J&Kમાંથી કલમ 370 હટાવ્યા બાદ વ્યાકુળ આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો સણસણતો જવાબ

કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર રોષે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદિને પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે મંગળવારે સણસણતો જવાબ આપ્યો છે

J&Kમાંથી કલમ 370 હટાવ્યા બાદ વ્યાકુળ આફ્રિદીને ગૌતમ ગંભીરે આપ્યો સણસણતો જવાબ

નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા પર રોષે ભરાયેલા પાકિસ્તાની ક્રિકેટર શાહિદ અફ્રિદિને પૂર્વ ક્રિકેટર અને પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે મંગળવારે સણસણતો જવાબ આપ્યો છે. તેમણે તેમના એક ટ્વિટમાં અફ્રિદિને શાંત રહેવાની સલાહ આપતા કહ્યું કે, ‘ચિંતા કરશો નહીં, બેટા બધું બરાબર થઈ જશે.’

ગૌતમે તેમના એક ટ્વિટમાં લખ્યું, શાહિદ આફ્રિદિએ આ મુદ્દે એક અભિપ્રાય આપ્યો છે. તે કહી રહ્યો છે કે, અકારણ આક્રમતા અને માનવતા વિરોધી ગુના થઇ રહ્યાં છે. પરંતુ તેઓ એક વાતનો ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા છે કે, આ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં થઇ રહ્યું છે, ‘ચિંતા કરશો નહીં, બેટા બધું બરાબર થઈ જશે.’

ખરેખરમાં, જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિ દૂર કરવાથી પાડોસી દેશ પાકિસ્તાન આકુળ-વ્યાકુળ બની ગયું છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદિએ સોમવારે એક ટ્વિટ દ્વારા તેની વ્યાકુળતા વ્યક્ત કરી હતી. તેણે તેના ટ્વિટમાં લખ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રના ઠરાવના આધારે કાશ્મીરીઓને તેમના અધિકાર આપવો જોઈએ. સ્વતંત્રતાનો અધિકાર જે આપણાં બધાને છે. યુનાઇટેડ નેશન્સ કેમ બનાવવામાં આવ્યું છે અને કેમ સૂઈ રહ્યું છે? કાશ્મીરમાં સતત જે માનવતા વિરોધી અકારણ આક્રમતા અને ગુના થઇ રહ્યાં છે. તેને પર ધ્યાન આપવું જોઇએ. ડોનાલ ટ્રમ્પ (અમેરિકાના રાષ્ટ્રપતિ)ને આ મામલે જરૂરી રીતથી મધ્યસ્થની ભૂમિકા અદા કરવી જોઇએ.

જમ્મૂ તેમજ કાશ્મીરથી વિશેષ રાજ્યનો હક પરત લેવા અને કલમ 370 દૂર કરવા પર પાકિસ્તાન ચિંતામાં છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ જમ્મુ કાશ્મીર પર ભારતના નિર્ણયને લઇને ચર્ચા માટે આજે (મંગળવારે) સંસદના બંને સંદનોમાં તાત્કાલીક બેઠક બોલાવી છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news