ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાની માઇન્ડ ગેમ, ભારતીય ક્રિકેટરોને ગણાવ્યા 'ડરપોક બેટ્સમેન'

ઓસ્ટ્રેલિયાના આ ટેબલોયડે અલગ-અલગ મેદાનો પર ભારતીય ક્રિકેટરોની અલગ-અલગ નબળાઈઓ જણાવી છે. 
 

 ટેસ્ટ સિરીઝ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાની માઇન્ડ ગેમ, ભારતીય ક્રિકેટરોને ગણાવ્યા 'ડરપોક બેટ્સમેન'

એડિલેડઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સિરીઝ છ ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. એડિલેડમાં  રમાનારા આ ટેસ્ટ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયાએ ભારતીય ટીમ અને ક્રિકેટરો વિરુદ્ધ માઇન્ડ ગેમ શરૂ કરી  દીધી છે. ઓસ્ટ્રેલિયાના એક અખબારે ટીમ ઈન્ડિયા એડિલેડ પહોંચવાના બીજા દિવસે ભારતીય ખેલાડીઓને ડરપોક ગણાવ્યા છે. 

ઓસ્ટ્રેલિયાના આ ટૈબલોયડે ટીમ ઈન્ડિયાના એડિલેડ પહોંચવા પર THE SCAREDY BATS શીર્ષક  હેઠળ સમાચાર છાપ્યા છે. આ સમાચારની સાથે ભારતીય ક્રિકેટરો ભુવનેશ્વર કુમાર અને રવિન્દ્ર જાડેજાની મોટી  તસ્વીર પ્રકાશિત કરવામાં આવી છે. અખબારે પોતાના રિપોર્ટમાં અલગ-અલગ મેદાનો પર ભારતીય ક્રિકેટરોના અલગ-અલગ ડરનું કારણ પણ દર્શાવ્યું છે. પરંતુ અખબારનો આ રિપોર્ટ વાચકોને પસંદ ન આવ્યો. માત્ર  ભારતના જ નહીં ઓસ્ટ્રેલિયાના પ્રશંસકોએ પણ આ આ રિપોર્ટને અશિષ્ટ પરંપરા ગણાવી દીધો છે. 

એડિલેડમાં અંધારાથી ડરે છે ટીમ ઈન્ડિયા
ઓસ્ટ્રેલિયાના પત્રકાર રિચર્ડ હાઇંડ્સે આ આર્ટિકલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તેમાં દાવો કરવામાં  આવ્યો કે, ચાર મેચોની સિરીઝના આયોજન સ્થળ પર ટીમ ઈન્ડિયાને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે.  રિપોર્ટ પ્રમાણે, ભારતને બ્રિસ્બેનમાં ઉછાળ. પર્થમાં કોઈપણ કારણ વગર અને એડિલેડમાં અંધારામાં ડર લાગે છે.  એડિલેડની જાણકારી ભારતીય ટીમ પર કટાક્ષના રૂપમાં છે, કારણ કે ટીમ ઈન્ડિયાએ અહીં ડે-નાઇટ ટેસ્ટ રમવાની  ના પાડી દીધી હતી. 

કોહલીને ગુસ્સે ન કરો
બ્રાયડન કાવર્ડેલે રિચર્ડ હાઇંડ્સનું સમર્થન કરતા લખ્યું. ગત વખતે કોહલીએ ચાર સદી ફટકારી હતી. વિજયે 60  અને રહાણેએ 57ની એવરેજથી રન બનાવ્યા હતા. રાહુલે પણ સદી ફટકારી હતી. મને લાગે છે કે, ભારતીય  ક્રિકેટર આ વખતે સારૂ પ્રદર્શન કરશે. તો માઇકલ નામના એક વ્યક્તિએ ઓસ્ટ્રેલિયાને ચેતવણી આપી દીધી. તેમે  લખ્યું, પ્રથમ નિયમ છે કે કોહલીને ગુસ્સે ન કરો. બીજો નિયમ છે કે, પ્રથમ નિયમને ધ્યાનમાં રાખો.  વિરાટ  કોહલીએ 73 ટેસ્ટમાં 54.57ની એવરેજથી 6331 રન બનાવ્યા છે, જેમાં 24 સદી સામેલ છે. 

— Richard Hinds (@rdhinds) December 2, 2018

ટીમ ઈન્ડિયાના પક્ષમાં જોવા મળ્યા ઓસ્ટ્રેલિયન પ્રશંસક
નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયન મીડિયાની આ જૂની આદત છે કે તે, મહેમાન ટીમને નબડી ગણાવીને તેનો  આત્મવિશ્વાસ તોડવાનો પ્રયત્ન કરે છે. તેણે આ જૂની પરંપરાને જ અપનાવી છે. જેથી ભારતીય ટીમનું ધ્યાન  ભટકાવી શકાય. પરંતુ ઓસ્ટ્રેલિયાના પ્રશંસકો પણ આ રિપોર્ટ પર ટિપ્પણી કરી રહ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news