આ તારીખથી અમદાવાદમાં કોવેક્સીનનો બીજો ડોઝ આપવાની શરૂઆત કરાશે
Trending Photos
- કોવેક્સીન રસીના બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવાય છે
- આ રસીનો બીજો ડોઝ પહેલા ડોઝ કરતા વધુ પ્રભાવી હોય છે
અતુલ તિવારી/અમદાવાદ :હાલ અમદાવાદ સોલા સિવિલમાં કોવેક્સીન વેક્સીન (corona vaccine) નું ટ્રાયલ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે. ત્યારે કોરોના વેકસીનના ટ્રાયલ મામલે સારા સમાચાર આવ્યા છે. કૉવેકસીન (covaccine) નો પ્રથમ ડોઝ ટ્રાયલ અંતર્ગત સોલા સિવિલમાં 400 જેટલા સ્વયંસેવકોને આપવામાં આવ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં 25 નવેમ્બરથી શરૂ થયેલા ટ્રાયલ અંતર્ગત વેક્સીનનો ડોઝ લેનાર એકપણ સ્વયંસેવકને કોઈ પણ સમસ્યા સામે આવી નથી. ત્યારે હવે કોવેક્સીનનો બીજો ડોઝ 26 ડિસેમ્બરથી સ્વયંસેવકોને આપવાની શરૂઆત કરાશે.
આ પણ વાંચો : કોરોનાથી સાજા થવાનો હરખ લેવા જેવો નથી, મ્યુકોરમાઈકોસીસ નામની નવી બીમારી આવી
15 જાન્યુઆરી સુધીમાં બુસ્ટર ડોઝ અપાશે
સોલા સિવિલ હોસ્પિટલ તેમજ કોવેકસીન ટ્રાયલ કમિટીના હેડ ડો. પારુલ ભટ્ટ જણાવે છે કે, કોવેક્સીન રસીના બીજા ડોઝને બુસ્ટર ડોઝ કહેવાય છે. આ રસીનો બીજો ડોઝ પહેલા ડોઝ કરતા વધુ પ્રભાવી હોય છે. બુસ્ટર ડોઝ સ્વયંસેવકોને અપાયા બાદ 15 દિવસ મહત્વપૂર્ણ બની રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં બુસ્ટર ડોઝ અપાઈ જશે. આ ડોઝ અપાયા બાદના શરૂઆતી પરિણામો હાંસિલ થશે. તેમજ કોવેક્સીન કેટલી સુરક્ષિત છે તે અંગે પ્રાથમિક માહિતી મળી શકશે. એક મહિના સુધી પહેલા ડોઝને આપવાની કામગીરી ચાલુ હતી, જે પૂરી થયા બાદ 26 ડિસેમ્બરથી બીજો ડોઝ આપવાની શરૂઆત કરાશે.
આ પણ વાંચો : જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો
દેશના 22 સેન્ટર પર કોવેક્સીનનું ટ્રાયલ
ઉલ્લેખનીય છે કે, દેશભરના 22 સેન્ટરો પર કોવેક્સીનના ટ્રાયલ ચાલી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલ ખાતે કોવેક્સીનના ટ્રાયલ અંતર્ગત 1 હજાર સ્વયંસેવકોને વેક્સીન આપવાની છે. 400 સ્વયંસેવકોને વેકસીન આપાયા બાદ અન્ય 500 ડોઝનો જથ્થો પણ ભારત બાયોટેક દ્વારા હોસ્પિટલને પૂરો પાડવામાં આવ્યો છે. સ્વયંસેવકોને આપવા માટેનો બુસ્ટર ડોઝનો જથ્થો પણ સોલા સિવિલમાં મોકલી આપવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે