ચટગાંવ ટેસ્ટઃ બાંગ્લાદેશ પર ઐતિહાસિક જીતથી ચાર ડગલા દૂર અફઘાનિસ્તાન

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અહીં જોહુર અહમજ ચૌધરી સ્ટેડિયમમાં યજમાન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવવાથી માત્ર ચાર વિકેટ દૂર છે.
 

ચટગાંવ ટેસ્ટઃ બાંગ્લાદેશ પર ઐતિહાસિક જીતથી ચાર ડગલા દૂર અફઘાનિસ્તાન

ચટગાંવઃ અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ અહીં જોહુર અહમજ ચૌધરી સ્ટેડિયમમાં યજમાન બાંગ્લાદેશ વિરુદ્ધ રમાઇ રહેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ઐતિહાસિક જીત મેળવવાથી માત્ર ચાર વિકેટ દૂર છે. બાંગ્લાદેશે અફઘાનિસ્તાને આપેલા 398 રનના વિશાળ લક્ષ્યના જવાબમાં મેચના ચોથા દિવસે પોતાની બીજી ઈનિંગમાં દિવસની રમત સમાપ્ત થયા સુધી 136 રનની અંદર પોતાની છ વિકેટ ગુમાવી દીધી છે. યજમાન ટીમને હજુ મેચ જીતવા માટે 262 રનની જરૂર છે, જ્યારે તેની માત્ર 4 વિકેટ બાકી છે. 

સ્ટમ્પ સમયે કેપ્ટન શાકિબ અલ હસન 46 બોલ પર 4 ચોગ્ગાની મદદથી 39 અને સૌમ્ય સરકાર 5 બોલનો સામનો કરીને ક્રીઝ પર હતા. બાંગ્લાદેશ માટે બીજી ઈનિંગમાં લિટન દાસે 9, શાદમાન ઇસ્લામે 41, મોસાદિક  હુસૈને 12, મુશ્ફિકુર રહીમે 23, મોમીનુલ હકે 3 અને મહમૂદુલ્લાહે 7 રનનું યોગદાન આપ્યું હતું. 

અફઘાનિસ્તાન તરફથી કેપ્ટન રાશિદ ખાને અત્યાર સુધી 3, ઝાહિર ખાને 2 અને મોહમ્મદ નબીએ 1 વિકેટ લીધી છે. આ પહેલા અફઘાનિસ્તાને પોતાના કાલના સ્કોર 8 વિકેટ પર 237 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને તેની ટીમ 260 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અફઘાનિસ્તાને પ્રથમ ઈનિંગમાં 342 રન બનાવ્યા હતા અને કેપ્ટન રાશિદ ખાનની 5 વિકેટની મદદથી બાંગ્લાદેશને મેચના ત્રીજા દિવસે તેની પ્રથમ ઈનિંગમાં 205 રન પર આઉટ કરીને 137 રનની લીડ હાસિલ કરી હતી. 

મહેમાન ટીમે આ રીતે યજમાન બાંગ્લાદેશની સામે જીત માટે 398 રનનો લક્ષ્ય રાખ્યો છે. અફઘાનિસ્તાન માટે બીજી ઈનિંગમાં ઇબ્રાહિમ જાદરાને 87, અસગર અફગાને 50, અફસર ઝઝઈએ 48, રાશિદે 24, કેસ અહમદે 14, યામિન અહમદઝઈએ 9 અને નબીએ 8 રનનું યોગદાન આપ્યું હતું. બાંગ્લાદેશ માટે કેપ્ટન શાકિબે 3 અને મેહદી હસન, તૈજુલ ઇસ્લામ તથા નઈમ હસને બે-બે વિકેટ ઝડપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news