છૂટાછેડા બાદ નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે હાર્દિક પંડ્યા? જુઓ આ Viral Video માં શું કહે છે હાર્દિક 

Watch Viral Video of Hardik Pandya: હાર્દિક અને નતાશાની ડિવોર્સની જાહેરાત બાદ ફેન્સના મનમાં હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે જેના જવાબ શોધવા ખુબ જરૂરી બની જાય છે. બંનેના પુત્ર અગસ્ત્યનું શું થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં છે. બીજો સવાલ એ છે કે બંનેના ડિવોર્સ બાદ હાર્દિક પંડ્યા નતાશાને કેટલા પૈસા આપશે?

છૂટાછેડા બાદ નતાશાને સંપત્તિનો કેટલો હિસ્સો આપશે હાર્દિક પંડ્યા? જુઓ આ Viral Video માં શું કહે છે હાર્દિક 

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે આખરે ડિવોર્સની જાહેરાત કરી દીધી. થોડા કલાક પહેલા જ હાર્દિકે એક લાંબી પોસ્ટ શેર કરીને પોતાના તમામ ફેન્સને આ જાણકારી આપી. આ જાણ્યા બાદ ફેન્સને હજુ પણ વિશ્વાસ નથી  થઈ રહ્યો કે બંને છૂટા પડવા જઈ રહ્યા છે. જો કે હાર્દિક અને નતાશાની ડિવોર્સની જાહેરાત બાદ ફેન્સના મનમાં હવે અનેક સવાલ ઉઠી રહ્યા છે જેના જવાબ શોધવા ખુબ જરૂરી બની જાય છે. બંનેના પુત્ર અગસ્ત્યનું શું થશે? આ એક એવો સવાલ છે જે દરેકના મનમાં છે. બીજો સવાલ એ છે કે બંનેના ડિવોર્સ બાદ હાર્દિક પંડ્યા નતાશાને કેટલા પૈસા આપશે? આ તમામ સવાલો છે જેના જવાબ હાલ હાર્દિક અને નતાશાના ફેન્સ શોધી રહ્યા છે. આ બધા વચ્ચે હાર્દિકનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર  હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

હાર્દિકનો વાયરલ વીડિયો
હાર્દિક પંડ્યાએ નતાશા સાથે 4 વર્ષ રહ્યા બાદ હવે અલગ થવાનો નિર્ણય લીધો છે. એટલું જ નહીં નતાશા હાલમાં જ પુત્ર અગસ્ત્ય સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. તે ભારત છોડીને સર્બિયા તેના પરિવાર પાસે પાછી જતી રહી છે. આવામાં સવાલ એ છે કે હાર્દિક પોતાની સંપત્તિનો કેટલો હિસ્સો નતાશાના નામે કરશે. કારણ કે આ અંગે તે અગાઉ એક વીડિયોમાં ઘણું કહી ચૂક્યો છે. હાર્દિકે પહેલા જ જણાવ્યું હતું કે તેની તમામ સંપત્તિ તેની માતાના નામે છે. તેમની કાર, ઘર અને દરેક નાની મોટી વસ્તુ તેના માતાના નામે જ થાય છે. 

- Bro was visionary 😎 pic.twitter.com/AIi8tVyL7R

— Sir BoiesX (@BoiesX45) July 18, 2024

ક્યારે કહી હતી આ વાત?
હાર્દિક પંડ્યાએ આ વાત ગૌરવ કપૂરના બ્રેકફાસ્ટ વિથ ચેમ્પિયન શો પર કરી હતી. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે. અનેક લોકો તો હાર્દિકનો આ વીડિયો શેર કરીને એવું પણ કહે છે કે ભાઈનું વિઝન ખુબ દૂરનું છે. તેમને પહેલેથી જ ખબર પડી ગઈ હતી. જો કે હાર્દિક પંડ્યા તેની વાઈફને કેટલા પૈસા આપશે તેનો નિર્ણય તો કોર્ટ દ્વારા કરવામાં આવશે. જ્યારે પુત્ર અગત્સ્યની કસ્ટડીની વાત કરીએ તો તે પહેલેથી જ માતા પાસે જતો રહ્યો છે તો એવું માનવામાં આવી રહ્યું છે કે તે નતાશા સાથે જ રહેશે. 

પહેલી મુલાકાત
વર્ષ 2018માં એક કોમન ફ્રેન્ડ દ્વારા હાર્દિક અને નતાશાની મુલાકાત થઈ હતી. બંને એક નાઈટક્લબમાં મળ્યા હતા. રિપોર્ટસ મુજબ હાર્દિક અને નતાશાને પહેલી નજરે જ પ્રેમ થઈ ગયો હતો. ત્યાર બાદ બંનેએ ડેટિંગ શરૂ કર્યું હતું. નતાશા હાર્દિક પહેલા ટીવી સેલેબ અલી ગોનીને ડેટ કરી રહી હતી. બે વર્ષ એક બીજાને ડેટ કર્યા બાદ હાર્દિક અને નતાશાએ ત્રણ રીતે લગ્ન કર્યા હતાં પરંતુ આમ છતાં તેઓ પોતાના સંબંધને બચાવી શક્યા નહીં. સૌથી પહેલા 1 જાન્યુઆરી 2020ના રોજ સગાઈ કરી હતી ત્યારબાદ કોવિડ કાળ દરમિયાન 31 મે 2020ના રોજ કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના સાત મહિનામાં જ તેમના જીવનમાં 30 જુલાઈ 2020ના રોજ પુત્ર અગસ્ત્યનો જન્મ થયો. કોરોના પૂરો થયો ત્યારબાદ નતાશા અને હાર્દિકે બીજીવાર ગ્રાન્ડ લેવલે ભારતીય અને વ્હાઈટ એમ બંને રીતે લગ્ન કર્યા. 14 ફેબ્રુઆરી 2023ના રોજ ઉદયપુરમાં કપલે ફરીથી લગ્ન કર્યા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news