ICC Test Rankings: કોહલીને પછાડી સ્મિથ બીજા સ્થાને પહોંચ્યો, રિષભ પંતને થયો મોટો ફાયદો

વિરાટ કોહલી પિતૃત્વ અવકાશને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત આવી ગયો છે. તેની પત્ની અનુષ્કાએ સોમવારે પુત્રીને જન્મ આપ્યો છે. 
 

ICC Test Rankings: કોહલીને પછાડી સ્મિથ બીજા સ્થાને પહોંચ્યો, રિષભ પંતને થયો મોટો ફાયદો

દુબઈઃ ICC Test Rankings: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) આઈસીસી ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં ત્રીજા સ્થાને ખસકી ગયો છે જ્યારે ઓસ્ટ્રેલિયાનો દિગ્ગજ બેટ્સમેન સ્ટીવ સ્મિથ (Steve Smith) બીજા સ્થાન પર આવી ગયો છે. 

પુજારા આઠમાં સ્થાન પર પહોંચ્યો
બીજીતરફ ટીમ ઈન્ડિયાની દીવાલ કહેવાતો ચેતેશ્વર બૂજારા બે સ્થાન ઉપર ચઢીને આઠમાં સ્થાને આવી ગયો છે. કોહલીના 870 રેટિંગ પોઈન્ટ છે. તે પિતૃત્વ અવકાશને કારણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત આવી ગયો છે. તેની પત્ની અનુષ્કાએ સોમવારે પુત્રીને જન્મ આપ્યો છે. 

વિલિયમસન ટોપ પર યથાવત
સ્મિથ 9000 પોઈન્ટની સાથે બીજા સ્થાન પર છે, જ્યારે ટોપ પર ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન છે જેના 919 પોઈન્ટ છે. સ્મિથે સિડની ટેસ્ટમાં 131 અને 81 રન બનાવ્યા હતા. વિલિયમસને પાકિસ્તાન વિરુદ્ધ ક્રાઇસ્ટચર્ચ ટેસ્ટમાં 238 રનની ઈનિંગ રમી હતી. 

રહાણે સાતમાં સ્થાને
વિલિયમસન આઈસીસી રેન્કિંગમાં સર્વાધિક રેટિંગ પોઈન્ટ મેળવનાર કીવિ ક્રિકેટર પણ બની ગયો છે. ટીમ ઈન્ડિયાના કાર્યવાહક કેપ્ટન અંજ્કિય રહાણે  (Ajinkya Rahane) એક સ્થાનના નુકસાન સાથે સાતમાં સ્થાન પર છે. 

રિષભ પંત 26માં સ્થાને પહોંચ્યો
રિષભ પંતે 39 અને 97 રન બનાવ્યા જેની મદદથી તે 19 સ્થાનની છલાંબ લગાવી 26માં સ્થાને પહોંચી ગયો છે. હનુમા વિહારી 52માં, શુભમન ગિલ 69માં અને અશ્વિન 89માં સ્થાન પર છે. 

અશ્વિનને નુકસાન
બોલરોમાં ઓફ સ્પિનર અશ્વિન બે સ્થાન નીચે આવીને નવમાં સ્થાન પર છે. જ્યારે બુમરાહ એક સ્થાનના નુકસાનની સાથે દસમાં સ્થાને છે. પેટ કમિન્સ બોલરોની યાદીમાં ટોપ પર છે, જ્યારે સ્ટુઅર્ટ બ્રોડ બીજા સ્થાને છે. 

આઈસીસી રેન્કિંગમાં ટોપ-10 બેટ્સમેન

⬆️ Steve Smith takes second place
⬆️ Henry Nicholls leaps into the top 10

Here's the latest update in the @MRFWorldwide ICC Test Rankings ☝️#ICCRANKINGS pic.twitter.com/nliMxZQQGK

— ICC (@ICC) January 12, 2021

આઈસીસી રેન્કિગંમાં ટોપ-10 બોલર

Here's the latest bowling update in the @MRFWorldwide ICC Test Rankings pic.twitter.com/F1z6IdS9oH

— ICC (@ICC) January 12, 2021

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news