AUS vs IND: કોવિડ-19ના વધી રહ્યાં છે કેસ, ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળો


India Tour of Australia: ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયા પ્રવાસની શરૂઆત 27 નવેમ્બરથી થઈ રહી છે. પરંતુ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ 17 ડિસેમ્બરથી એડિલેડમાં રમાશે. આ મેચ પહેલાપ્રદેશમાં કોવિડના વધતા કેસે મુશ્કેલી વધારી છે. 
 

AUS vs IND: કોવિડ-19ના વધી રહ્યાં છે કેસ, ટેસ્ટ સિરીઝ પર સંકટના વાદળો

સિડનીઃ કોરોના વાયરસને કારણે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ટેસ્ટ સિરીઝ પર એક વાર ફરી સંકટના વાદળો છવાવા લાગ્યા છે. એડિલેડમાં એકવાર ફરી કોવિડ-19ના કેસ વધી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 17 ડિસેમ્બરથી આ શહેરમાં ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમાવાની છે. 

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા અને તસ્માનિયાની ટીમે હાલમાં એડિલેડમાં રમાયેલી મેચ દ્વારા ડોમેસ્ટિક ક્રિકેટમાં વાપસી કરી. આ બંન્ને ટીમોને હવે હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે કારણ કે તેની પ્રદેશ સરકારે સાઉથ ઓસ્ટ્રેલિયા માટે પોતાની બોર્ડર સીલ કરી દીધી છે. 

ટેસ્ટ કેપ્ટન ટિમ પેન તસ્માનિયામાં છે અને યુવા બેટ્સમેન કેમરન ગ્રીન હાલ પર્થ (વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા)મા છે. પરંતુ 27 નવેમ્બરથી શરૂ થતી વનડે સિરીઝ પહેલા તેમના સિડની પહોંચવાની આશા છે. 

બાંગ્લાદેશી ઓલરાઉન્ડર શાકિબ અલ હસનને લાઇવ ચેટમાં મળી જાનથી મારવાની ધમકી

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, તે એડિલેડમાં સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. શરૂઆતી કાર્યક્રમમાં પહેલા જ ફેરફાર કરવામાં આવી ચુક્યો છે અને આ કારણે ઓસ્ટ્રેલિયામાં સીઝનની શરૂઆત પહેલી મેચના વેન્યૂ બ્રિસબેનમાં હવે ચોથી ટેસ્ટ રમાશે. 

ઓસ્ટ્રેલિયાના વાઇસ કેપ્ટન પેટ કમિન્સે સોમવારે કહ્યુ કે, તે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના તે નિવેદન બાદ ચિંતામુક્ત છે જેમાં તેણે કહ્યુ હતું કે, સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. કમિન્સે કહ્યુ કે, જે જરૂરી હશે તે કરવામાં આવશે. તેણે કહ્યું કે, અમારી પ્રાથમિકતા છે કે ટેસ્ટ સિરીઝ કરાવવામાં આવે અને તે માટે જરૂરી બધા પગલા ભરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news