IPL 2019: પ્લેઓફથી બીસીસીઆઈને 20 કરોડ રૂપિયાની આવકની આશા
IANS પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, બીસીસીઆઈએ આઈપીએલ-12 માટે જારી કરેલા બજેટમાં દર્શાવ્યું કે, 2018માં ટિકિટોના વેચાણથી જે આવક થઈ હતી, તેનાથી આ વખતે 2 કરોડનો વધારો થયો. ગત આઈપીએલની ટિકિટોથી બોર્ડને 18 કરોડ રૂપિયા મળ્યા હતા.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ને આઈપીએલની 12મી સિઝનના પ્લેઓફ મેચોની ટિકિટોના વેચાણથી 20 કરોડ રૂપિયાની આવકની આશા છે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલા મુકાબલાની ટિકિટોથી થતી આવક વિભિન્ન ફ્રેન્ચાઇઝીને આપવામાં આવે છે, જ્યારે અંતિમ 4 મુકાબલાના પૈસા બોર્ડને આપવામાં આવે છે. આઈપીએલ-12ની ફાઇનલ મેચ 12 મેએ રમાશે, જે પહેલા પ્લેઓફ મેચ યોજાશે.
પ્રાપ્ત દસ્તાવેજો અનુસાર, બીસીસીઆઈએ આઈપીએલની 12મી સિઝન માટે જાહેર કરેલા બજેટમાં દર્શાવ્યું કે, 2018માં ટિકિટોના વેચાણથી જે આવક થઈ હતી તેનાથી આ વર્ષે 2 કરોડનો વધારો થયો. 2018 આઈપીએલની ટિકિટોના વેચાણથી બોર્ડને 18 કરોડ રૂપિયા મળ્યા હતા.
આ સિઝનની ફાઇનલ મેચ 12 મેએ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ક્વોલિફાયર-1 ચેન્નઈ અને ક્વોલિફાયર-2 તથા એલિમિનેટર વિશાખાપટ્ટનમમાં આયોજીત કરવામાં આવશે. તમિલનાડુ ક્રિકેટ સંઘ (ટીએનસીએ)ને આઈ, જે અને કે સ્ટેન્ડની મંજૂરી ન મળી, જેથી ફાઇનલ મેચ હૈદરાબાદમાં આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે પ્લેઓફ મુકાબલા ડિફેન્ડિંગ ચેમ્પિયન અને ફાઇનલ સુધી પહોંચનારી ટીમના ઘરેલૂ મેદાન પર રમાઈ છે, પરંતુ કેટલિક મુશ્કેલીને કારણે બીસીસીઆઈએ વિશાખાપટ્ટનમમાં મેચ યોજવાનો નિર્ણય લેવો પડ્યો હતો. ચેન્નઈમાં ક્વોલિફાયર-1 7 મેએ રમાશે. વિશાખાપટ્ટનમ 8 અને 10 મેએ એલિમિનેટર અને ક્વોલિફાયર-2ની યજમાની કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી પ્રશાસકોની સમિતિ (સીઓએ)ના પ્રમુખ વિનોદ રાયે કહ્યું હતું કે, પ્લેઓફ મુકાબલાને સ્થાણાંતરિત કરવા પડશે કારણ કે આ મેચોમાં ટિકિટની વહેચણી બોર્ડનો વિશેષાધિકાર છે.
રાયે કહ્યું હતું, 'ટીએનસીએ'ને આઈ, જે અને કે સ્ટેન્ડ ખોલવાની મંજૂરી ન મળી જેના વિશે તેણે અમને સૂચના આપી અને અમે મેચ ચેન્નઈતી હૈદરાબાદ સ્થાળાંતરિક કરવાનો નિર્ણય લીધો. કારણ કે નોક-આઉટ મેચોમાં ટિકિટનું વેચાણ બોર્ડનો વિશેષાધિકાર છે, તેથી અમે નિર્ણય લીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે