World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે IND Vs PAK વર્લ્ડ કપ મેચ! ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

World Cup 2023 News: ભારતીય ધરતી પર આ વર્ષના અંતમાં યોજાનાર ICC 2023 ODI વર્લ્ડ કપ શેડ્યૂલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે ભારતમાં યોજાનાર 2023 વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ICC 2023 ODI વર્લ્ડ કપના શેડ્યૂલને લઈને આ મોટી જાણકારી સામે આવી છે.

World Cup 2023: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે IND Vs PAK વર્લ્ડ કપ મેચ! ટૂંક સમયમાં થશે સત્તાવાર જાહેરાત

World Cup 2023: ICC 2023 ODI વર્લ્ડ કપ, આ વર્ષના અંતમાં ભારતની ધરતી પર યોજાનાર ક્રિકેટના મહાકુંભના શેડ્યૂલને લઈને એક મોટો ખુલાસો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે ભારતમાં યોજાનાર 2023 વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે અને ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ICC 2023 ODI વર્લ્ડ કપના શેડ્યૂલની વાત કરીએ તો આ મોટી માહિતી સામે આવી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે.

આ દિવસે વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) IPL 2023 સીઝન પછી તરત જ 2023 વર્લ્ડ કપ મેચોના તમામ સ્થળોની જાહેરાત કરશે, ત્યારબાદ તે સ્પષ્ટ થશે કે કઈ મેચ કયા શહેરમાં અને કઈ તારીખે રમાશે. અહેવાલ મુજબ ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે અહીં શાનદાર મેચ રમાશે

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 1 લાખ દર્શકો બેસીને મેચ નિહાળી શકશે. અહેવાલો અનુસાર, 2023 વર્લ્ડ કપની મેચો માટે ઘણા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. નાગપુર, બેંગલુરુ, તિરુવનંતપુરમ, મુંબઈ, દિલ્હી, લખનૌ, ગુવાહાટી, હૈદરાબાદ, કોલકાતા, રાજકોટ, ઈન્દોર, બેંગ્લોર અને ધર્મશાલાને 2023 વર્લ્ડ કપ મેચો માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા તેની વર્લ્ડ કપ મેચ આમાંથી માત્ર 7 શહેરોમાં જ રમશે. રિપોર્ટ અનુસાર સુરક્ષાના કારણોસર પાકિસ્તાનની મોટાભાગની મેચ ચેન્નાઈ, કોલકાતા અને બેંગલુરુમાં રમાઈ શકે છે. કોલકાતામાં હજુ પણ વાતચીત ચાલી રહી છે. બાંગ્લાદેશી ટીમની મોટાભાગની મેચો કોલકાતા અને ગુવાહાટીમાં રમાઈ શકે છે. 

ટીમ ઈન્ડિયાએ આ શહેરોમાં રમવાની માંગ કરી હતી

બીસીસીઆઈએ ભારતીય ટીમ મેનેજમેન્ટ સાથે એક બેઠક યોજી છે, જેમાં ટીમ ઈન્ડિયાના ફાયદાને ધ્યાનમાં લઈને 2023 વર્લ્ડ કપ મેચ માટે સ્થળ નક્કી કરવા અંગે વાત કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે વર્લ્ડ કપની મેચો એવા સ્થળે રમવાની માંગ કરી છે, જ્યાં પિચ ધીમી હોય અને સ્પિન બોલરોને જબરદસ્ત મદદ મળે. ટીમ ઈન્ડિયાએ બોર્ડને કહ્યું કે તે ધીમી પિચને પસંદ કરવા માંગે છે કારણ કે તે ઘરઆંગણે આ વર્લ્ડ કપનો પૂરો ફાયદો ઉઠાવવા માંગે છે.

ટીમ ઈન્ડિયાનું સૌથી મોટું લક્ષ્ય 2023નો વર્લ્ડ કપ જીતવાનું છે

બીસીસીઆઈના સૂત્રોએ જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં યોજાય તેવી સંભાવના છે, જ્યારે ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા સામેની મેચ પણ આવા સ્ટેડિયમમાં રમાશે, જ્યાં ધીમી પીચો હશે. ટીમ ઈન્ડિયાનું આ વર્ષનું સૌથી મોટું ટાર્ગેટ 2023 ODI વર્લ્ડ કપને પોતાના નામે કરવાનું છે. ભારતે 12 વર્ષ પહેલા ઘરઆંગણે રમાયેલ 2011 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આવી સ્થિતિમાં, આ વખતે તે 2023 વર્લ્ડ કપનો ખિતાબ જીતવા માટે પણ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ વખતે રોહિત શર્માની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ICC ટ્રોફી જીતવાનો પુરેપુરો પ્રયાસ કરશે.

આ પણ વાંચો:
પાટીદારો વટ છે તમારો: આ ભારતીય બિઝનેસમેને USમાં કર્યા મ્હોંફાટ વખાણ, જાણો શું છે કેસ
રાશિફળ 5 મે: આ જાતકોને ગ્રહ ગોચર કરાવશે મબલક લાભ, તમારી પ્રગતિ જોઈને આંખો અંજાઈ જશે
ઘરમાં આ જગ્યાએ રાખો માતા લક્ષ્મીની મૂર્તિ, રાતોરાત બદલશે ભાગ્ય, ધનની નહીં રહે ખામી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news