IPL 2020 મુદ્દે લેવાયો મોટો નિર્ણય, BCCI અધિકારીએ કહ્યું- 29 માર્ચથી રમાશે નહી લીગ

આઇપીએલ 2020 (IPL 2020)નો રાહ જોઇ રહેલા ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. દુનિયાની આ સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગ પર કોરોના વાયરસ (Coronavirus)ની માર પડી ગઇ છે. આઇપીએલનું આગામી સત્ર 29 માર્ચથી શરૂ થવાનું હતું.

IPL 2020 મુદ્દે લેવાયો મોટો નિર્ણય, BCCI અધિકારીએ કહ્યું- 29 માર્ચથી રમાશે નહી લીગ

નવી દિલ્હી: આઇપીએલ 2020 (IPL 2020)નો રાહ જોઇ રહેલા ક્રિકેટપ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. દુનિયાની આ સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગ પર કોરોના વાયરસ (Coronavirus)ની માર પડી ગઇ છે. આઇપીએલનું આગામી સત્ર 29 માર્ચથી શરૂ થવાનું હતું. પરંતુ હવે આમ નહી થાય. કોરોના વાયરસના કારણે આઇપીએલનું આયોજન હવે 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યું છે.  

કોરોના વાયરસને ડબ્લ્યૂએચઓ (WHO) મહામારી જાહેર કરી ચૂક્યો છે. તેની અસર દુનિયાભરની રમતો પર પડી છે. ઘણી ટૂર્નામેન્ટ સ્થગિત થઇ ચૂકી છે, તો ઘણી મેચ દર્શકો વિના રમાઇ રહી છે. ભારતીય ક્રિકેટ ટીમ પણ દક્ષિણ આફ્રીકાના વિરૂદ્ધ આગામી મેચ ખાલી સ્ટેડિયમમાં રમશે.  

આઇપીએલ વિશે સતત અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. બીસીસીઆઇના એક અધિકારીએ શુક્રવારે આ અનુમાનો પર વિરામ લગાવી દીધો. તેણે કહ્યું કે 'હા આ વિશે નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂર્નામેન્ટને થોડા દિવસો માટે સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ ટૂર્નામેન્ટ 15 એપ્રિલથી શરૂ થશે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news