ભારત પ્રથમ પ્રાથમિકતા, આશા કરુ છું 2020માં આઈપીએલનું આયોજન થશેઃ ગાંગુલી

કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારતમાં ટૂર્નામેન્ટના આયોજનમાં કોઈ પ્રકારની સમસ્યા થવા પર ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, અને યૂઈએએ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઈચ્છા દર્શાવી છે. વિદેશમાં લીગના આયોજનનો વિકલ્પ છે પરંતુ તેમાં ખર્ચમાં વધારો થશે. 

Updated By: Jul 8, 2020, 05:28 PM IST
ભારત પ્રથમ પ્રાથમિકતા, આશા કરુ છું 2020માં આઈપીએલનું આયોજન થશેઃ ગાંગુલી

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ની પ્રથમ પ્રાથમિકતા ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન છે અને તેમને આસા છે કે કોરોના વાયરસના વધતા કેસ સાથે જોડાયેલી ચિંતા છતા 2020માં આ ટી20 લીગનું આયોજન થશે. 

ખુબ લોકપ્રિય ટી20 લીગ આઈપીએલનું આયોજન 29 માર્ચે થવાનું હતું પરંતુ કોરોના વાયરસ મહામારીને કારણે તેને અચોક્કસ સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. પૂર્વ ભારતીય કેપ્ટને કહ્યું કે, ક્રિકેટનું સામાન્ય સ્થિતિમાં પરત ફરવું મહત્વપૂર્ણ છે અને આઈપીએલને લઈને કોઈપણ નિર્ણય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ  (ICC)ના ટી20 વિશ્વકપના ભવિષ્યના નિર્ણય બાદ કરવામાં આવશે. વિશ્વકપનું આયોજન ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં થવાનું છે. 

ગાંગુલીએ એક ટીવી ચેનલને કહ્યું, અમે નથી ઈચ્છતા કે 2020નો અંત આઈપીએલ વગર થાય. અમારી પ્રથમ પ્રાથમિકતા ભારત છે અને અમને 35-40 દિવસ પણ મળે તો અમે તેની યજમાની કરીશું. પરંતુ અમને ખ્યાલ નથી કે ક્યાં...

કોરોના વાયરસના વધતા કેસને જોતા ભારતમાં ટૂર્નામેન્ટના આયોજનમાં કોઈ પ્રકારની સમસ્યા થવા પર ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, અને યૂઈએએ ટૂર્નામેન્ટનું આયોજન કરવાની ઈચ્છા દર્શાવી છે. વિદેશમાં લીગના આયોજનનો વિકલ્પ છે પરંતુ તેમાં ખર્ચમાં વધારો થશે. 

48 વર્ષના થયા 'પ્રિન્સ ઓફ કોલકત્તા' સૌરવ ગાંગુલી, જાણો તેમના વિશે કેટલિક મહત્વની વાતો

ગાંગુલીએ કહ્યુ, હું તેને તે ક્રમમાં જોઉ છું. પ્રથમ કે શું અમે નક્કી સમયમાં આઈપીએલનું આયોજન કરી શકીએ કારણ કે આઈપીએલની પાસે સીમિત સમય છે. 

તેમણે કહ્યું, બીજુ ભારત. જો તેમ સંભવ ન થયું તો અમે વિદેશોમાં આયોજન પર વિચાર કરી શકીએ. પરંતુ ક્યાં જશું... કારણ કે જો તમે વિદેશમાં જશે તો તે બધા માટે ખર્ચાળ હશે.. ફ્રેન્ચાઇઝી અને બોર્ડ. 

ટી20 વિશ્વકપના ભવિષ્ય પર નિર્ણય કરવામાં વિલંબથી પણ બીસીસીઆઈ પ્રમુખ અને આઈપીએલના અન્ય હિતધારકોએ રાહ જોવી પડી રહી છે. ગાંગુલીએ કહ્યુ, અમને હજુ સુધી ખ્યાલ નથી કારણ કે ટી20 વિશ્વકપના સંદર્ભમાં આઈસીસીનો નિર્ણય આવ્યો નથી. અમને મીડિયામાં અલગ અલગ વસ્તુ સાંભળવા મળી રહી છે, પરંતુ બોર્ડના સભ્યોને હજુ સત્તાવાર જણાવવામાં આવ્યું નથી. પરંતુ ગાંગુલીને તે ભારતીય શહેરોની મુશ્કેલ સ્થિતિનો ખ્યાલ છે જ્યાં આઈપીએલ ફ્રેન્ચાઇઝી છે. 

ગાંગુલીએ કહ્યુ, અમારે આઈપીએલ સ્થગિત કરવી પડી જે આપણા ડોમેસ્ટિક સીઝનનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે. અમે આઈપીએલનું આયોજન કરવા ઈચ્છીએ છીએ. પરંતુ જીવનને સામાન્ય કરવુ જરૂરી છે. ક્રિકેટની સામાન્ય વાપસી સંભવ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર