વિજય હજારે ટ્રોફીઃ અંબાતી રાયડૂ બન્યો હૈદરાબાદની ટીમનો કેપ્ટન

સંન્યાસનો નિર્ણય પરત લીધા બાદ અંબાતી રાયડૂને (Ambati Rayudu) હૈદરાબાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અંબાતી રાયડૂ વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ ટીમની આગેવાની કરશે.
 

વિજય હજારે ટ્રોફીઃ અંબાતી રાયડૂ બન્યો હૈદરાબાદની ટીમનો કેપ્ટન

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા માટે ઘણા સમય સુધી ક્રિકેટ રમનાર અંબાતી રાયડૂ (Ambati Rayudu) માટે ભારતીય ટીમમાં વાપસી કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. વિશ્વ કપની ટીમમાં ત્રણ વખત પસંદગી ન થવાને કારણે અંબાતી રાયડૂએ ગુસ્સામાં આવીને ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું, પરંતુ કેટલાક દિગ્ગજ ખેલાડીઓએ સમજાવ્યા બાદ અંબાતી રાયડૂએ નિવૃતી પરત લેવાનો નિર્ણય કર્યો હતો. 

સંન્યાસનો નિર્ણય પરત લીધા બાદ અંબાતી રાયડૂને હૈદરાબાદ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અંબાતી રાયડૂ વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદ ટીમની આગેવાની કરશે. મહત્વનું છે કે અંબાતી રાયડૂને વિશ્વ કપ 2019 માટે નંબર ચારનો મુખ્ય દાવેદાર માનવામાંઆવ્યો હતો, પરંતુ ટીમ પસંદગીકારોએ રાયડૂના સ્થાને વિજય શંકર અને રિષભ પંતને મહત્વ આપ્યું હતું. 

3D ટ્વીટને કારણે રહ્યો હતો વિવાદમાં
અંબાતી રાયડૂની ભારતીય ટીમમાં પસંદગી ન થતાં તેણે 3D વાળુ ટ્વીટ કર્યું હતું, જે ખુબ વાયરલ થયું હતું. લગભગ આ કારણ હતું કે ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે અંબાતી રાયડૂને વિશ્વ કપ માટે ઈંગ્લેન્ડ ન મોકલ્યો, કારણ કે તેણે વિજય શંકરને 3D એટલે કે થ્રી ડાઇમેન્શનલ પ્લેયર ગણાવ્યો હતો, જે બેટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ કરી શકે છે. 

33 વર્ષીય અંબાતી રાયડૂને લઈને હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશને કહ્યું હતું કે, તેણે નિર્ણય પરત લઈ લીધો છે અને તે અમારા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમી શકશે. એચસીએએ જણાવ્યું કે, અંબાતીએ ભાવુક થઈને સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ હવે તે પસંદગી માટે તૈયાર છે. આ કારણ છે કે હૈદરાબાદ રાજ્ય ક્રિકેટ સંઘે અંબાતી રાયડૂને પોતાની ટીમનો કેપ્ટન બનાવ્યો છે. 

24 સપ્ટેમ્બરે હૈદરાબાદની પ્રથમ મેચ
વિજય હજારે ટ્રોફીમાં હૈદરાબાદની ટીમની પ્રથમ મેચ 24 સપ્ટેમ્બરે છે. કર્ણાટકની ટીમ વિરુદ્ધ રાયડૂ હૈદરાબાદની આગેવાની કરતો જોવા મળશે. આ ટીમમાં મોહમ્મદ સિરાજ પણ છે. ત્યારબાદ હૈદરાબાદની ટીમ ગોવા, આંધ્ર પ્રદેશ, ઝારખંડ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર, મુંબઈ અને કેરલની ટીમ સામે ટકરાશે. હૈદરાબાદ ટીમની તમામ મેચ બેંગલુરૂમાં રમાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news