AUS vs IND: ભારતીય ખેલાડીઓની બાયકોટની ધમકીથી બ્રિસબેન ટેસ્ટ પર સંકટના વાદળ!

ક્વીન્સલેન્ડે ન્યૂ સાઉથ વેલ્સની સાથે પોતાની સરહદો બંધ કરી દીધી છે, પરંતુ ખેલાડીઓને 15 જાન્યુઆરીથી ચોથી ટેસ્ટ માટે બ્રિસબેન માટે ઉડાન ભરવાની મંજૂરી આપવા માટે સમજુતિ કરવામાં આવી છે.
 

AUS vs IND: ભારતીય ખેલાડીઓની બાયકોટની ધમકીથી બ્રિસબેન ટેસ્ટ પર સંકટના વાદળ!

મેલબોર્નઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ રવિવારે તે રિપોર્ટો બાદ ફરી ખતરામાં હતો,જેમાં કહેવામાં આવ્યું કે, મહેમાન ટીમના ખેલાડી બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ માટે સખત ક્વોરેન્ટીનમાં ફરી જવાની સંભાવનાથી નાખુશ હતા. ચાર ટેસ્ટ મેચોની સિરીઝની ત્રીજી મેચ ગુરૂવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર શરૂ થશે. 

સિરીઝની પ્રથમ ટેસ્ટ એડિલેડમાં રમાઇ જ્યારે બીજી ટેસ્ટ મેલબોર્નમાં રમાઈ હતી. સિરીઝમાં બંન્ને ટીમોએ 1-1 મેચ જીતી છે. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શહેરના ઉત્તરી સમુદ્ર કિનારા પર વધતા કોવિડ-19ના મામલાને ધ્યાનમાં રાખી મેચને સ્થાણાંતરિત ન કરવાનો નિર્ણય લીધો છે. સોમવારે બંન્ને ટીમોના ખેલાડી ન્યૂ સાઉથ વેલ્સ રવાના થશે. ન્યૂ સાઉથ વેલ્સમાં રવિવારે આ ઘાતક વાયરસના આઠ નવા કેસની જાણકારી આપવામાં આવી છે. 

ક્વીન્સલેન્ડને ન્યૂ સાઉથ વેલ્સની સાથે પોતાની સરહદો બંધ કરી દીધી છે, પરંતુ ખેલાડીઓને 15 જાન્યુઆરીથી ચોથી ટેસ્ટ માટે બ્રિસબેન માટે ઉડાન ભરવાની મંજૂરી આપવા માટે સમજુતિ કરવામાં આવી છે. સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ રમ્યા બાદ ખેલાડી બ્રિસબેન માટે રવાના થશે જોવાનું રહેશે કે ક્યા સ્તરના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. 

ઓસ્ટ્રેલિયન મીડિયામાં સૂત્રોના હવાલાથી પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતીય ખેલાડીઓએ ફરીથી ક્વોરેન્ટીનમાં જવાનો વિરોધ કર્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે તે છેલ્લા છ મહિનાથી એક પ્રકારની સતત ક્વોરેન્ટીન જેવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારતીય ટીમના એક પ્રવક્તાએ આ રિપોર્ટ પર કોમેન્ટ માટે કોઈ જવાબ આપ્યો નથી. 

ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ 14 દિવસ માટે આઇસોલેશનમાં રહ્યાં હતા. એડિલેડ, કેનબરા, સિડની અને મેલબોર્નની તૈયારી કરતા તેને થોડી આઝાદી આપવામાં આવી હતી. 

હજુ પણ યાત્રાને લઈને કેટલાક પ્રતિબંધ છે અને પાંચ ભારતીય ખેલાડીઓને શનિવારે આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે એક વીડિયોમાં તે મેલબોર્ન રેસ્ટોરન્ટની અંદર ભોજન કરતા જોવા મળ્યા હતા. ઓસ્ટ્રેલિયન અને ભારતીય ક્રિકેટ બોર્ડ જૈવ સુરક્ષા પ્રોટોકોલના કથિત ઉલ્લંઘનની તપાસ કરી રહ્યું છે.

ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના કાર્યવાહક પ્રમુખ, જોન બારિલારોએ રવિવારે સંવાદદાતાઓને જણાવ્યુ કે, સરકાર 20000 ફેન્સની સામે ત્રીજી ટેસ્ટને સુરક્ષિત રૂપથી આયોજીત કરવા પર ધ્યાન લગાવી રહી છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન મેથ્યૂ વેડે કહ્યુ કે, યજમાન ટીમના ખેલાડીઓને બ્રિસબેનમાં આકરા પ્રોટોકોલની જાણકારી આપવામાં આવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news