Cricket Stadium: ભારતના આ શહેરમાં બનશે મોદી સ્ટેડિયમ કરતા પણ મોટુ ક્રિકેટ સ્ટેડિયમ

Cricket Stadium: ખાસ મહેમાનો માટે આ સ્ટેડિયમમાં 38 VIP કોર્પોરેટ સ્યુટ્સ અને 36 VVIP કોર્પોરેટ સ્યુટ્સ પણ તૈયાર કરવામાં આવશે. તેમાં પ્રેસિડેન્શિયલ સ્યુટ પણ હશે, જે ઉચ્ચ કક્ષાના મહેમાનો માટે રાખવામાં આવશે. આ સિવાય તેમાં 4 RCA સ્યુટ પણ હશે.

Cricket Stadium: ભારતના આ શહેરમાં બનશે મોદી સ્ટેડિયમ કરતા પણ મોટુ ક્રિકેટ સ્ટેડિયમ

Chomp World’s third largest stadium: મેદાનના કદના સંદર્ભમાં, રાજસ્થાનના જયપુરમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઈ રહ્યું છે. તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ કરતા પણ મોટું હશે. તે 100 એકરમાં તૈયાર થશે. જો કે બેઠક ક્ષમતાની દૃષ્ટિએ આ સ્ટેડિયમ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. તેમાં 75000 લોકોની બેઠક ક્ષમતા હશે. આથી વધુ બેઠક ક્ષમતા માત્ર અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં છે.

આ સ્ટેડિયમ જયપુરના ચોમ્પ ગામમાં બનાવવામાં આવશે. તેની તૈયારી માટે, રાજસ્થાન ક્રિકેટ એસોસિએશન અને વેદાંતની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સ્ટેડિયમનું નામ 'અનિલ અગ્રવાલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, જયપુર' હશે. કરાર અનુસાર, આ સ્ટેડિયમના નિર્માણ માટે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ 300 કરોડ રૂપિયા ખર્ચ કરશે. સાથે જ RCA દ્વારા 100 કરોડ રૂપિયા આપવામાં આવશે.

સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમ્સની સુવિધા હશે. આ સાથે અન્ય રમતો માટે તાલીમ કેન્દ્રો પણ હશે. આ ઉપરાંત ક્લબ હાઉસ અને 3500 વાહનોના પાર્કિંગની પણ સુવિધા હશે. આ સ્ટેડિયમને સીધું દિલ્હી-જયપુર એક્સપ્રેસ હાઈવે સાથે જોડવાની યોજના છે, જેથી લોકોને અહીં પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે. સ્ટેડિયમના મેદાનમાં ફાઈવ સ્ટાર હોટેલ અને કન્વેન્શન સેન્ટર પણ બનાવવામાં આવશે.

No description available.

ખેલાડીઓ માટે શું શું થશે?
જયપુરમાં બનનારા આ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પીચો ઉપરાંત મેચ લેવલની 11 પીચો પણ બનાવવામાં આવશે. જેમાં નાના પેવેલિયનની સાથે બે અલગ-અલગ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમમાં એક જ દિવસમાં અવરોધ વિના ઘણી મેચો યોજવાના હેતુથી ખેલાડીઓ માટે 4 ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામાં આવશે.

VIP માટે વિશેષ સુવિધા
'અનિલ અગ્રવાલ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, જયપુર' ખાતે ખાસ મહેમાનો માટે 38 વીઆઈપી કોર્પોરેટ સ્યુટ્સ અને 36 વીવીઆઈપી કોર્પોરેટ સ્યુટ્સ પણ તૈયાર કરવામાં આવશે. તેમાં પ્રેસિડેન્શિયલ સ્યુટ પણ હશે, જે ઉચ્ચ કક્ષાના મહેમાનો માટે રાખવામાં આવશે. આ સિવાય તેમાં 4 RCA સ્યુટ પણ હશે.
-VIP માટે બેઠક વ્યવસ્થાની વાત કરીએ તો તેમાં 2000 પ્રીમિયમ સીટો તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, VIP સમારોહ /ભોજન માટે 1900 ચો.મી. જગ્યા તૈયાર કરવામાં આવશે. સ્ટેડિયમમાં કોમેન્ટેટર અને બ્રોડકાસ્ટ ટીમના લોકો બેસી શકે તે માટે 415 સીટો તૈયાર કરવામાં આવશે. 
- સ્ટેડિયમમાં બનાવવામાં આવનાર મીડિયા લોબીમાં 340 લોકો બેસી શકશે. તે જ સમયે, વિકલાંગ લોકો માટે 280 વ્હીલચેર બેઠકો તૈયાર કરવામાં આવશે.

પ્રેક્ટિસ અને તાલીમ માટે જગ્યા
જયપુરના આ સ્ટેડિયમમાં રહેવાની સુવિધાની સાથે સાથે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ ટ્રેનિંગ એકેડમી પણ હશે, જેમાં 5 પીચ અને બે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હશે. આઉટડોર નેટ પ્રેક્ટિસ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે, જે મુજબ તેમાં 20 ઇન્ડોર પિચ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો:
અમદાવાદના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ, IPL મેચ જોનારા માટે મોટા સમાચાર
BREAKING: જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો મોટો નિર્ણય

ગૃહવિભાગ આકરા પાણીએ! મંત્રી હર્ષ સંઘવી જોરદાર બગડ્યા, 2 જિલ્લાની પોલીસ ખડકાઈ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news