શરમ ભૂલ્યા શિક્ષકો, દલિત વિદ્યાર્થીનીઓને ચાલુ ક્લાસમાં પૂછ્યું, ‘મટન ખાઓ છો...?’
Trending Photos
દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમોતી પ્રાથમિક શાળામાં દલિત બાળાઓ સામે શાળાના શિક્ષક જીજ્ઞેશ સોજીત્રા સહિતના શિક્ષકો કેવી ભાષા વાપરે છે તેનો વિવાદાસ્પદ વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમા દલિત બાળાઓ દલિત આગેવાનોને પોતાની સામે શાળામાં શિક્ષક જીજ્ઞેશ સોજીત્રા સહિતના શિક્ષકો તેઓની સાથે કેવુ વર્તન કરે છે એ જણાવી રહી છે. એક સમાજના વિદ્યાર્થીનીઓ સાથે શિક્ષકો દ્વારા ભેદભાવ રાખતો હોવાનો વીડિયો વાયરલ થતા આ મામલે સમિતિની રચના કરવામાં આવી હતી. તેમજ જવાબદાર શિક્ષકોની બદલીના આદેશ કરાયા હતા.
ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમોતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ સાથે શાળાના શિક્ષકો દ્વારા થયેલ ભેદભાવ અંગેનો વિડીયો વાયરલ થયો છે. દલિત સમાજ દ્વારા આ શિક્ષકો સામે શિક્ષાત્મક પગલા લેવાની જે પણ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સમાજ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સંઘના ચેરમેન દ્વારા સમગ્ર ઘટનાની તપાસ અંગે એક સમિતિ રચવામાં આવી છે.
આ તારીખથી લાગશે હોળાષ્ટક, 8 દિવસ નહિ કરી શકો કોઈ પણ શુભ કાર્ય
શિક્ષકો વિદ્યાર્થીનીઓને કેવા સવાલો કરે છે...
વીડિયોમાં વિદ્યાર્થિની કહે છે કે, શિક્ષકો કહે છે કે, દલિત છો એટલે અમે તમને ગોરણી ન કરી શકીએ મે જાવ, અને અમારી સમાજની કોઇ છોકરી જાય તો ધક્કો મારી કહે છે કે, નીચી જ્ઞાતિને અમે નથી લેતા. લક્ષ્મી ટીચર ભણાવે છે સારૂ પણ માર પણ બહુ મારે છે. તેમજ જીજ્ઞેશ સર ચીટીયા ભરે છે અને છોકરીઓ પાસે જ બેસી રહે છે. અમને કહે છે કે, તમે નોનવેજ ખાતા હશો ને. તેમજ તમારા ઘરે મહેમાન આવે, ત્યારે મટન પકવવામાં આવતું હશે ને. અમે ભણવા આવીએ છીએ તમારા જવાબ આપવા નથી આવતા. આ અંગે અમે મારા પપ્પાને પણ વાત કરી છે. અમને સોટીથી માર મારે છે અને લાફા મારી લે છે.
મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો કે, જે પણ ગુનેગાર હશે તે શિક્ષકોને બદલી રૂપે શિક્ષાત્મક તેમજ દંડાત્મક સજા સ્વરૂપે કાર્યવાહી કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. જેને લઇને સમગ્ર બાબતને હાલ પૂરતી સમેટી લેવામાં આવી છે. આ સમગ્ર બાબતે શિક્ષણ સમિતિના ચેરમેન, શહેર કોંગ્રેસના આગેવાનો, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ, સમાજના આગેવાનો, તેમજ અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સમગ્ર ઘટના અંગે ચર્ચા કરવામાં આવેલી અને ભવિષ્યમાં પણ આવા બનાવ ન બને અને સામાજિક સમરસતા બની રહે તેના માટે પણ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી. આ અંગે કોઈ જાતની પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. તેમજ
આગેવાનોના જણાવ્યા પ્રમાણે તેમને આ બાબતે સંપૂર્ણ સંતોષ હોવાનું પણ જણાવ્યું હતું.
શિક્ષકોની બદલીના આદેશ છૂટ્યા
ઉપલેટા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત રાજમોતી પ્રાથમિક શાળામાં દલિત વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો વીડિયો વાયરલ થયા બાદ શિક્ષકો સામે લેવાયા સખત પગલા લેવાયા હતા. શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા શિક્ષકોની બદલીના આદેશ કરાયા હતા. જવાબદાર શિક્ષકોની બદલીના આદેશ છૂટ્યા છે. જવાબદાર શિક્ષકો લક્ષ્મીબેન, રસીલાબેન અને જીગ્નેશભાઈની બદલીના આદેશ કરાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે