટ મેચ બંન્ને દેશો વચ્ચે 100મી મેચ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત તથા ઓસ્ટ્રેલિયા (AUS vs IND) વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત 1947માં થઈ હતી અને ત્યારબાદથી સતત જારી છે. આ બંન્ને દેશો વચ્ચે મેલબોર્નમાં રમાઇ રહેલ બોક્સિંગ ડે ટેસ્ટ મેચ 100મી ટેસ્ટ છે અને ઓસ્ટ્રેલિયા ભારત વિરુદ્ધ 100 ટેસ્ટ મેચ રમનાર બીજો દેશ બની ગયો છે. આ પહેલા ભારત વિરુદ્ધ 100 કે તેનાથી વધુ ટેસ્ટ મેચ રમવાનું ગૌરવ ઈંગ્લેન્ડને પ્રાપ્ત હતું.
ભારતીય ટીમે જ્યારે પ્રથમવાર 1947માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમાઈ હતી તે સમયે ટીમ ઈન્ડિયાના કેપ્ટન લાલા અમરનાથ હતા જ્યારે કાંગારૂ ટીમની કમાન સર ડોન બ્રેડમેનના હાથોમાં હતી અને હવે 100મી ટેસ્ટ મેચમાં ભારતના કેપ્ટન અંજ્કિય રહાણે છે તો ઓસ્ટ્રેલિયાન કેપ્ટન ટિમ પેન છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 25મી ટેસ્ટમાં ભારતના કેપ્ટન નવાબ પટૌડી હતા તો 50મી ટેસ્ટમાં કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન હતા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 75મી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનું ગૌરવ અનિલ કુંબલેને હાસિલ થયું તો 100મી ટેસ્ટ મેચમાં આ ગૌરવ રહાણેએ હાસિલ કર્યુ છે.
આ પણ વાંચોઃ Tribute To Dean Jones: બોક્સિંગ ડે ટેસ્ટ દરમિયાન ડીન જોન્સને શ્રદ્ધાંજલિ આપવામાં આવી, સામેલ થયો પરિવાર
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા એક થી 100 ટેસ્ટ સફર
પ્રથમ ટેસ્ટ - લાલા અમરનાથ વિ ડોન બ્રેડમેન (1947)
25મી ટેસ્ટ - નવાબ પટૌડી વિ બી લૌરી (1969)
50 મી ટેસ્ટ - મો. અઝહરુદ્દીન વિ એલન બોર્ડર (1992)
75 મી ટેસ્ટ - અનિલ કુંબલે વિ રિકી પોન્ટિંગ (2008)
100 મી ટેસ્ટ - અજિંક્ય રહાણે વિ ટિમ પેન (2020)
તમને જણાવી દઈએ કે ચાર મેચોની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ બાદ વિરાટ કોહલી સ્વદેશ પરત ફરી ગયો છે. ત્યારબાદ અંજ્કિય રહાણેને ટીમનો કેપ્ટન બનાવી દેવામાં આવ્યો અને તેને કાંગારૂ ટીમ વિરુદ્ધ 100મી ટેસ્ટ મેચમાં આગેવાની કરવાનું ગૌરવ હાસિલ થયુ તો વિરાટ કોહલી તેનાથી ચુકી ગયો. રહાણેએ 100મી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં સારી આગેવાની કરતા વિરોધી ટીમને 195 રન પર આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રહાણે તે પહેલા બે ટેસ્ટ મેચોમાં ઓસ્ટ્રેલિયા તથા અફઘાનિસ્તાન વિરુદ્ધ ટીમની કમાન સંભાળી ચુક્યો છે. આ બંન્નેમાં ટીમને જીત મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે