ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સીએસી ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે શોર્ટલિસ્ટ કરાયેલા 6 લોકોનું ઈન્ટરવ્યૂ કરશે. મુખ્ય કોચની દોડમાં હાલના કોચ રવિ શાસ્ત્રી સૌથી આગળ છે.   

Updated By: Aug 13, 2019, 05:23 PM IST
ટીમ ઈન્ડિયા કોચઃ શોર્ટલિસ્ટ કરાયેલા 6 નામોમાં રવિ શાસ્ત્રી મજબૂત દાવેદાર

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ પદ માટે સીએસી 16 ઓગસ્ટે ઈન્ટરવ્યૂ કરશે. તેના માટે 6 નામોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. હાલના કોચ રવિ શાસ્ત્રીનું નામ આ લિસ્ટમાં સામેલ છે. શાસ્ત્રી બીજીવાર આ પદે પસંદ થાય તેવી સંભાવનાઓ વધુ છે. પરંતુ તેનો દાવો કેમ મજબૂત છે તેની પાછળ ઘણા કારણ છે. 

કેપ્ટન વિરાટ કોહલી મુખ્ય કોચના રૂપમાં રવિ શાસ્ત્રીને કેટલો પસંદ કરે છે આ વાત કોઈથી છુપાયેલી નથી. કોહલી ઘણીવાર આ વાત જાહેર પણ કરી ચુક્યો છે. વેસ્ટ ઈન્ડિઝ રવાના થતાં પહેલા પણ કોહલીએ કહ્યું હતું કે, જો શાસ્ત્રી બીજીવાર કોચ બને તો તેને ઘણી ખુશી થશે. તેણે કહ્યું હતું કે, ટીમના ખેલાડીઓની રવિ શાસ્ત્રીની સાથે સારી ટ્યૂનિંગ છે અને તેનો ફાયદો ટીમને થાય છે. 

સારા પરિણામ
પરંતુ ભારતીય ટીમ રવિ શાસ્ત્રીની હેઠળ સતત બે વિશ્વકપ જીતવામાં નિષ્ફળ રહી પરંતુ કુલ મળીને ટીમનું પ્રદર્શન સારૂ રહ્યું છે. ટીમ ટેસ્ટ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરતી આવી છે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ જીતનારી પ્રથમ એશિયન ટીમ પણ બની છે. પરંતુ સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડમાં તેણે ટેસ્ટ સિરીઝમાં પરાજયનો સામનો કરવો પડ્યો, પરંતુ તેના પ્રદર્શનના જુસ્સામાં કોઈ કમી આવી નથી. 

24 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટની વાપસી, મહિલાઓની ટી-20 મેચ રમાશે

સતત બે વર્ષ વર્લ્ડ ટી20ની વચ્ચે કોચ બદલવા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સતત બે વર્ષ (2020 અને 2021)માં વર્લ્ડ ટી20નું આયોજન કરાવી રહી છે. સતત બે વર્ષ વિશ્વ કપ જેવી ટૂર્નામેન્ટ પહેલા ટીમના કોચિંગ સ્ટાફમાં ફેરફાર ટીમના મોમેન્ટમ પર અસર પાડી શકે છે. ભારતીય ટીમે વિશ્વ કપ પહેલા કાર્યક્રમ તે રીતે બનાવ્યો છે કે ટીમ વધુમાં વધુ ટી20 મેચ રમે. 

કોઈ અન્ય મજબૂત દાવેદાર નથી
શાસ્ત્રીની સાથે કોઈ મોટુ દાવેદાર નામ જોવા મળી રહ્યું નથી. જે છ નામોને કોચ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમાં શાસ્ત્રી સિવાય, ફિલ સિમન્સ, રોબિન સિંહ, લાલચંદ રાજપૂત, ટોમ મૂડી અને માઇલ હેસનનું નામ સામેલ છે. આ યાદીમાં કોઈ મજબૂત ભારતીય નામ જોવા મળી રહ્યું નથી. તેવામાં શાસ્ત્રીનો દાવો મજબૂત થઈ જાય છે. 

સીએસીનું પણ સમર્થન
કોચ પદ પર અંતિમ નિર્ણય પૂર્વ ખેલાડીઓની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) લેશે. આ સમિતિમાં પૂર્વ કેપ્ટન કપિલ દેવ, અંશુમાન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી સામેલ છે. કપિલ દેવ પહેલા જ કહી ચુક્યો છે કે કોચ પદ માટે સમિતિએ વિરાટ કોહલીના મંતવ્નું સન્માન કરવું પડશે. આ સાથે ગાયકવાડ પણ ઇશારો કરી ચુક્યા છે કે શાસ્ત્રી આ રેસમાં સૌથી આગળ છે.