IND vs WI 3rd ODI: વનડે સિરીઝ જીતવા ઈચ્છશે ભારત, શિખર ધવનની નજર મોટી ઈનિંગ પર

પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં બુધવારે રમાશે. અહીં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ચાર મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહી હશે, જ્યારે ભારત વધુ એક સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે.

IND vs WI 3rd ODI: વનડે સિરીઝ જીતવા ઈચ્છશે ભારત, શિખર ધવનની નજર મોટી ઈનિંગ પર

પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે મેચ પોર્ટ ઓફ સ્પેનમાં બુધવારે રમાશે. અહીં ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન સતત ચાર મેચોમાં નિષ્ફળ રહ્યાં બાદ મોટી ઈનિંગ રમવા માટે ઉત્સાહી હશે, જ્યારે ભારત વધુ એક સિરીઝ જીતવાના ઈરાદાથી ઉતરશે. ટી20 સિરીઝમાં 1, 23 અને ત્રણ રન બનાવનાર ધવન બીજી વનડેમાં માત્ર 2 રન બનાવી શક્યો હતો. ઈજા બાદ તેની વાપસી સારી રહી નથી. 

ધવને અંદર આવતા બોલ પર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેને બે વાર ફાસ્ટ બોલર શેલ્ડન કોટરેલે આઉટ કર્યો છે. ધવન ટેસ્ટ ટીમમાં નથી અને તેવામાં તે પોતાના કેરેબિયન પ્રવાસનો અંત યાદગાર ઈનિંગ સાથે કરવા ઈચ્છશે. ભારતીય ટીમમાં ચોથા નંબર પર જગ્યા પાક્કી કરવાને લઈને ટક્કર ચાલી રહી છે અને અય્યરે બીજી વનડેમાં શાનદાર બેટિંગ કરીને રિષભ પંત પર દબાવ વધારી દીધો છે. પંતને ટીમ મેનેજમેન્ટ ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલીનું સમર્થન હાસિલ છે, પરંતુ તેની સતત નિષ્ફળતા અને બીજી વનડેમાં અય્યરની 68 બોલમાં 71 રનની ઈનિંગથી સ્થિતિ બદલાઇ ગઈ છે. 

પંત હશે પરેશાન, જ્યારે અય્યરનો દાવો મજબૂત
પંતની માનસિકતા ચિંતાનો વિષય છે, કારણ કે તેણે ઘણી તકે પોતાની વિકેટ ગુમાવી છે. કોઈપણ ટીમ આ મહત્વપૂર્ણ સ્થાન પર ધૈર્યવાન બેટ્સમેનને ઉતારવા ઈચ્છશે અને રવિવારે રમેલી ઈનિંગથી અય્યરે પોતાનો દાવો મજબૂત કર્યો છે. બીજી વનડેમાં 125 બોલમાં 120 રન ફટકારનાર કેપ્ટન કોહલી પણ પોતાના ફોર્મને જાળવી રાખવા ઈચ્છશે. ધવન, રોહિત શર્મા અને પંત ઝડપથી આઉટ થયા બાદ કોહલીએ અય્યરની સાથે મળીને ઈનિંગને સંભાળી હતી. 

ટીમમાં ફેરફાર સંભવ
ભુવનેશ્વર કુમારે બીજી વનડેમાં આઠ ઓવરમાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપતા ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભુવનેશ્વર કુમારનો ફાસ્ટ બોલિંગમાં જોડીદાર મોહમ્મદ શમી (39 રન પર બે વિકેટ) અને કુલદીપ યાદવ (59 રન પર 2 વિકેટ)એ બે-બે વિકેટ ઝડપી હતી. ટીમ જીત મેળવનારી અંતિમ ઇલેવનમાં ફેરફાર કરવા ઈચ્છશે નહીં, પરંતુ કોહલી અંતિમ વનડેમાં શમીને આરામ આપીને નવદીપ સૈનીને તક આપી શકે છે. 

વેસ્ટ ઈન્ડિઝને જીતનો ઇંતજાર
બીજીતરફ વેસ્ટ ઈન્ડિઝની ટીમ મેચ જીતીને સિરીઝ બરોબર કરવા ઉત્સાહિત હશે. ભારતને હરાવવા માટે વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ વધુ જવાબદારી સાથે રમવું પડશે. ટીમની પાસે શાઈ હોપ, શિમરોન હેટમાયર અને નિકોલસ પૂરન જેવા પ્રતિભાશાળી બેટ્સમેન છે પરંતુ તેણે પોતાની જવાબદારી નિભાવવી પડશે. એકદિવસીય સિરીઝ બાદ બંન્ને ટીમો એન્ટીગાના નોર્થ રાઉન્ડમાં 22 ઓગસ્ટથી બે મેચોની ટેસ્ટ સિરીઝ રમશે. 

ટીમ આ પ્રકારે છે
ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષબ પંત, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, કેદાર જાધવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહમદ અને નવદીપ સૈની. 

વેસ્ટ ઈન્ડિઝઃ જેસન હોલ્ડર, ક્રિસ ગેલ, જોન કૈમ્પબેલ, એવિન લુઇસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફૈબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, કીમો પોલ, શેલ્ડન કોટરેલ, ઓશાને થોમસ અને કેમાર રોચ. 

સમયઃ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7 કલાકે શરૂ થશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news