AUS vs IND: પિંક બોલથી વિરાટ સેનાની અગ્નિ પરીક્ષા, કાલથી એડિલેડમાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની નિડર ટીમ ગુરૂવારથી એડિલેડમાં શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને પડકાર આપવા માટે તૈયાર છે. ગુલાબી બોલના ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે, તેવામાં ટીમ ઈન્ડિયા સારા પ્રદર્શનની સાથે યજમાન ટીમને માત આપવા માટે ઉતરશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણા ખેલાડીઓની ઈજાને કારણે પરેશાન છે. 

AUS vs IND: પિંક બોલથી વિરાટ સેનાની અગ્નિ પરીક્ષા, કાલથી એડિલેડમાં ટેસ્ટ સિરીઝનો પ્રારંભ

એડિલેડઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની નિડર ટીમ ગુરૂવારથી એડિલેડમાં શરૂ થનારી પ્રથમ ડે-નાઇટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને પડકાર આપવા માટે તૈયાર છે. ગુલાબી બોલના ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો દબદબો રહ્યો છે, તેવામાં ટીમ ઈન્ડિયા સારા પ્રદર્શનની સાથે યજમાન ટીમને માત આપવા માટે ઉતરશે. ઓસ્ટ્રેલિયાની ટીમ ઘણા ખેલાડીઓની ઈજાને કારણે પરેશાન છે. 

ઓસ્ટ્રેલિયન મીડિયા કારોબારી કૈરી પેકરે 1970ના દાયકામાં ચેનલ નાઇન પર પોતાની 'વિશ્વ સિરીઝ દિવસ-રાત ટેસ્ટ મેચો'ને પ્રમોટ કરતા એક શાનદાર કેપ્શન આપ્યું હતું, 'બિગ બ્વોયઝ પ્લે એટ નાઇટ (શીર્ષ ખેલાડી રાત્રે રમે છે.'

ત્યાં સુધી કે 2020મા પણ સિરીઝ માટે તેનાથી સારૂ કેપ્શન ન મળી શકે, જેમાં કોહલીની શાનદાર બેટિંગનો સામનો સ્ટીવ સ્મિથની રન બનાવવાની સાતત્યતા સાથે હોય, જેમાં ચેતેશ્વર પૂજારાના ક્રીઝ પર ટક્યા રહેવાની જિદને યુવા માર્નસ લાબુશેન પડકાર આપે અને આ બધુ એડિલેડ ઓવલમાં  દૂધિયા રોશનીમાં રમાનારા મુકાબલામાં હશે. 

સાથે બંન્ને ટીમોના ફાસ્ટ બોલર ગુલાબી બોલથી સંધ્યા સમયે બેટ્સમેનોના મગજમાં શંકા ઉભી કરવા ઈચ્છશે. જોશ હેઝલવુડ વિરુદ્ધ મોહમ્મદ શમી, મુકાબલો ખુબ રોમાંચક હશે, જ્યારે પેટ કમિન્સના બાઉન્સરનો જવાબ જસપ્રીત બુમરાહ પોતાના યોર્કરથી આપવા ઈચ્છશે. 

ભારત અને ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સીરિઝનો સંપૂર્ણ ઈતિહાસ, કેવી રીતે શરૂ થઈ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી?  

ઈશાંત શર્મા જેવો અનુભવી ફાસ્ટ બોલર ભારતીય ટીમમાં સામેલ નથી, તો ઓસ્ટ્રેલિયન લાઇન-અપને પોતાના સ્ટાર ડેવિડ વોર્નરની ખોટ પડશે, જેથી બંન્ને ટીમ મજબૂતીના હિસાબે બરાબરી પર જોવા મળે છે. પરંતુ ઓસ્ટ્રેલિયાની ટીમને ડે-નાઇટ ટેસ્ટ રમવાનો અનુભવ છે અને તેને ઘરેલૂ પરિસ્થિતિનો ફાયદો ચોક્કસપણે મળશે. 

દિવસ-રાત્રી ટેસ્ટ મેચની પોતાની ખાસિયત છે, જેમાં બેટ્સમેન પ્રથમ સત્રમાં હાવી થવાની આશા થાય છે, જ્યારે સૂરજ આથમે છે તો બોલરોનો દબદબો રહે છે કારણ કે ગુલાબી કૂકાબૂરા બોલની ગતિ વધુ હોય છે. 

— BCCI (@BCCI) December 15, 2020

તો ભારતીય ટીમની પાસે વિભિન્ન સ્થાનો માટે આટલા બધા વિકલ્પ ક્યારેય નહતા. પરંતુ ભારતીય કેપ્ટન કોહલીએ સ્પષ્ટ કર્યુ કે, શુભમન ગિલ અને લોકેશ રાહુલે પોતાની તકની રાહ જોવી પડશે કારણ કે ટીમ મેનેજમેન્ટે ઓપનિંગ બેટ્સમેન સ્થાન માટે ફોર્મથી બહાર ચાલી રહેલા પૃથ્વી શોની સાથે બન્યા રહેવાનો નિર્ણય લીધો છે. 

કોહલીએ મેચની પૂર્વ સંધ્યા પર કહ્યુ, શુભમનને હજુ સુધી ટેસ્ટ ક્રિકેટમાં આ સ્તર પર તક મળી નથી, તેથી જ્યારે પણ તેને તક મળે છે તો તે જોવાનું રસપ્રદ હશે કે તે કેવું પ્રદર્શન કરે છે કારણ કે તે ખુબ આત્મવિશ્વાસથી ભરેલ ખેલાડી છે. 

તો કેપ્ટન કોહલીને હનુમા વિહારી પોતાના કામચલાઉ ઓફ બ્રેકને કારણે પસંદ છે. તો વિકેટકીપરના સ્થાન પર રિદ્ધિમાન સાહાને વિસ્ફોટક રિષભ પંત પર મહત્વ આપવામાં આવ્યું છે. પ્રેક્ટિસ મેચમાં બંન્નેએ સારૂ પ્રદર્શન કર્યુ હતું. 

પિંક બોલનો સ્ટાર સ્ટાર્ક બની શકે છે ખતરનાક
મંગળવારે ભારતના ટોચના બેટ્સમેનોને એડિલેડમાં નેટ પર ગુલાબી કૂકાબૂરાથી ટી નટરાજનના અંદર આવતા બોલથી મુશ્કેલી થઈ રહી હતી. જો નટરાજનની 130 કિમી પ્રતિ કલાકની ગતિથી તેને પરેશાની થઈ શકે છે તો ગુલાબી બોલથી ટેસ્ટમાં વિશ્વમાં સર્વાધિક વિકેટ ઝડપનાર સ્ટાર્ક કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે. 

ટીમ આ પ્રકારે છેઃ
ભારત પ્લેઇંગ ઇલેવનઃ વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, પૃથ્વી શો, ચેતેશ્વર પૂજારા, અંજ્કિય રહાણે, હનુમા વિહારી, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ. 

ઓસ્ટ્રેલિયાઃ ટિમ પેન, જો બર્ન્સ, પેટ કમિન્સ, કેમરન ગ્રીન, માર્કસ હેરિ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મોઇજેસ હેનરિક્સ, માર્નસ લાબુશેન, નાથન લાયન, માઇકલ નેસર, જેમ્સ પેટિન્સન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, મિશેલ સ્વેપસન, મેથ્યૂ વેડ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news