IPL Auction 2023: આઈપીએલ ટીમોએ જાહેર કર્યું રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ, મુંબઈએ આ દિગ્ગજને કર્યો બહાર

આઈપીએલ મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરે કોચ્ચીમાં કરવામાં આવશે. આ પહેલા દરેક ફ્રેન્ચાઇઝીઓએ પોતાના રિટેન અને રિલીઝ ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. 

IPL Auction 2023: આઈપીએલ ટીમોએ જાહેર કર્યું રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ, મુંબઈએ આ દિગ્ગજને કર્યો બહાર

નવી દિલ્હીઃ IPL Mini Auction Date: આઈપીએલ મિની ઓક્શન 2023ની તારીખની જાહેરાત કરી દેવામાં આવી છે. હકીકતમાં આઈપીએલ મિની ઓક્શનનું આયોજન 23 ડિસેમ્બરે કોચ્ચીમાં કરવામાં આવશે. તો આઈપીએલ ટીમોએ રિલીઝ અને રિટેન ખેલાડીઓનું લિસ્ટ 15 નવેમ્બર સુધી આપવાનું છે. પરંતુ રોહિત શર્માની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સે રિલીઝ તથા રિટેન ખેલાડીઓનું લિસ્ટ સોંપી દીધું છે. આવો આ ખેલાડીઓના લિસ્ટ પર નજર કરીએ. 

ચેન્નઈ સુપર કિંગ્સના રિટેન ખેલાડી
એમએસ ધોની, રવીન્દ્ર જાડેજા, મોઇન અલી, શિવમ દુબે, રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, મુકેશ ચૌધરી, ડ્વેન પ્રિટોરિયસ અને દીપક ચાહર.

આ ખેલાડીઓને કર્યાં રિલીઝ
ક્રિસ જોર્ડન, એડન મિલ્ને, નારાયણ જગદીસન, મિશેલ સેન્ટનર.

મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડીને કર્યાં રિટેન
રોહિત શર્મા, ડેવાલ્ડ બ્રેવિસ, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેનિયલ સેમ્સ, ટિમ ડેવિડ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, ટ્રિસ્ટન સ્ટબ્સ, તિલક વર્મા. 

આ ખેલાડીઓને કર્યાં રિલીઝ
ફેબિયન એલેન, કીરોન પોલાર્ડ, ટાઇમલ મિલ્સ, મયંક માર્કંડે, ઋતિક શૌકીન.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આ ખેલાડીઓને કર્યા રિટેન
વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, ફાફ ડુ પ્લેસિસ, વાનિંદુ હસરંગા, દિનેશ કાર્તિક, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, શાહબાઝ અહદમ, રજત પાટીદાર.

આ ખેલાડીઓને કર્યા બહાર
સિદ્ધાર્થ કૌલ, કર્ણ શર્મા, ડેવિડ વિલી, આકાશ દીપ

ગુજરાત ટાઈટન્સે આ ખેલાડીઓને કર્યાં રિટેન
હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, શુભમન ગિલ, અભિનવ મનોહર, રિદ્ધિમાન સાહા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, રાહુલ તેવટિયા, રહેમાનુલ્લા ગુરબાઝ

આ ખેલાડીઓને કર્યાં બહાર
મેથ્યૂ વેડ, વિજય શંકર, ગુરકીરત માન સિંહ, જયંત યાદવ, પ્રદીપ સાંગવાન, નૂર અહમદ, સાઈ કિશોર, વરૂણ આરોન.

દિલ્હી કેપિટલ્સે આ ખેલાડીઓને કર્યાં રિટેન
રિષભ પંત, ડેવિડ વોર્નર, પૃથ્વી શો, રોવમેન પોવેલ, અક્ષર પટેલ, મિશેલ માર્શ, સરફરાઝ ખાન, એનરિક નોર્ત્જે, કુલદીપ યાદવ.

આ ખેલાડીઓને કર્યાં રિલીઝ
શાર્દુલ ઠાકુર, ટિમ સીફર્ટ, કેએસ ભરત, મનદીપ સિંહ, અશ્વિન હેબ્બાર.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news