Asia Cup 2023: વધુ પડતા અખતરાના કારણે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા હારી? જાણો સજ્જડ હારના 5 કારણ

એશિયા કપ 2023 સુપર 4ના છેલ્લા મુકાબલામાં રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હ્રદયોયની શાનદાર અડધી સદીની મદદથી 266 રનનો લક્ષ્ય મૂક્યો હતો. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 259 રન પર સમેટાઈ ગઈ.

Asia Cup 2023: વધુ પડતા અખતરાના કારણે બાંગ્લાદેશ સામે ટીમ ઈન્ડિયા હારી? જાણો સજ્જડ હારના 5 કારણ

એશિયા કપ 2023 સુપર 4ના છેલ્લા મુકાબલામાં રોહિત શર્માના નેતૃત્વવાળી ટીમ ઈન્ડિયાએ 6 રનથી હારનો સામનો કરવો પડ્યો. બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા કેપ્ટન શાકિબ અલ હસન અને તૌહીદ હ્રદયોયની શાનદાર અડધી સદીની મદદથી 266 રનનો લક્ષ્ય મૂક્યો હતો. આ સ્કોરનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા 259 રન પર સમેટાઈ ગઈ. આ દરમિયાન શુભમન ગિલની સદી અને અક્ષર પટેલના મહત્વના 42 રનની મદદ મળી પણ જીતથી તો ટીમ દૂર જ રહી. એશિયા કપની સુપર 4ની ભારતની આ પહેલી અને બાંગ્લાદેશ વિરુદ્દ આ ટુર્નામેન્ટમાં માત્ર બીજી હાર છે. બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઈન્ડિયા કેમ હારી તેની પાછળના આ 5 કારણો જાણો. 

1. રોહિત શર્માના વધુ પડતા અખતરા
બાંગ્લાદેશ વિરુદ્ધ ભારત પર જરૂર કરતા વધુ અખતરા ભારે પડી ગયા. રોહિત શર્માએ આ હાર બાદ એ જરૂર કહ્યું કે મોટી તસવીર જોતા તેમણે એ ખેલાડીઓને તક આપી જે આગામી વર્લ્ડ કપમાં રમી શકે છે. પરંતુ પ્લેઈિંગ 11માં એક સાથે 5 ખેલાડીઓને બદલવા એ ટીમ પર ભારે પડી ગયું. હાર્દિક પંડ્યા અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને આરામ આપવો એ માનવામાં આવે કારણ કે પાકિસ્તાન અને શ્રીલંકા વિરુદ્ધ બેક ટુ બેક મેચમોમાં  બોલરોએ  ખુબ પરસેવો વહાવ્યો હતો. પરંતુ વિરાટ કોહલી અને કુલદીપ યાદવ જેવા મુખ્ય ખેલાડીઓને એશિયા કપ ફાઈનલ પહેલા  રોહિતે આરામ આપવો જોઈતો નહતો. વર્લ્ડ કપ પહેલા મુખ્ય ખેલાડીઓને સતત આરામ આપવો એ ભારત પર ભારે પડી શકે છે. 

2. કુલદીપની ગેરહાજરીમાં સ્પિનર્સ ફેલ
બાંગ્લાદેશ વિરુદ્ધ સ્પીનર્સનું વિકેટ ન લેવું એ ભારતની હારના પ્રમુખ કારણોમાંથી એક છે. કુલદીપ યાદવ એશિયા કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ 5 બોલરની સૂચિમાં સામેલ છે. પરંતુ તેની ગેરહાજરીમાં બે સ્પીનર અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા ફીકા જોવા મળ્યા. બંનેએ મળીને બાંગ્લાદેશ વિરુદધ 19 ઓવરમાં 100 રન ખર્યા અને બે જ વિકેટ લીધી. ભારતીય સ્પીન યુનિટે દમ દેખાડવાની જરૂર છે. 

3. બેટિંગ યુનિટ ફ્લોપ
કેપ્ટન રોહિત શર્મા જલદી આઉટ થઈ ગયા બાદ બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય મિડલ ઓર્ડરનો ટેસ્ટ થવાનો હતો. વિરાટ કોહલીની ગેરહાજરીમાં મધ્યમ હરોળના બેટર્સે ખુબ નિરાશ કર્યા. આ મેચમાં ડેબ્યૂ કરનારા ડિલર વર્માએ ફક્ત 4 રન કર્યા, જ્યારે કે એલ રાહુલે 19 રન કર્યા. સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશન પણ જે રીતે આઉટ થયા તેમનામાં અનુભવની કમી સ્પષ્ટપણે જોવા મળી. બાંગ્લાદેશ વિરુદ્ધ ભારતીય બેટિંગ યુનિટ બિલકુલ ફ્લોપ રહી. 

4. સૂર્યા વનડેનો તોડ નથી કાઢી શકતો
સૂર્યકુમાર યાદવ ટી20 ક્રિકેટમાં ભલે નંબર 1 ખેલાડી હોય પરંતુ વનડે ક્રિકેટનો તોડ હજુ કાઢી શક્યો નથી. તેની ટી20 ક્રિકેટ રમવાની ક્ષમતાને જોતા જ તેને એશિયા કપ અને વર્લ્ડ કપ સ્ક્વોડમાં જગ્યા મળી છે. પરંતુ સતત ખરાબ પ્રદર્શનના પગલે તેણે કેપ્ટન અને પસંદગીકારોની ચિંતા વધારી છે. બાંગ્લાદેશ વિરુદ્ધ સતત સ્વીપ શોર્ટ લગાવવાના પ્રયત્નોમાં સૂર્યા તેની વિકેટ શાકિબ અલ હસનને આપી બેઠો. વનડે ક્રિકેટમાં તેનું પ્રદર્શન હજુ પણ આદર્શ સ્તરનું જોવા મળ્યું નથી. 

5. રવિન્દ્ર જાડેજાનું બેટિંગ ફોર્મ
જાડેજા ભારતીય ટીમમાં એક સ્પીન ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે. બોલિંગમાં તો તે લાજવાબ પ્રદર્શન કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેનું બેટિંગ ફોર્મ ચિંતાજનક છે. વર્ષ 2022થી જાડેજાના બેટથી એક પણ અડધી સદી નીકળી નથી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ પણ ખુબ ખરાબ રહ્યો છે. જડ્ડુ જે પોઝિશન પર બેટિંગ કરવા આવે છે ત્યાં સ્ટ્રાઈક રેટ મહત્વનો હોય છે. વર્ષ 2023માં જો સૌથી ઓછા સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરનારા ભારતીય ખેલાડીઓની વાત કરીએ કે જેમણે ઓછામાં ઓછા 100 બોલનો સામનો કર્યો હોય તો આ સૂચિમાં જાડેજા 56.79 ના સ્ટ્રાઈક રેટ સાથે ટોપ પર છે. બેટિંગમાં જાડેજાનું આવું ખરાબ પ્રદર્શન ભારતને મુશ્કેલીમાં નાખી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news